Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ વગેરે થયાં.૭૪ અર્થાત ઈ.સ. ૪૫૫ના ભાદ્રપદ (ગસ્ટ-સપ્ટેમ્બર)ના છઠ્ઠા દિવસે સુદર્શન ફાટયું અને ઈ.સ. ૪૫૬ ના ગ્રીષ્મમાં એનું સમારકામ થયું અને પછી શાસ્ત્રોકત વિધિ થયાં.
“ચક્રપાલિકે ધનને અપ્રમેય–ગણાય નહિ તેટલે બધ-વ્યય કર્યો. લંબાઈમાં સે હાથ, વિસ્તારમાં (પહોળાઈમાં) અડસઠ હાથ, અને ઊંચાઈમાં સાત (?) પુ ...૨૦૦ હાથનું તળાવ બાંધ્યું, સારી રીતે ઘડેલા પથ્થરથી (.૩૬-૩૭).
“જાતિથી દુછ નહિ (અનાતિતુમ્) એવું અને પ્રથિત પ્રસિદ્ધ કે વિસ્તૃત) એવું સુદર્શન તળાવ શાશ્વત કલ્પકાલ પર્યત ટકે એવું બાંધ્યું (લૅ. ૩૭).
કવિ ઈચ્છા વ્યક્ત કરે છે: “સુદઢ સેતુના કિનારા પર શોભા દર્શાવતાં ચકવાક, કૌચ અને હંસની પાંખેથી હલાવાતું, વિમલ સલિલ (યુક્ત).. પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર (હાય ત્યાંસુધી રહ) (શ્લે. ૩૮).
અને નગર પણ વૃદ્ધિમત, પૌરજનોથી ભરેલું, સેંકડો બ્રાહ્મણોએ ગાયેલા બ્રહ્મથી (વેદમંત્રથી) જેનાં પાપ નષ્ટ થયાં છે તેવું, સો વર્ષ સુધી ઈતિઓ (આફતો) અને દુર્ભિક્ષથી મુક્ત રહે (લે. ૩૯ ).”
આ અભિલેખને બીજો વિભાગ ઘણે ત્રુટિત છે, તોપણ એમાં મહત્ત્વના ઉલ્લેખ છે. પર્ણદતને “દીપને ગોતા અને મોટાઓને નેતા” કહ્યો છે (લે. ૪). (અહીં “દીપ” તરીકે સૌરાષ્ટ્રને અર્થ સમજવો જોઈએ.) એનો પુત્ર, જેણે ગોવિંદના ચરણમાં જીવિત અર્પણ કર્યું છે..... વિષ્ણુનાં પાદકમલ પ્રાપ્ત કરીને, ત્યાં મેટે ધનવ્યય કરીને, મેટા (લાંબા સમયે ચક્રપાલિતે ચક્રભૂત(વિષ્ણુ)નું ગૃહ કરાવ્યું, ગુપ્તાના કાલના વર્ષ ૧૩૮ માં” (લૈ. કર-૪૫); અર્થાત ઈસ. ૪૫૭-૫૮ માં.
જંયત અચલ (ગિરિ, માંથી જાણે ઉસ્થિત થતું હોય એમ તથા પુરના માથે પ્રભુત્વ કરતું હોય એમ ભાસે છે (લૈ. ૪૬). પક્ષીઓના માર્ગને રિતું પ્રકાશે છે (શ્લે. ૪૭).”
અભિલેખને આ બીજો ભાગ પછીના વર્ષમાં ઈસ. ૪૫૭–૪૫૮ માં લખાયો દેખાય છે, કારણ કે ૨૩મી પંક્તિમાં સુર્શન-તર-સંક્રૂર--ના સમાંતા એવું કથન છે.
આમ કંદગુપ્તના અભિલેખમાં ત્રણ વર્ષને ઇતિહાસ છે. ઈ.સ. ૪૫૫ ના ભાદ્રપદના છઠ્ઠા દિવસે સુદર્શન તળાવ ફાટયું, ઈસ. ૪૫૬ ના ગ્રીષ્મમાં ચક્રપાલિત