Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ] પહેલું પાટનગર ગિરિનગર
[૫૩ હતા, એની સાથે બીજા યવને પણ ગિરિનગરમાં હોય, એ કાયમી રહ્યા હોય એ સ્થિતિ પ્રાપ્ત છે. બેકગ્રીકેને ગિરિનગર પરિચિત હતું અને તેથી એમના રાજાઓએ પણ ગિરિનગરને પિતાના શાસન-નગર તરીકે ચાલુ રાખ્યું હોય.
એમના સિક્કાઓમાંથી એમ લાગે કે આ યવન રાજાઓ આર્ય સંસ્કૃતીકરણની” પ્રક્રિયામાં હતા, અને મિલિન્દાનન્દ્ર) તે પરમ બૌદ્ધ થઈ ગયો હતો. - જેમ મિનનગર “મિને”નું કે મેનન્દ્રનું નગર કલ્પી ગિરિનગરનું યવનકાલમાં બીજું નામ પડ્યાની કલ્પના કેટલાક વિદ્વાનોએ કરી તેમ પ્રો. લાસેન (Lassen) 117411 orta Casita Indiche Alterthum Skande Hi મત જાહેર કર્યો હતો કે “યવનગઢનું ભ્રષ્ટ રૂપ જૂનાગઢ છે. કાઠિયાવાડ ગેઝેટિયરને લેખક એના આ મતનું થોડુંક સમર્થન પણ કરે છે. જે આ નગર પહેલાં ઈરાની કે બૅટ્રિયન સૂબાઓનું અને શાહી વંશનું સ્થાન હોય તો આવી અટકળ એ દલીલ વિનાની ન ગણાય, અને એ ચોકકસ પૂરતી સંભવિત પણ છે, પરંતુ પોતે પુરાતનપુર, પૂર્વનગર, જીર્ણદુર્ગ, જીર્ણગઢ અને જૂનાગઢ એવી આ નગરનાં નામની પરંપરાને સ્વીકારવાના વલણના છે.”
પરંતુ આ પરંપરા “જૂનાગઢ” નામ પ્રચારમાં આવ્યું ત્યાર પછીની લાગે છે. દા. ત. ગિરનારમાહાભ્યમાં,
आदौ मणिपुरं नाम चन्द्रकेतुपुर स्मृतम् । . .
त्रेतायां रैवतं नाम कलौ पौरातनं पुरम् ॥ એટલે જૂનાગઢ નામને ક્યારે અને કેવી રીતે પ્રચાર થયો એ અંગેનાં પ્રમાણે અહીં તપાસવાં એ જરૂરનું છે. જિનપ્રભસૂરિવિરચિત “વિવિધતીર્થકલ્પ'” નામના ગ્રંથમાં રેવતકગિરિકલ્પસંક્ષેપમાં “નુકૂદ”ને નિર્દેશ છે વધારે સ્પષ્ટ ઉલ્લેખ રેવતગિરિકલ્પની વિસ્તૃત વાચનામાં છે. : “તેનપુર पुव्वदिसाए उग्गसेणगढं नाम दुग्गं। तस्स य तिणि नामधिज्जाई। तं जहा-उग्गसेणगढं તિ વા, વંરતું વા, કુળદુ ત વ ા૨ અર્થાત તેજલપુર (તેજપાલે વસાવેલું પુર)ની પૂર્વ દિશાએ ઉગ્રસેનગઢ નામે દુર્ગ છે, તેનાં ત્રણ નામ પ્રસિદ્ધ છે, તે આ - ઉગ્રસેનગઢ, અથવા ખંગારગઢ અથવા જુણદુગ્ગ.
જિનભદ્રસૂરિનાં “જુકૂડ” અને “જુદુગ”ને જૂનાગઢનાં પ્રાકૃત નામે ગણી શકાય.
જિનભદ્રસૂરિએ “વિવિધતીર્થ કલ્પના ક સમયના લાંબા ગાળામાં રહ્યા છે. આચાર્ય જિનવિજયજી માને છે કે એ રચતાં ઓછામાં ઓછા ત્રીસથી અધિક