________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧) ગાથા-૨-૩ જ્ઞાનનું ફળ વિરતિ છે તેથી વિરતિની આચરણામાં ઉપયોગી એવાં ચારિત્રાચારનો યથાર્થ બોધ કરે છે અને શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રવચનાનુસાર ચારિત્રાચાર પાળવામાં ઉદ્યમ પણ કરે છે. આમ છતાં દ્રવ્યાનુયોગના વિચાર પ્રત્યે ઉપેક્ષાવાળા છે, તેઓ ચારિત્રના સારને પામ્યા નથી; કેમ કે ચારિત્રનો સાર વીતરાગતાને અનુકૂળ મહાપરાક્રમ છે અને વીતરાગતાને પ્રગટ કરવા માટે દ્રવ્યાનુયોગ પ્રબળ કારણ છે અને તે દ્રવ્યાનુયોગ પ્રત્યે ઉપેક્ષા કેળવીને માત્ર ચારિત્રાચારમાં રત રહેનારા સાધુ ભગવાનના વચનના પરમાર્થને પામ્યા નથી. એમ સમ્મતિગ્રંથમાં કહ્યું છે અને ભગવાનના શાસ્ત્રના પરમાર્થને જાણનારા એવાં બુધ પુરુષને સમ્મતિનું કથન મનમાં વસે છે; કેમ કે ભગવાન વિતરાગ છે અને વિતરાગ થવા માટે ઉપાયરૂપે સર્વ શાસ્ત્રો બતાવ્યાં છે અને વીતરાગ થવાના પ્રબળ કારણ એવાં દ્રવ્યાનુયોગનો વિચાર કર્યા વગર માત્ર ચારિત્રની ક્રિયાથી નિસ્વાર થશે નહીં એવાં સમ્મતિના વચનનો પરમાર્થ બુધ પુરુષો જાણી શકે છે. પરંતુ જેઓ ચારિત્રની બાહ્ય આચરણાને જોનારી દૃષ્ટિવાળા છે, તેઓને દ્રવ્યાનુયોગના વિચારમાં કાંઈ તત્ત્વ દેખાતું નથી. પરંતુ ચારિત્રાચારને બતાવનારા આચારના વચનમાં જ તત્ત્વ દેખાય છે. તેથી તેવા બાહ્યદૃષ્ટિવાળા જીવોના ચિત્તમાં સમ્મતિનું વચન વસે નહીં. ૧/શા
અવતરણિકા -
એ કહિઉં તેહ જ દઢઈ છ0 –
અવતરણિકાર્ચ -
એ કહ્યું તે જ દઢ કરે છે – ભાવાર્થ -
ગાથા-રમાં “સમ્મતિની સાક્ષી આપીને કહ્યું કે દ્રવ્યાનુયોગના વિચાર વગર કેવળ ચરણસિત્તરી, કરણસિત્તરીનો કોઈ સાર નથી. એમ જે કહ્યું તેને જ ગ્રંથકારશ્રી દઢ કરે છે.
ગાથા :
શુદ્ધાહારાદિક તનુ યોગ, મોટો કહિઓ દ્રવ્ય-અનુયોગ;
એ ૩૫શલાદિક ગ્રંથિ, સાષિ લહી ચાલો શુભ પંથિ. ll૧/૩ ગાથાર્થ
શુદ્ધ આહારાદિક તનુયોગ છેઃનાનો યોગ છે. મોટો દ્રવ્યાનુયોગ કહ્યો છે. એ પ્રકારની ઉપદેશપદાદિક ગ્રંથની સાક્ષી લઈને શુભ પંથમાં ચાલો દ્રવ્યાનુયોગની મહાનતા સ્વીકારીને તેની પ્રાપ્તિ થાય તેવા શુભપંથમાં ચાલો. ૧/૩ ટબો :
શુદ્ધાહાર-૪ર દોષરહિત આહાર, ઈત્યાદિક યોગ છઈ, તે તન-કહેતાં નાન્હા