Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ)
પહેલું પાટનગરઃ ગિરનગર
[૩૯
- આર્યસ્થામાચાર્ય(આશરે ઈ. ૧૪૦-૧૫)-વિરચિત પ્રજ્ઞાપના નામના ઉપાંગમાં સાડાપચીશ આર્યક્ષેત્રની તેઓમાંનાં પ્રમુખ નગરે સહિતની પરંપરા આપી છે તેમાં વીરવર્સ ચ દુર દ્વારવતી નગરી અને સુરાષ્ટ્ર દેશને નિર્દેશ છે.
ઈસના ચોથા પાંચમા સૈકામાં થયેલા ગણાતા શ્રીસંઘદાસગણિવાચક વિરચિત “વસુદેવહિંડી” નામના કથાગ્રંથમાં મજટ્ટા કહેતાં આનર્તો, વૃક્ષા કહેતાં કુસઠ (કુશાવર્ત), સુરા કહેતાં સુરાષ્ટ્રો અને સુવે કહેતાં શુષ્કરાષ્ટ્રો નામના ચાર જનપદોને “પશ્ચિમસમુદ્રસંસ્થિતા: પશ્ચિમ સમુદ્રકાંઠે આવેલા કહ્યા છે, અને આ જનપદના અલંકારભૂત વારવતી-દ્વારવતીનું વર્ણન કર્યું છે. એ નગરીની બહાર રૈવત નામના પર્વતને ટૂંકે વર્ણનપૂર્વક નિર્દેશ છે. “આ તારવતી નગરીમાં ધર્મભેદોના જેવા લેકહિત કરનારા દશ દશારે (દશાહેજાદવો) રહે છે.
આ ઉપરાંત બીજા પ્રાચીન જૈન ગ્રંથોમાં પણ આ અનુશ્રુતિ મળે છે.
આમ બ્રાહ્મણ અને જૈન અનુશ્રુતિઓ આનર્ત-સુરાષ્ટ્રની નગરી તરીકે દ્વારવતીદ્વારકાને નિર્દેશ કરે છે. એ જ રીતે બંને પરંપરાઓ દ્વારવતી અને યાદવોને પણ સંકલિત કરે છે.
આ અનુશ્રુતિની વિરુદ્ધ કશું પ્રમાણ નથી અને એમાં કશું અસંભવિત નથી, એ ન્યાયે એને મહાભારત યુગની એક સંભવિત ઈતિહાસ-વસ્તુ તરીકે માનવામાં પ્રમાણબાધા નથી.
આ બાબતને હરિવંશની અનુકૃતિઓને આધારે તપાસવાથી ગિરિનગરના અસલ સ્થાન જેવા “ગિરિપુર”ની ભાળ લાગે છે, કદાચ દ્વારકાના અસલ સ્થાનનું સામીપ્ય પણ એમાંથી ફલિત થાય.
મથુરામાંથી યાદવોના પલાયનની કથા હરિવંશમાં વષ્ણુપર્વના અ. પદમાં આપી છે, પણ એ પરિભ્રમણ કયા કયા સ્થળેથી થયું એનું કાઈ વર્ણન મળતું નથી, પરંતુ અંતિમ કે ઉપાંત્ય સ્થળને નિર્દેશ છે. મોખરે રણવિદ યાદવો હતા, વાસુદેવ પુરોગામી-અગ્રેસર, એ રીતે સંઘ સિંધુરાજના અનૂપ-કહેતાં જલપૂર્ણ પ્રદેશે આવી પડ્યો (mતુર્યપુઠ્ઠાવાદ) અને અહીં બધાને આનંદ થયો. આ પ્રદેશનું આગળ વર્ણન કરતાં એને સિંધુરાજનો વિષય–અર્થાત સિંધુરાજને દેશ કહ્યો છે. એ વિપુલ દેશ સાગરથી ઉપરોભિત હતો ઈત્યાદિ. ત્યાં નાતિદરે વિતક નામે પર્વત બધી બાજુએ વિરાજત હતા (સર્વતોડમિવિરાગતે). એ પર્વતમાં દ્રોણે ચિરકાલ વાસ કર્યો હતો. એમાં ઘણું પુરુષો હતા અને એ સર્વ રત્નોથી ભાસુર હતો. એ રાજાની વિહારભૂમિ ત્યાં જ સારી રીતે બનાવવામાં આવી હતી.