Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૪
મૌર્યકાલ
આ અગાઉના કાલ સંબંધી પુરાવશેષીય સાધન પરથી તત્કાલીન માનવનાં જીવન તથા સંસ્કૃતિની કંઈક ઝાંખી થતી, પરંતુ એને કોઈ નક્કર કડીબંધ ઈતિહાસ જાણી શકાતે નહિ; બીજી બાજુ પુરાણો વગેરેમાં આવેલી અનુશ્રુતિઓ પરથી અમુક પુરાતન રાજવંશ તથા રાજાઓ વિશે માહિતી મળતી હતી, પરંતુ એ અનુકૃતિઓની ઐતિહાસિક્તા પ્રતિપાદિત કરતા પુરાવા મળતા નહોતા. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની નક્કર અને આધારભૂત માહિતી મેળવી શરૂ થાય છે મૌર્યકાલના આરંભથી, ખાસ કરીને આભિલેખિક સાધનને આધારે.
જૂનાગઢ-ગિરનારના માર્ગ પર આવેલ એક શેલ (ખડક કે મોટી શિલા) પર કોતરાયેલા, દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાના ચૌદ ધર્મલેખે એ ગુજરાતના સહુથી પ્રાચીન જ્ઞાત અભિલેખો છે. એમાં જણાવેલ દેવને પ્રિય પ્રિયદર્શી રાજા એ મૌર્ય સમ્રાટ અશોક હોવાનું પ્રતિપાદિત થયું છે. આ રાજાએ ધર્મભાવનાના પ્રચાર માટે પોતાના સામ્રાજ્યના અનેક પ્રદેશમાં આ શિલાલેખ છેતરાવ્યા હતા અને એની એક પ્રત સૌરાષ્ટ્રના આ સ્થળે કોતરાવેલી છે*(નકશો ૧). એ પરથી આ પ્રદેશ પણ અશોક મૌર્યના શાસન નીચે હોવાનું ફલિત થાય છે.
આ શૈલની બીજી બાજુ પર ચાર સદી બાદ કોતરાયેલ લેખમાં આવતા એક સીધા ઉલ્લેખ પરથી આ અનુમાનને સંગીન સમર્થન મળે છે. એ લેખા રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૧ લા ના સમયમાં શક વર્ષ ૭૨-૭૩ (ઈ.સ ૧૫૦-૫૧) ના અરસામાં લખાયો છે. એમાં ગિરિનગરના સુદર્શન તડાક(તળાવ)ના સેતુ (બંધ)ના ભંગ તથા પુનનિર્માણને વૃત્તાંત આપવામાં આવ્યું છે. આ વૃત્તાંતની અંદર એ જળાશયની ઉત્પત્તિ વિશે ય કેટલીક હકીકત આપવામાં આવી છે. એ પરથી જાણવા મળે છે કે આ જળાશય “મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય વૈશ્ય પુષ્યગુપ્ત કરાવેલું ; અને અશોક મૌર્યન (રાષ્ટ્રિય) યવનરાજ તુષાફે'
ક