Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પશ્ચિમી ક્ષત્ર
[૯ અવેસ્તામાં ક્ષતિ (ક્ષઘ = ભૂમિ અને પતિ = પાલક) શબ્દ છે, જેને અર્થ મુસિપાત્ર થાય છે.૧૦ આમ ક્ષત્રપ શબ્દ ભારતીય અને ઈરાની ઉભય સાહિત્યમાં લગભગ એક જ અર્થમાં પ્રયોજાયેલ પ્રાપ્ત થાય છે. આથી એવું અનુમાની શકાય કે આ શબ્દનું મૂળ સંભવત: ભારતીય-ઈરાની આર્યોની સમાન ભાષામાં હોય, પરંતુ ભારતમાં અને પ્રચાર, જ્યારે ઈરાનની રાજકીય અસર હેઠળ ભારત આવ્યું અને ઈરાનથી પહલવો-શકે ભારત આવ્યા ત્યારે, થયો હોવો સંભવે.૧૧
પશ્ચિમી ક્ષત્રપ એકસાથે 1ના અને ક્ષત્રપ એમ બંને બિરૂદ ધરાવતા હતા. આમાંના ક્ષત્રપ બિરુદથી તેઓ કોઈ મોટા રાજાના સૂબેદાર હોવાનું અનુભાન થયું છે, જ્યારે ના બિરુદથી તેઓ સ્વતંત્ર રાજસત્તા ધરાવતા એવું મંતવ્ય પણ વ્યક્ત થયું છે. ૧૩ વસ્તુતઃ આ રાજ્યક્તઓ પોતે જ સ્વતંત્ર સત્તાધીશ હોઈ રાજાની જેમ ક્ષત્રપ બિરુદ પણ ભૂમિપાલ(ભૂપતિ)ના અર્થમાં પ્રયોજતા હોવા સંભવે છે. ૧૪
ક્ષત્રપે કુષાણેના ઉપરાજ હતા ?
અત્યાર સુધી અનેક વિદ્વાન અધ્યેતાઓએ આ પ્રશ્નની છણાવટ કરી છે, અને ઘણું ઈતિહાસવિદો માને છે કે પશ્ચિમ ક્ષત્રપો ઉપર કુષાણ રાજાઓનું આધિપત્ય હતું, અર્થાત તેઓ કુષાણના ઉપરાજ હતા.૫ જ્યારે એકાદ બે ઈતિહાસકારોને આ પ્રચલિત મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી.
પશ્ચિમી ક્ષત્રપોના લહરાત વંશના રાજા નહપાનના સમયના નાસિક ગુફાના એક લેખમાં સુવર્ણ ઉલ્લેખ છે તે ચોક્કસપણે સમકાલીન કુષાણોના સેનાના સિક્કા વિશે જ છે એમ રેસન માને છે અને તેથી તેઓ નહપાન કુષાણનો અધીન રાજા હોવાનું મંતવ્ય રજૂ કરે છે. ૧૭ આ જ લેખમાં નિર્દિષ્ટ વુરામૂટે ઉપર ભાર મૂકી દે. રા. ભાંડારકર એવું સૂચન કરે છે કે નહપાનના ચાંદીના સિક્કા માટે આ નામ પ્રયોજાયેલું જણાય છે, કેમકે તુરાજ( = કુપાળ) નામે ઓળખાતા એના અધિપતિ રાજા કફિશ(કરફિસિસ) ૧ લા માટે એણે (નહપાને) આ (‘કુશણમૂલે”) નામના સિકકા પડાવ્યા હતા.૧૮
પશ્ચિમ ભારતના રાજ્યકર્તાઓનાં ક્ષત્ર અને મહાક્ષત્રનાં બિરુદથી કેટલાક વિદ્વાનોએ એવું સૂચવ્યું કે આ રાજાઓ કુષાણના ઉપરાજ હતા, કેમકે પશ્ચિમી ક્ષત્રમાંના આરંભના રાજાઓ કુષાણ રાજાઓના, ખાસ કરીને કષ્કિ ૧ લાના, સમકાલીન હતા અને કણિક્કે એના વિશાળ સામ્રાજ્ય ઉપર ક્ષત્ર અને માલગાને