Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
*
[.
અપલદત એ મિનન્દરને નિકટનો સંબંધી હોવાનું જણાય છે. નરેન ધારે છે કે એ મિનન્દરને નાનો પુત્ર હશે.૩૭ એને રાજ્યકાલ લગભગ ઈ.પૂ. ૧૧૫ થી ૯૫ ને આંકવામાં આવ્યો છે.૩૮
અપલદતના દ્રમ્મ(પટ ૧૪, આકૃતિ છ)ના અગ્રભાગમાં રાજાનું પટાવાળું મસ્તક અને એને ફરતું Basileos Soteros Apollodotou (મહાન ત્રાતા અપલદતને) એવું ગ્રીક લખાણ હોય છે. પૃષ્ઠભાગમાં બે પ્રકારને એકાક્ષર (monogram) હોય છે અને ખરેષ્ઠી લિપિમાં “Hદુન્નસ જ્ઞત્તિરના લપતર (મહારાજા રાજાધિરાજ અપલદતને) એવું પ્રાકૃત લખાણ હોય છે. ૩૮ અ એના ક્રમની ઢબના સિક્કા લાંબા વખત લગી પડાવા ચાલુ રહ્યા, પરંતુ એ વધુ ને વધુ ઊતરતી કોટીના થતા ગયા.૩૮ શક ક્ષત્રપ રાજાઓએ પિતાના સિકકા માટે અપલદતના દ્રશ્નનું અનુકરણ કર્યું હોઈ એની ઢબના સિકકા છેક ઈસ. ૭૮ના સુમાર સુધી ચાલુ રહ્યા હોવા સંભવે છે, પરંતુ એ પરથી ત્યાં ભારતીય-યવન રાજાઓનું શાસન એટલે બધે વખત ચાલુ રહ્યું હોવાનું ફલિત થતું નથી. ઊલટું, એ પછીના કોઈ ભારતીય-યવન રાજાના નામના સિકકા મળતા નથી એ પરથી તે ત્યારબાદ આ પ્રદેશમાં ભારતીય યવન સત્તા સાબૂત ન રહી હોવાનું સૂચિત થાય છે.
અપલદત(લગભગ ઈ.પૂ. ૧૧૫-૮૫)ના મૃત્યુ બાદ થોડા વખતમાં ભારતમાં શાની સત્તા સ્થપાઈ અને ભારતીય-યવન રાજ્યની સત્તાનો હાસ થત ગયો. શકોએ ઈરાનમાં શકસ્થાન (સીસ્તાન) વસાવ્યું હતું અને ત્યાંથી તેઓ ભારતમાં પ્રાય: બોલનઘાટને માર્ગે દાખલ થઈ પહેલાં સિંધમાં આવી વસ્યા હતા.૪૦ આ હિંદ-શકસ્થાન (Indo-Scythia) તરીકે ઓળખાયું.૪૧
* પશ્ચિમ ભારતમાં કોની સત્તા સ્થપાઈ એ વિશે જૈન સાહિત્યમાં આવી અનુશ્રુતિ આપવામાં આવી છે:૪ર ઉજજનના ગઈ ભિલ વંશના રાજા દર્પણે સરસ્વતી નામે સાધ્વી, જે કાલકાચાર્ય-કાલકરિની (સાંસારિક અવસ્થાની) બહેન થતી હતી તેનું અપહરણ કરી એને પરાણે અંતઃપુરમાં દાખલ કરી. કાલકાચાર્યો તથા ઉજનના જૈન સંઘે એ સાધ્વીને છોડી દેવા રાજપને બહુ સમજાવ્યો, પણ એણે દાદ દીધી નહિ. છેવટે કાલાચાર્ય પારસફૂલ (ઈરાનના કિનારે જઈ ત્યાંથી ૯૬ શક શાહીઓને હિંદુકદેશ (સિંધ) તેડી લાવ્યા. ઉજજન પર આક્રમણ કરવા જતાં પહેલાં તેઓ બધા સુરાષ્ટ્રમાં આવ્યા. વર્ષાકાલ હોવાથી તેઓને ત્યાં રોકાઈ જવું પડ્યું. ચોમાસું પૂરું થતાં તેઓએ ત્યાંથી ઉ.જન તરફ કૂચ કરી.