Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦ ] મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર અમિત્રન (લગભગ ઈ. પૂ. ર૯-૨૭૩) પાટલિપુત્રના સિંહાસને વિરાજે છે. ગિરિનગરના ઈતિહાસમાં એને નિર્દેશ એક બૌદ્ધ પાલી અનુકૃતિના કારણે કરવો જરૂરી છે. પતવર્યું અને એની ટીકા પરમત્યદીપની સુરના એક રાજા નામે પિંગલની કથા આપે છે : “એ બિંદુસારના રાજ્યના સોળમા વર્ષમાં ગાદીએ આવ્યો. એને નંદક નામે સેનાપતિ હતો, જેણે પિંગલને કોઈ એક “સ્થિરિટ્ટિ' (નાસ્તિક દષ્ટિ-દર્શન)માં શ્રદ્ધાવાળો કર્યો હતો. પિતાના નવા દર્શનના ઉલ્લાસમાં એણે પાટલિપુત્રના સમ્રાટ ધર્માશિકને પોતાના મતમાં લાવવાનો વિચાર કર્યો અને મોટી સેના સાથે એ પાટલિપુત્ર ઊપડો (પિંપો ના ધમ્માણો ગો ગોવા વાતું જતો), પણ એનું પરિણામ એ આવ્યું કે પિંગલ પોતે જ અશોકના બૌદ્ધ ધર્મમાં આસ્થાવાળે થયો.૪૭
બિંદુસાર પછી અશોકના શાસન નીચે આનર્ત-સૈરાષ્ટ્ર આવે છે એના બે પુરાવાઓને ઉપર નિર્દેશ થયો છે: ૧. ગિરનારની કટકશિલા ઉપર દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાની ધર્મલિપિઓ અને ૨. રદ્રદામાન અભિલેખ. અશોકના ગિરિનગરને અધિકારી યવનરાજ તુષાર્ફ હતો. એણે ચંદ્રગુપ્ત કરાવેલા તળાવને પ્રજાળીઓથી અલંકૃત કર્યું હતું અને રાજાને અનુરૂપ એ તળાવની રચના કરી હતી એનો નિર્દેશ ઉપર થયે છે.
ભડાવંશની અનુશ્રુતિ પ્રમાણે અપરાંત–જેમાં આનર્ત રાષ્ટ્ર-લાટ સમાવેશ થાય,–તેમાં ધર્મપ્રચાર કરવા માટે ધર્મરક્ષિતને મોકલવામાં આવ્યો હતો, જે પણ યવન હતો.૪૮
ગિરિનગરમાં ઈ.પૂ. ત્રીજા સૈકામાં થયેલી ધર્મઘોષણામાં મહત્ત્વ તે સાદા સદાચારને આપવામાં આવ્યું છે. ભારતવર્ષની બધી દિશાઓમાં અશોકની આ ધર્મલિપિઓ કોતરાયેલી છે. એનું પરિણામ લોકજીવન ઉપર વિચારીએ તો એમાં ભારતીય સંસ્કૃતિની એકતાનું મહત્ત્વવાળું કારણ દેખાશે.
ગુજરાતમાં વસેલી પ્રજાઓને સાંસ્કૃતિક ઈતિહાસ જોઈએ તે એમાં પશુદયા અને ધર્મસહિષણુતા એ બે લક્ષણો તરી આવશે. એનો અર્થ એવો નથી કે ત્યાં પ્રાણી-હિંસાને કે પંથકલોને સર્વથા અભાવ હતો. આવું તો માનવસમાજમાં બનવું દુષ્કર! પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં સમવાયો gવ સાધુ (ધર્માિિપ ૧૨) (સાથે મળીને રહેવું) એવું લઢણ કંઈક સમજાય છે. એમાં અશોકની ધર્મલિપિઓને કેટલે હિસે હશે એના સીધા પુરાવા તે મળે નહિ, પણ પ્રજાઓના સામાજિક-સામૂહિક જીવનમાં આવા સંસ્કારો એક વાર રાજશાસનથી કે ધર્મશાસનથી પડી ગયા હોય તે જાયે-અજાયે એ પ્રજાને વારસો થાય છે