Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[૪૯
૩જુ],
પહેલું પાટનગર ગિરિનગર ડાબેથી જમણે હોય (કક્ષળોમ્) અને જ્યાં સ્થલમાર્ગ અને જલમાર્ગ આવતા હોય તેવું પણ્ય-પુટભેદન હોય એટલે કે માલના પૂડાએ જ્યાં ઊઘડતા હોય તેવું બજાર અથવા જે આવું વાણિજ્ય વેપાર માટે અનુકૂળ હોય તેવું એ સ્થાનીય હોય.૪૧
માનસાર (ઈ.સ. ૫૦૦ થી ૭૦૦ ના ગાળામાં) જે સાત પ્રકારના દર્ભો ગણાવે છે તેમાં સૈ પ્રથમ ગિરિદુર્ગ છે. આ ગિરિદુર્ગના ત્રણ પ્રકારે છે : પર્વતોથી આવૃત મધ્યમાં, પર્વતની સમીપમાં અને પર્વતના અગ્ર પ્રદેશમાં ૪ર ગિરિનગર જો ગિરિત્રજના ધોરણે સ્થપાયું હોય તો એ કદાચ પહેલા પ્રકારન–પર્વતોથી આવૃત મધ્યમાં એવો ગિરિદુર્ગ હોય.
માનસાર પ્રમાણે નગરનું નાનામાં નાનું માપ ૧૦૦ x ૨૦૦ દંડ અર્થાત ૪૦૦ ૪ ૮૦૦ હસ્ત (cubit) અને મોટામાં મોટું માપ ૭૨૦૦ x ૧૪૪૦૦ દંડ અર્થાત ૨૮,૮૦૦ ૪ ૫૭,૬૦૦ હસ્ત આપવામાં આવ્યું છે.૪૩
ગિરિનગરના અવશેષો હજી પૂરતા પ્રમાણમાં શોધાયા નથી, અને જે શોધાયા છે તે ઉપરથી એ કયા પ્રકારનો ગિરિદુંગ હશે, એનો વિસ્તાર કેટલે હશે, એ ગાળ, ચોરસ, કે લંબચોરસ હશે એ ચોકકસ કહી શકાતું નથી.૪૪ પરંતુ ત્યાં સ્થલમાગે અને જલમાર્ગે વેપાર ચલાવતું વાણિજ્યકેન્દ્ર હતું એનાં સૂચનો આપણને મળે છે.
એ પ્રદેશમાં કુદરતી સરેવર હશે કે નહિ એ પણ આજે કહી શકાય નહિ, જેવું કે આબુ ઉપર નખી સરોવર છે કે નૈનીતાલમાં તેની સરોવર છે; પરંતુ જેમાં પાણી ન સુકાય તેવું તડાગ તો ચંદ્રગુપ્ત કરાવ્યું હતું, કદાચ સેતુ (બંધ) બાંધીને, અને એ રીતે એણે એ ઊણપને પૂરી કરી.
સેતુ બાંધીને બનાવેલા આ તળાવને લાભ નહેર દ્વારા ખેતીને મળતો હતો.
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ બાબતમાં સ્પષ્ટ આદેશ આપે છે: “તુવા: સનાં ચનઃ નિત્યાનુષ તો fહ વર્ષગુણામઃ સેતુવાપુ સેતુબંધ સસ્પેની યોનિ છે, અર્થાત સેતુબંધથી અનાજ ઉત્પન્ન થાય છે. સેતુથી થયેલી વાવણને વરસાદના ગુણને પણ લાભ મળે છે.૪૫ આ સેતુબંધની વ્યવસ્થા રાજ્ય કરતું એટલે એના ઉપર કર લેવાતો. સમાહર્તાએ (એટલે આજના રેવન્યૂકલેકટરે) દુર્ગ, રાષ્ટ્ર, ખાણ, વન, વ્રજ, વણિકૃપથ ઉપર જેમ કર ઉઘરાવવાની નજર રાખવાની તેમ સેતુ ઉપર પણ રાખવાની.૪૧ ઇ–૨-૪