Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭૪ ]
મૌર્ય કાલથી ગુપ્તકાલ
[31.
E
એમાંથી નહેરા કરાવી. ક્ષત્રપકાલીન શૈલલેખમાં આવતા આ બે પ્રાસંગિક ઉલ્લેખા પરથી મૌ`કાલીન તિહાસ પર ઘણા પ્રકાશ પડે છે.
પહેલું તે। આ પ્રદેશ પર મૌય` રાજા ચંદ્રગુપ્તનું તથા એના પૌત્ર અશાકનું શાસન પ્રવૃત્યુ હોવાનું જાણવા મળે છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન રાજા બિંબિસાર અને અજાતશત્રુના સમયમાં મગધ(દક્ષિણ બિહાર)ના રાજ્યના અભ્યુદય થયેલા અને નધ્વંશના સમયમાં મગધનું સામ્રાજ્ય કલિંગ (એરિસા) અને દખ્ખણુ સુધી વિસ્તર્યુ હતું. એ દરમ્યાન મગધની સત્તા ગુજરાત સુધી પ્રસરી હતી કે કેમ એ જાણવા મળતું નથી, પરંતુ મગધમાં નંદવંશની સત્તાનું ઉન્મૂલન કરી એની જગ્યાએ મૌવંશની સત્તા સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્યનુ શાસન આ પ્રદેશ સુધી પ્રવતેલું હતુ એ રુદ્રદામાના શૈલલેખમાંના ઉલ્લેખ પરથી સ્પષ્ટતઃ જાણવા મળે છે. આ શાસન અશોક મૌના સમયમાં ય ચાલુ હતું એ ઉલ્લેખ પરથી મગધના મૌર્ય સામ્રાજ્યની સત્તા આ પ્રદેશ પર છેક ચદ્રગુપ્ત મૌ (લગભગ ઈ. પૂ. ૩૨૨-૨૯૮ )ના સમયથી ઓછામાં ઓછું. અશાક મૌય ( લગભગ ઈ. પૂ. ૨૭૩-૨૩૭)ના સમય સુધી ચાલુ રહી હોવાનું સ્પષ્ટ થાય છે. અશાકના ગિરનાર શૈલેખાને સમકાલીન પુરાવા આ ઉત્તરકાલીન ઉલ્લેખની ઐતિહાસિકતા સિદ્ધ કરે છે.
મગધના મૌર્ય સામ્રાજ્યનું શાસન સૈારાષ્ટ્ર પર પ્રવર્તે લુ એટલું તે અશેકના શૈલલેખાના સ્થાન પરથી તેમજ રુદ્રદામાના શૈલેખમાં આવતા ગિરિનગરના ઉલ્લેખ પરથી નિશ્ચિત થાય છે. આ પરથી એની સમીપમાં આવેલા કચ્છ તથા તળ ગુજરાતને પ્રદેશ પણ પ્રાયઃ મગધના મૌર્ય સામ્રાજ્યના શાસન નીચે હેાવાનું સ્પષ્ટ થાય છે. અશાકનું શાસન ગુજરાતની પૂર્વે આવેલ માળવામાં ૮ તથા દક્ષિણે આવેલ કાંકણમાં ૯ પ્રવતું એ પરથી આ સંભવને સમર્થન મળે છે. ૧૦ આમ ગુજરાતને સમસ્ત પ્રદેશ ત્યારે મગધના મૌ` સામ્રાજ્યના શાસન નીચે હતા એ લગભગ નિશ્ચિત ગણાય.
અશોકના શૈલલેખાના સ્થાન પરથી તેમજ રુદ્રદામાના શૈલલેખમાં આવતા ઉલ્લેખ પરથી માલૂમ પડે છે કે આ પ્રદેશનુ વહીવટી વડું મથક ત્યારે ગિરિનગર હતું. ગિરિનગર ગિરિની તળેટીમાં પ્રાયઃ એની પશ્ચિમે વસેલુ જણાય છે. ૧ ૧ આ વડા મથકમાં મૌય રાજ્યને રાષ્ટ્રિય૧૨ (રાષ્ટ્રપાલ) રહેતા. મુઘલ બાદશાહાના સૂબેદારોની જેમ મૌય સમ્રાટાના સવ રાષ્ટ્રિયાની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ રુદ્રદામાના શૈલલેખમાં સુદર્શન તડાક સંબંધી આપેલા ઉલ્લેખા પરથી એમાંના એ રાષ્ટ્રિયાનાં નામ જાણવા મળે છે.