Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮૨] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ભારતમાં મળેલા પ્રાચીનતમ સિક્કા આહત (punch-marked) પ્રકારના છે. એના પર અલગ અલગ પંચ વડે ચિહ્ન આહત કરેલાં હોય છે, પરંતુ કંઈ લખાણ હોતું નથી. આ સિક્કા પ્રાય: ચાંદીના અને કવચિત તાંબાના હોય છે. ચાંદીના આહત સિક્કા સામાન્યતઃ ૩૨ રતીભારના હોય છે. એના અગ્રભાગ પર પાંચ ચિહ્ન આહત કર્યા હોય છે; પૃષ્ઠભાગ પર કાં તો એક મોટું ચિહ્ન હોય છે અથવા તો સંખ્યાબંધ નાનાં નાનાં ચિહ્ન હોય છે. આ સિકકા પ્રાગ-મૌર્ય તથા મૌર્યકાલના છે. ગુજરાતમાં આવા અનેક સિક્કા મળ્યા છે૪૭ (આકૃતિ પ૭).
પાદટીપે
9. Hultzsch, Corpus Inscriptionum Indicarum, Vol. 1, pp. I ff.; Hirananda Sastri, The Asokan Rock at Girnar, pp. 8 ff.
2. D. R. Bhandarkar, Asoka, pp. 3 ff.
૩. સામાન્યતઃ આ અભિલેખ “ચૌદ શૈલ શાસનો” (Fourteen Rock Edicts) તરીકે ઓળખાય છે. એ ગિરનાર (ગુજરાત), કાલસી (ઉત્તર પ્રદેશ), ધૌલી (ઓરિસા), ૌગઢ (ઓરિસ્સા), એરગુડી (મદ્રાસ), સોપારા (મહારાષ્ટ્ર), માનસેરા (જિ. હઝારા, વાયવ્ય સરહદ, પશ્ચિમ પાકિસ્તાન) અને શહબાજગઢી(જિ. પેશાવર, વાયવ્ય સરહદ, પશ્ચિમ પાકિસ્તાન)માં મળ્યા છે.
૪. સામાન્યત: આ “ગિરનાર શૈલ શાસનો” (“Junagadh Rock Edicts”) કે “ચૌદ શેલ શાસને : ગિરનાર પાઠ" (Fourteen Rock Edicts : Girnar Version) તરીકે ઓળખાય છે, જ્યારે આ જ શૈલ પર કોતરાયેલા બીજા બે લેખ “જનાગઢ શિલ લેખ” (Junagadh Rock Inscription) તરીકે ઓળખાય છે. વસ્તુતઃ આ શૈલ જૂનાગઢ શહેરના પૂર્વના ગિરનાર દરવાજા અને ગિરનાર પર્વતની પશ્ચિમ તળેટીની વચ્ચેના ભાગ પર લગભગ અડધે અંતરે, દામોદર કુંડવાળી ખીણમાંથી સુવર્ણરેખા નદી બહાર નીકળે છે ત્યાં ભેંસલા ડુંગરની ઉત્તર તળેટીની હાંસમાં છે.
4. Bhagvanlal Indraji and Bühler, Indian Antiquary, Vol. VII, pp. 257 ff; Kielhorn, Epigraphia Indica, Vol. VIII, pp. 42 ff
૬. ......... મૌર્યચ રાસ : રજુ] [પત*] ચ રાષ્ટ્રિયેળ [ ન પુષ્યગુપ્તન कारितं( तम्) [1] अशोकस्य मौर्यस्य ते [?] यवनराजेन तुष[ स्फेनाधिष्ठाय પ્રા[T]ઝીમ ]ઝર્તા ](1) – પિત્ત ૮-૧
9. Hemchandra Raychaudhuri, Political Hstory of Ancient India, pp. 229 ft.