Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
આ વિધાનના અર્થધટન અંગે ભિન્ન ભિન્ન મત રજૂ થયા છે. “અલી હિસ્ટરી ઓફ ગુજરાતના લેખક ધારે છે કે દિમિત્રે ભારતમાં અમુક સ્થાન સુધી કૂચ કરી અને મિનન્દરે આગળ વધી સિંધકચ્છ અને સૌરાષ્ટ્ર લીધાં. ૨૧ ટાનું સૂચવે છે કે દિમિત્રે સિંધ લીધું અને એના સાથી (પ્રાય: કનિષ્ઠ બંધુ) અપલદતે કચ્છ અને સૌરાષ્ટ્ર લીધાં. ૨૨ નરેન દર્શાવે છે કે ભારતમાં સત્તા પ્રસારનાર દિમિત્ર તે એઉથીદિમને પુત્ર દિમિત્ર ૧ લે નહિ, પણ અંતિમક પછી સત્તારૂઢ થયેલ દિમિત્ર ૨ જે હતો. એણે કાબુલ પ્રદેશ અને ગંધાર દેશમાં સત્તા પ્રસારેલી અને મિનન્દરે કાલી) સિંધુ સુધી આગેકૂચ કરેલી, પરંતુ મિનન્દરે કચ્છ-સૌરાષ્ટ્ર લીધાં હોવાનું ભાગ્યે જ મનાય; અપલદરનાં વિધાન સ્ત્રબને પણ કેટલીક વાર વિરોધાભક અને શંકાસ્પદ લાગ્યાં છે. ૨૩
પરંતુ “પેરિસમાં આવતા એક ઉલ્લેખ પરથી અપલદરના આ વિધાનને સમર્થન મળે છે. “પેરિપ્લસ”ને લેખક (ઈ.સ. ૭૦-૮૦ ) બારીગાઝા(ભકચ્છ)ના સંબંધમાં નોંધે છે કે “આજના દી લગી ગ્રીક લખાણવાળા અને સિકંદર પછી ગાદીએ આવનાર એપેલેડેટસ અને મિનન્ટરની મુદ્રાવાળા, એ દેશથી આવતા દિસમનું ચલણ અહીં બારીગાઝામાં છે.”૨૪ આ ઉલ્લેખ પરથી મિનન્દરે કચ્છ તથા સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત પર પોતાનું શાસન પ્રવર્તાવ્યું હોવાનું સૂચિત થાય છે.
આ બાબતમાં ટાર્ન એવું ધારે છે કે પહેલાં અપલદવે અને એના પછી મિનન્દરે ભરુક૭ સુધીના પ્રદેશ પર રાજ્ય કરેલું, ૨૫ જ્યારે નરેન એવું માને છે કે મિનન્દર અને અપલદત ૨ જાના સિક્કા આ પ્રદેશમાં ચલણ તરીકે વપરાતા નહિ, પણ વેપારની રીતે આવ્યા હશે અને “પેરિપ્લસ” ના લેખકે ત્યાં એ જોયા હશે. આ મંતવ્યના સમર્થનમાં નરેન નેધે છે કે વહાઈટ હેડ જણાવે છે કે ભરૂચમાં મેં એકે ય ગ્રીક સિક્કા મ હોવાનું સાંભળ્યું નથી અને ડો. જી. પી. ટેલર, જેમણે અમદાવાદમાં ત્રીસ વર્ષ લગી સિકકા એકઠા કરેલા, તેમને કદી અપલદતને કઈ સિકકો મળ્યો નથી. પરંતુ “અલી હિસ્ટરી ઓફ ગુજરાત”માં સેંધાયેલી હકીક્ત પરથી “પેરિપ્લસ”માંના વિધાનને સમર્થન મળે છે. ડૉ. ભગવાનલાલ ઈંદ્રજીએ પચીસેક વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જે સિક્કો એકઠા કરેલા તેમાંના ભારતીય યવન સિકકાઓમાં એક્રિતિદના એક નાના સિકકા ઉપરાંત મિનન્દરના છેડા દ્રમ્પ તથા અપલદતના ઘણા દ્રમ્ભ અને તાંબાના સિકકા મળેલા.૨૮ બોમ્બે એશિયાટિક સોસાયટીની પાસેના કેટલાક સિકકા ભરૂચ પાસે મળેલા છે. ૨૯ વળી અપલદતના સિક્કા ઘણું મોટી સંખ્યામાં