Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૬
પશ્ચિમી ક્ષત્રપ
૧ ક્ષત્રપાલ
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અને ભારતના અન્ય કેટલાક ભાગોમાંથી અલ્પ સંખ્યામાં અમુક જાતના ચાંદીના સિક્કાઓ ઉપલબ્ધ થયા છે; ઉપરાંત એવા તાંબાના થડા સિક્કાઓ તથા શિલાલેખો પણ પ્રાપ્ત થયા છે. એ પરનાં લખાણો ઉપરથી પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજાઓ વિશે વિપુલ માહિતી પ્રાપ્ત થઈ છે. ઈતિહાસમાં આ રાજાઓ “પશ્ચિમી ક્ષત્રપો” તરીકે ઓળખાય છે. '
“ક્ષત્રપ અને અર્થ
આ રાજઓના અભિલેખોમાં ક્ષત્ર અને મહાક્ષત્રપ શબ્દ વારંવાર પ્રયજાયેલા પ્રાપ્ત થાય છે. ક્ષત્રપ એ મૂળ ઈરાની લઘવનનું સંસ્કૃત રૂપાંતર હોવાનો અભિપ્રાય કેટલાક ઈતિહાસવિદોનો છે. ઈરાનના હખામની વંશના રાજા મહાન દારયના બેહિસ્તૂન શૈલલેખ નં. ૩ માં લઘપાવન રૂપ બે વાર પ્રયજાયું છે. છપાવનને અર્થ “પૃથ્વીનો રક્ષક” કે “પ્રાંતને સૂબો” એવો થાય છે. મહાન દારયે પોતાના વિશાળ સામ્રાજ્યના વિવિધ પ્રાંતો માટે નીમેલા સૂબાઓ – ગર્વનરે ક્ષમ્રપાવન તરીકે ઓળખાતા હતા, એ એના શૈલલેખથી સ્પષ્ટ થાય છે.
સંસ્કૃત ક્ષેત્ર ( સંસ્થાન) ઉપરથી ક્ષત્રપતિને પ્રયોગ વાજસનેયિ-સંહિતામાં જોવા મળે છે. ઋગ્વદમાં રાજ્યકર્તા”ના અર્થમાં એ વપરાય છે. સામવેદમાં પણ ક્ષત્રપ શબ્દ છે. બ્રાહ્મણ ગ્રંથમાં ક્ષત્ર એટલે “શાસિત વર્ગને સભ્ય” કે “લશ્કરને માણસ” એવો અર્થ થાય છે. આ બધા ઉપરથી ક્ષત્રનો “પ્રદેશને રાજા” કે “ઠકરાત ઠાકર” એ અર્થ ફલિત થાય છે.