Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૪ ]
સૌચ કાલથી ગુપ્તકાલ
[ત્ર.
વર્ષા જેટલા સમય લાગ્યો હાવા જોઈએ. ગ્રંથની પૂર્ણાહુતિ માટે વિ. સ. ૧૩૮૯ (ઈ. સ. ૧૭૩૨-૩૩)ના નિર્દેશ કેટલીક પ્રતિમાં છે, પરંતુ ગ્રંથના આંતરિક ઉલ્લેખા ઉપરથી આચાર્ય શ્રી જિનવિજયજી અનુમાન કરે છે કે સં. ૧૩૮૯ પછી પણ કેટલાક કા અવશ્ય રચાયા હતા.૬૩
જિનપ્રભસૂરિને માહમ્મદ તઘલકના દરબારમાં માટું માનનું સ્થાન હતું,૬૪ મેાહમ્મદ તઘલકના રાજ્યકાલ ઈ. સ. ૧૩૩૨ થી ઈ. સ. ૧૩૫૧ ના છે. ગિરનારના કિલ્લા એણે ઈ. સ. ૧૩૪૭ માં જીત્યા.
આ સંદર્ભોમાં મરહૂમ માલવી અમુઝફર નવી સાહેબનેા ‘જૂનાગઢ' નામ વિશેના મત ચવા યોગ્ય છે. તેએ કહે કે છે: “મારુ માનવું છે કે મેાહમ્મદ તગલકે એ (ગિરનારના કિલ્લા) છતી પેાતાના નામ ઉપરથી એ કિલ્લાનું નામ જૂનાગઢ રાખ્યું હતું, કારણ કે સુલતાનનું નામ મેાહમ્મદ જૂના હતું.” આના સમનમાં પેાતે કહે છે કે મેાહમ્મદ તઘલકને એને (સ્થળેાનાં નવાં નામ પાડવાનેા) ઘણા શાખ હતા, જેમકે દેવગઢને દોલતાબાદ બનાવવાથી એની સાબિતી મળે છે.''૬પ પરંતુ આ પછી મહમૂદ ખેગડાએ આ શહેરને “મુસ્તફાબાદ” એવુ નામ આપ્યું, પણ આ નામ પ્રચારમાં ન રહ્યું. જૂનાગઢ નામ કેમ પ્રચારમાં રહ્યું એનું કારણ નદવી સાહેબ એ આપે છે કે “મારા અભિપ્રાય મુજબ જૂનાગઢ નામના સ્વીકારનું કારણ એક એ પણ છે કે ‘જૂના’ અને ‘ગઢ' બન્ને શબ્દો ગુજરાતી ઝબાનમાં મેાજૂદ છે. ‘જૂના ના અર્થ પુરાણુ અને ‘ગઢ'ના અર્થ કિલ્લા થાય છે. લાકાએ પુરાણા કિલ્લાના અર્થ કરી સામાન્ય રીતે એના ઉપયાગ કર્યાં, કારણ “જૂનાગઢ” પ્રતિહાસામાં (મુસ્લિમ ઇતિહાસે માં) હંમેશાં ગિરનારના કિલ્લાના નામથી આવે છે. જૂનાગઢ શબ્દના પ્રથમ ઉપયેગ ‘તબકાતે અકબરી'માં થયા.'’૬૬
તાત્પ કે તગલક મોહમ્મદ જૂનાએ પેાતાના નામ ઉપરથી આ કિલ્લાનું નામ ‘જૂનાગઢ' પાડયુ’, પણ એ પ્રચારમાં રહ્યું એનું કારણ એ કે લેાકા એને પુરાણા દુગ તરીકે ઓળખતા હતા.
અર્વાચીન ગણાતા ગિરનાર માહાત્મ્યમાં પુરાણા પુરના નિર્દેશ છે ઃ
आदौ मणिपुरं नाम चन्द्रकेतुपुरं स्मृतम् । त्रेतायां रैवतं नाम कलौ पौरातन पुरम् ॥
૬૭