Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૫
અનુ-મૌર્ય કાલ
મગધમાં મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથને મારીને એના સેનાપતિ પુષ્યમિત્રે શુંગવંશની સત્તા સ્થાપી (લગભગ ઈ.પૂ. ૧૮૫). દક્ષિણમાં એની સત્તા વિદિશા (પૂર્વ` માળવા) પયંત પ્રવતતી, જ્યારે વિદર્ભમાં યજ્ઞસેન નામે સ્વતંત્ર રાજા રાજ્ય કરતા હતા.૧ પુષ્યમિત્ર શુગની સત્તા ગુજરાત પર પ્રવર્તતી હતી કે કેમ એ વિશે ક ંઈ સ્પષ્ટ જાણવા મળતું નથી. “અશાકાવદાન”માં પુષ્યમિત્ર બૌદ્ધ સંધારામેા( વિહારા )નો નાશ કરવા પાટલિપુત્રથી શાકલ અને ત્યાંથી દક્ષિણ મહાસમુદ્ર ગયા હોવાનુ જણાવ્યું છે. આ ઉલ્લેખ પરથી પુષ્યમિત્રે શાકલ(શિયાલકોટ–પૂર્વ પંજાબ)થી પાતાલ (સિંધુનો મુખત્રિકાણુ) અને સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)ના દક્ષિણ સમુદ્ર સુધી કૂચ કરી હાવાનુ ટા ધારે છે. આ મત અનુસાર પુષ્યમિત્ર શુંગની સત્તા સૌરાષ્ટ્ર સુધી પ્રસરી હેવી સ ંભવે, પરંતુ સિંધ-સૌરાષ્ટ્ર પાસે આવેલા સમુદ્રને સામાન્યતઃ ‘ અપર (પશ્ચિમ ) સમુદ્ર” તરીકે એળખવામાં આવતા, આથી આ અવદાનકથામાં ક ંઈ ઐતિહાસિક તથ્ય રહેલુ હાય તેાપણ એમાં ઉલ્લિખિત દક્ષિણ સમુદ્ર પરથી પુષ્યમિત્રે સૌરાષ્ટ્ર પર કૂચ કરી હેવાનું અનુમાન તારવવું એ ભાગ્યેજ સ્વીકાર્યં ગણાય.
*.
પુષ્યમિત્રે ૩૬ વર્ષી (લગભગ ઈ.પૂ. ૧૮૫- ૧૪૯) રાજ્ય કયુ" એ દરમ્યાન સિંધુ પ્રદેશમાં બાહલિક દેશના યવને(યુનાનીઓ-શ્રીકા)ની સત્તા સ્થપાઈ. ભારતમાં વસેલા આ ખાલિક-યવને અને તેઓના વંશજો ભારતીય-યવના તરીકે ઓળ
ખાય છે.
કાબુલ પ્રદેશમાં તથા ગંધાર દેશમાં બાલિક–યવનાની સત્તા પ્રસારનાર રાજા દિમિત્રપ હતા. એને સમય લગભગ ઈ.પૂ. ૧૮૦–૧૬૫ ના આંકવામાં આવ્યા છે.૧ એની સત્તા એક્રતિદ॰ નામે ખાલિક-યવને પડાવી લીધી અને બાલિક જીતી લઈ આગળ જતાં કાબુલ, ગંધાર વગેરે પ્રદેશ પણ સર કર્યાં. એક્રતિદે
૯૯