________________
૧૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭ આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરીને જે પ્રકારે કદર્થના પામ્યો છે તેની યથાર્થ વિચારણા કરનારા હોય છે, તેથી ચાર ગતિના પરિભ્રમણની કદર્શનારૂપ ભવથી સદા ઉગવાળા હોય છે અને તેના કારણે ચાર ગતિઓના પ્રાપ્તિના કારણભૂત સંસારની પ્રવૃત્તિઓને દૂર કરીને યોગમાર્ગની પ્રવૃત્તિને સ્થિર કરવા માટે સદા પ્રયત્ન કરે છે જે નિર્વેદનો પરિણામ છે. (૪) અનુકંપા -
વળી, સમ્યગ્દષ્ટિ જીવો તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિવાળા હોય છે, તેથી સંસારી જીવોનાં શારીરિક, માનસિક દુઃખોને જોઈને તેઓના પ્રત્યે કરુણાના પરિણામવાળા હોય છે. માટે જે જીવોનાં દુઃખોનું જે પ્રકારે નિવારણ પોતાનાથી શક્ય હોય તે પ્રકારે તેઓનાં દુઃખના નિવારણ માટે સમ્યગ્દષ્ટિ જીવો ઉચિત યત્ન કરે છે જે અનુકંપાનો પરિણામ છે. (૫) આતિક્યઃ
વળી, સમ્યગ્દષ્ટિજીવો સુપરીક્ષક હોવાથી તત્ત્વના માર્ગની સ્વશક્તિ અનુસાર પરીક્ષા કરીને સર્વશે કહેલો માર્ગ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી નિર્ણય કરીને તેનો સ્વીકાર કરે છે, તેથી તેઓને સ્થિર શ્રદ્ધા હોય છે કે “સર્વજ્ઞ જે કાંઈ કહ્યું છે તે યુક્તિથી અને અનુભવથી સંગત છે માટે નિઃશંક છે, સત્ય છે.”, તેથી પોતાની મંદ બુદ્ધિના કારણે કોઈક સ્થાનમાં સર્વજ્ઞનાં વચનોનો યથાર્થ અર્થ યુક્તિથી અને અનુભવથી નિર્ણય ન કરી શકે તોપણ ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા હોય છે. જે આસ્તિક્યનો પરિણામ છે.
આ પ્રશમ આદિ પાંચ ભાવોના બળથી જીવમાં સમ્યગ્દર્શન છે કે નહિ તેનો નિર્ણય થઈ શકે છે. માટે પ્રશમ આદિ સમ્યગ્દર્શનના નિર્ણય કરવાનાં લિંગો છે.
અહીં વિશેષ એ છે કે સમ્યક્તની પ્રાપ્તિ સાથે આસ્તિક્ય ગુણ પ્રગટે છે અને ત્યારપછી ઉપર ઉપરના ગુણસ્થાનકમાં અનુકંપા આદિ ભાવો પ્રગટે છે એમ અન્ય ગ્રંથોમાં કહેલ છે, ત્યાં પ્રશમાદિ ભાવોનો અર્થ વિશેષ પ્રકારનો ગ્રહણ કરેલ છે, તેથી સમ્યક્તની સાથે પ્રશમાદિ સર્વભાવો પ્રગટ થતા નથી પરંતુ ક્રમસર ગુણસ્થાનકની વૃદ્ધિથી પશ્ચાનુપૂર્વીથી પ્રશમાદિ ભાવો પ્રગટે છે. જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં તો સમ્યગ્દષ્ટિ જીવને પોતાનામાં સમ્યક્ત પ્રગટ્યું છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે ઉપયોગી સમ્યગ્દર્શનનાં લિંગોનો બોધ કરાવવો છે, તેથી ઉપદેશકે, શ્રોતાને અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી થનારા પ્રથમ આદિ પાંચે ભાવોને ગ્રહણ કરીને સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવેલ છે જેથી જે જીવમાં સમ્યગ્દર્શન હોય તે જીવમાં અવશ્ય આ પાંચે ભાવો હોય છે તેવો નિર્ણય થાય છે. ફક્ત સમ્યગ્દષ્ટિ જીવ પણ સમ્યક્તને લઈને અન્ય ભવમાં જાય અને ગર્ભાદિ અવસ્થામાં હોય ત્યારે દેહનો તે પ્રકારનો વિકાસ નહિ હોવાથી તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ હોવા છતાં વ્યક્તરૂપે પ્રશમ આદિ ભાવો દેખાતા નહિ હોવા છતાં તે સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે દેહથી વિકાસ પામે છે ત્યારે તેમનામાં વર્તતી નિર્મળ દૃષ્ટિને કારણે પ્રથમ આદિ ભાવો દેખાય છે. ૭/૧૪ ll