Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
'+']
[૧૭૧
કણિકે એના વિશાળ સામ્રાજ્યના સચાલન માટે સૂબાએ નીમ્યા હતા, જે ‘ક્ષત્રપ' અને ‘મહાક્ષત્રપ’' તરીકે અધિકાર ભાગવતા હતા. એણે એના શિલાલેખામાં એના ઉપરાજોના ઉલ્લેખ કર્યા છે, જેમાં ભ્રમક કે નહપાનને સમાવેશ થતા નથી. ખરપત્લાન, વનસ્પર, વેશ્તસિ અને લિયકની જેમ જો ભ્રમ અને નહપાન એના ઉપરાજો હોય તે કણિક જેવા પ્રતિભાશાળી કુષાણ સેનાપતિએ એના અભિલેખામાં જરૂર એમના ઉલ્લેખ કર્યા હાય, પરંતુ ઉભયને અનુલ્લેખ સહજ સાબિત કરે છે કે ભ્રમક અને નહપાન કયારેય કણિષ્કના આધિપત્ય નીચે ન હતા. નહપાનના લેખામાં કષ્કિના નામને અભાવ આ સૂચનને ટેકે આપે છે. વળી કણિષ્કના શિલાલેખા કે સિક્કાઓની ગુજરાતમાં અનુપસ્થિતિ આ સૂચનને સમર્થન આપે છે.
ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે સિક્કા અપનાવેલી પ્રણાલિકા એમના સ્વતંત્ર દરજ્જાનું જેવા શક્તિશાળી રાજાએ, જો તે એને અધીન પડાવવાની સત્તા આપી ન હેાત.
પડાવવાની પશ્ચિમી ક્ષત્રપે એ સ્પષ્ટ સૂચન કરે છે. કષ્કિ હોત તેા, એમને સિક્કાએ
આ રાજાએમાં બીજી પણ એક પ્રણાલિકા પ્રચલિત હતી : રાના ક્ષત્રપ અને રાજ્ઞા મહાક્ષત્રપનાં બિરુદાની. ‘રા’ના થયેલા ઉપયાગ ભારપૂર્વક એમને સ્વતંત્ર દરો સાબિત કરે છે. નહપાનના પ્રાપ્ય અસંખ્ય સિક્કાઓમાં માત્ર રાના બિરુદનેા પ્રયાગ આ મતથ્યને વધુ સમન આપે છે.
અગાઉ જોયું કે સંસ્કૃત અને અવેરતામાં ક્ષત્રપ શબ્દ સમાન અર્થમાં “રાજા”ના પર્યાય તરીકે છે, એટલે આ સંદર્ભમાં ક્ષત્રપે। આમ રાજા હેવા સંભવે. ભૂમિપાલ( ભૂપાલ )ના સંદર્ભોમાં ભ્રમક ’ના વિચાર કરવાનું સૂચક જણાય છે; ભ્રમક એટલે ભૂમિને ધણી એવા અ કરીએ તા.
*
આ ચર્ચા પરથી ફલિત થાય છે કે પશ્ચિમી ક્ષત્રપ રાજાએ કુષાણુ રાજાઓના સુબા ન હતા, પરંતુ સ્વતંત્ર દરજ્જો ધરાવતા રાજા હતા, અર્થાત્ પશ્ચિમી ક્ષત્રપ રાજાએ સ્વતંત્ર સત્તાધીશ હતા. ૨૩૭
એમની જાતિ
પશ્ચિમી ક્ષત્રપાના અભિલેખોમાં સામાન્યતઃ એકાદ અપવાદ સિવાય એમની જાતિ વિશે કાઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતા નથી. નહપાનના સમયના નાસિક ગુફાના એક ખંડિત લેખમાં એના જમાઈ ઉષવદાતને શક જાતિના કહ્યો છે,૨૪ આથી એના સસરા ઘણુ કરીને એ જ જાતિના હશે એવુ માની શકાય.૨૫