Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પર]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
રાજાધિરાજ અપલદતના, જૂનાગઢમાંથી મળેલા, રાશિમાં બે પ્રકાર છેએક ચેરસ અને બીજે ગોળ અને મોટે. ચોરસ સિક્કાની ચત્તી બાજુએ ઊભેલા એપોલેની આકૃતિ છે, જેના જમણે હાથમાં તીર છે. મથાળે અને આજુબાજુ ગ્રીક લખાણ છે, જેનો અર્થ થાય છે “રાજા ત્રાતા, પિતૃપ્રેમી (Father-Lover) અપલદતનો.” પાછલી બાજુએ ઍપલનું ત્રિપાઈ (Tripod), એક મૅને ગ્રામ સાથે ડાબી બાજુએ ખરોષ્ઠી અક્ષર “ર” અને મુદ્રણ પછી પ્રાકૃતમાં મારગર ત્રતરસ માતા છે.
ગાળ સિકકાઓની ચત્તી બાજુ રસ જેવી જ મુદ્રિત છે. પાછલી બાજુએ એપોલેનું ત્રિપેઈજેની જમણી–ડાબી બાજુએ ખરેણી-પ્રાકૃતમાં અને આજુબાજુ ગોળ મુદ્રણ મહીરાના ત્રતરસ અતિરે છે.૫૪
પેરિપ્લસને લેખક (ઈ.સ. ૭૦) કહે છે કે આજ દિન સુધી ગ્રીક લખાણવાળા અપલદત અને ૫ મેનના સિકકાઓ બરૂગઝ(ભરૂચ)માં પ્રચારમાં છે.
આ જ લેખક સુરાષ્ટ્રને (Surastrene) અર્થાત સુરાષ્ટ્રનું વર્ણન કરતાં કહે છે કે “આ ભાગમાં આજ દિન સુધી સિકંદરની ચડાઈનાં સ્મારકે, જૂનાં મંદિર, છાવણીઓના પાયા, અને મોટા કૂવાઓ વિદ્યમાન છે.” હવે ઇતિહાસ કહે છે કે આટલે સુધી સિકંદર આવ્યા જ ન હતો, એટલે આ કથનમાં નિર્દિષ્ટ મંદિર, છાવણીઓ અને કૂવાઓ સૈરાષ્ટ્રમાં બેકિટ્રયન-ગ્રીક આધિપત્યના અવશેષ છે એમ માનવામાં આવે છે.પ૬
પેરિસને લેખક (ઈસ. ૭૦) સુરાષ્ટ્રની રાજધાનીનું નામ મિનનગર આપે છે. . ગે.નો લેખક કહે છે કે પંડિત ભગવાનલાલ ઇંદ્રજી એમ ધારતા હતા કે “ગિરિનગર” ને ભૂલથી “મિનનગર” લખ્યું છે. પ૭ ટેલેમી (Ptolemy)ની ભૂગોળમાં ઉલ્લેખ છે કે સોરઠ અને મોનોપ્લેસમ અથવા માંગરોળ(સેરઠ)ના અંદરના ભાગમાં મિનનગર છે. આ બતાવે છે કે જૂનાગઢ કે ગિરનાર “મિનનગર” નામે પણ જાણીતાં હતાં. આ નામ “મિને” ઉપરથી પડ્યું હોય કે મિનેન્ડરના “મિન” ઉપરથી પડ્યું હોય, પરંતુ મિનનગર’ તો અન્યત્ર છે, એટલે લેમીને “અગ્રિનગર” એ કદાચ ગિરિનગર હેય એવી અટકળ કરવામાં આવે છે.૫૮ ગિરનાર મહાત્મમાં નિર્દિષ્ટ મણિપુર એ મિનનગરનું સૂચક છે એવું સૂચન જેકસને કર્યું છે.પ૯
આ બધી અટકળોમાં છે. ભગવાનલાલ ઇંદ્રજીની અટકળ વધારે બંધબેસતી લાગે છે. અશોકને સૈારાષ્ટ્રને અધિકારી યવન તુષાફ ગિરિનગરમાં જ શાસન કરતા