Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૬૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
(પ્ર.
ચીની યાત્રી યુઅન સ્વાંગ (ઈ.સ. ૬૪૦માં) આ પ્રદેશને “સુરઠ” નામે ઓળખે છે. એ એની પરિમિતિ ૪૦૦૦ લી (લગભગ ૬૬૭ માઈલ) અને એની રાજધાની વલભીથી પશ્ચિમે ૫૦૦ લી. (લગભગ ૮૩ માઈલ) ના અંતરે જણાવે છે. ૨૧ એ આ નગરનું નામ આપતો નથી, પરંતુ એને ઉજજન ગિરિની પાસે જણાવે છે, તેથી એ નગર એ કાલનાં તામ્રપત્રોમાં જણાવેલું ગિરિનગર ' હોવાનું સ્પષ્ટ થાય છે. ઉજજત ગિરિની (ગિરનારની તળેટીમાં હાલના જૂનાગઢનું સ્થાન, જે વલભીની (હાલના વળાની) પશ્ચિમે ૮૭ માઈલ છે તે, ચીની યાત્રીએ જણાવેલ અંતરનું સમર્થન કરે છે.૮૨
- આ રાજધાનીની પરિમિતિ એ ૩૦ લી (પાચ માઈલ) જેટલી આપે છે. વળી એ ધે છે: “ત્યાં લગભગ ૫૦ વિધારે છે, જેમાંના મોટે ભાગે મહાયાન સંપ્રદાયના છે. દેવમંદિર સૌથી વધારે છે. આ પ્રદેશ સમુદ્રકાંઠે જતા ધોરી માર્ગ ઉપર હોવાથી તેઓ સમુદ્રને ઉપયોગ કરે છે. અને ધંધે વેપારીઓ છે. રાજધાની પાસે ઉજ્જત પર્વત છે. આ શિખર ઉપર એક વિહાર છે. એનાં ઘણાંખરાં મકાને ડુંગરમાંથી કેરી કાઢેલાં છે. એમાં ઘણાં વસે છે અને સરિતાઓ વહે છે. સંતે અને ઋષિઓ એની યાત્રાએ આવે છે અને અતીન્દ્રિય શક્તિવાળા ઋષિઓ ત્યાં એકત્રિત થાય છે.”૮૩
સાતમા સૈકામાં ભારતવર્ષમાં આવેલા યુઅને સ્વાગને સારાષ્ટ્ર, એનું નગર અને એને પર્વત ઊર્જત આવાં દેખાતાં હતાં.
આમ છતાં પુરાણોની પરંપરામાં ગિરિનગરનું નામ દેખાતું નથી.
નવમી-દસમી સદીઓમાં રાજશેખર (ઈ. સ. ૮૮૦ – ૨૦૦૪ પર્વતને જ ગિરિનગર' કહે છે, “પ નગરનું નામ આપતા નથી; અર્થાત આ અરસામાં નગરનું નામ બદલાઈ ગયું હોય અને પર્વતને જૂનું નામ વળગી રહ્યું હેય.
જૈન પરંપરામાં “નગર” તરીકે ગિરિનગરની સ્મૃતિ કુમારપાલના સમય સુધી તો ચાલુ રહી લાગે છે. સોમપ્રભાચાર્યે સંવત ૧૨૪૧ (ઈ. સ. ૧૧૯૫) માં કુમારપાલના મૃત્યુ પછી અગિયાર વર્ષે રચેલા ૮૬ “કુમારપાલ–પ્રતિબોધ' નામના ગ્રંથમાં ગિરિનગરને નિદેશ છેઃ “પછી ક્રમે કરીને એણે રૈવત પર્વતની હેઠે રહેલા નગર “ગિરિનયર” (ગિરિનગર) ની પાસે આગળ જવા પડાવ નાખે. ત્યાં રાજાએ (કુમારપાલે ભુવન-મંડન એ દશાહને મંડપ જોયો તથા અખાડા સાથેને ઉગ્રસેનને આવાસ (જે). વિસ્મિત મનથી રાજાએ મુનિનાથને (હેમચંદ્રાચાર્યને પૂછ્યું: આ શું છે? ગુરુ કહે છે. આ ઉગ્રસેનનું સ્થાન ગિરિનગર છે”૮૭ ઇત્યાદિ.