Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પણું].
અનુમૌર્યકાલ લાટ દેશના રાજાએ, જે માં ગભિ રાજાએ અપમાન કર્યું હતું તેઓ પણ તેઓની સાથે જોડાયા. સહુએ મળી ઉજજનને ઘેરો ઘાલ્યો. લડાઈમાં આખરે ગભિલ્લ રાજા હાર્યો. શકોએ એને પદભ્રષ્ટ કરી સરરવતીને છોડાવી અને એમાંના એક શાહીએ ત્યાં રાજસત્તા ધારણ કરી આ શક રાજ્ય સ્થપાયે ચાર વર્ષ થયાં ત્યાં લાટના રાજા બલમિત્રે એમને હરાવી ઉજનમાં પોતાની સત્તા સ્થાપી. આ બલમિત્ર આગળ જતાં વિક્રમાદિત્ય તરીકે ઓળખાવે ને “શકારિ” તરીકે ખ્યાતિ પામ્યો. “વિક્રમ સંવત” નામ આ યશસ્વી રાજવીની યાદગીરીમાં અપાયું મનાય છે. આ અનુસાર શોનું આ આક્રમણ વિ. સં. ૧ (ઈ.પૂ. ૫૭૫૬)ની પહેલાં થોડાં વર્ષ પર બન્યું ગણાય.૪૩
ઉજજનને ગર્દભિન્ન રાજાઓની, ઉજનમાં સત્તારૂઢ થયેલા શક રાજાની અને ત્યાં સત્તા જમાવનાર શકારિ બલમિત્ર ઉફે વિક્રમાદિત્યની સત્તા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પર પ્રવર્તતી હતી કે કેમ એ જાણવા મળતું નથી, પરંતુ શકોના આક્રમણ સમયે સૌરાષ્ટ્રમાં એમને રોકે તેવી કોઈ સબળ સત્તા હોવાનું જણાતું નથી અને દક્ષિણ ગુજરાતમાં બલમિત્ર નામે રાજાનું રાજ્ય ચાલતું હોવાનું માલૂમ પડે છે. આ રાજ ક્યા વંશને હતા ને ત્યાં એ વંશની સત્તા કેટલા વખતથી પ્રવર્તતી હતી એ પણ જાણવા મળતું નથી. જૈન અનુશ્રુતિ અનુસાર એ કાલકાચાર્ય અને સરસ્વતીને (સાંસારિક અવસ્થાનો) ભાણેજ હતો ને ભરકચ્છ (ભરૂચ)માં રાજ્ય કરતો હતો.૬૪ મુનિ કલ્યાણ વિજયજીના મત અનુસાર એ પુષ્યમિત્ર શુંગના રાજ્યકાલના અંતે ભરૂચનો રાજા થયેલ, ત્યાં એણે કુલ પર વર્ષ રાજ્ય કર્યું ને પછી શકોને હઠાવી ઉજનમાં આઠ વર્ષ રાજ્ય કર્યું.૪પ એને નાનો ભાઈ ભાનુમિત્ર યુવરાજ તરીકે અધિકાર ધરાવતો હતો. જે વિક્રમ સંવત ખરેખર ઉજનના રાજા વિક્રમાદિત્યના નામ સાથે સંકળાયેલ હોય અને એ વિક્રમાદિત્ય તે લાટ દેશનો રાજા બલમિત્ર હોય, તો ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતના ઘણા ભાગમાં લાંબા કાલથી પ્રવર્તતા વિક્રમ સંવતની ઉત્પત્તિ દક્ષિણ ગુજરાતના એ રાજાના યશસ્વી પરાક્રમ સાથે સંકળાયેલી હેવાનું ગણાય. વળી ઉજનના ગર્દભિલ્લ અને શક રાજાઓની સત્તા ગુજરાત પર પ્રસરી હોય કે ન હોય, બલમિત્રની સત્તા દક્ષિણ ગુજરાત પર હતી જ.
શકોની સત્તા ઈપૂ. ૧ લા સૈકામાં ઉજનમાં અપાયું નીવડી લાગે છે, પરંતુ ઉત્તર ભારતમાં શક રાજામોઅ અને એના વંશજો (અજ ૧ લે, અજિલિષ, અજ ર જે વગેરેની સત્તા પ્રવતી અને તક્ષશિલા, મથુરા વગેરે પ્રદેશમાં તેઓના “સત્ર” (સં. “ક્ષત્રપો') અર્થાત રાષ્ટ્રિય કે સામતનું શાસન પ્રત્યે ૪૭.