________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૩ | સૂત્ર-૭
૧૭ ભગવાન વડે કહેવાયું છે એ પ્રકારે સ્વીકારરૂપ આસ્તિક્ય. ત્યારપછી=પ્રશમ આદિનો અર્થ કર્યા પછી, સમાસ સ્પષ્ટ કરે છે – પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યની અભિવ્યક્તિ=ઉભીલનરૂપ, સ્વરૂપ સત્તા ખ્યાપક છે જેનેઅનુમાપક છે જેને, તે તેવું છે=પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યની અભિવ્યક્તિ-વાળું છે, તે=સમ્યગ્દર્શન છે. II૭/૧૪૦ ભાવાર્થ :
યોગ્ય ઉપદેશક શ્રોતાની બુદ્ધિ અનુસાર કહે કે જિનવચનના શ્રવણ આદિથી દર્શનમોહનીયનો ક્ષયોપશમ આદિ થાય છે, તેના કારણે તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટે છે. જેના ફળરૂપે જીવમાં પ્રથમ આદિ ભાવો પ્રગટે છે જે ભાવોના બળથી પોતાનામાં સમ્યગ્દર્શનનો પરિણામ છે કે નહિ, તેનો નિર્ણય આરાધક જીવ કરી શકે છે. પ્રથમ આદિ ભાવોનું સ્વરૂપ બતાવતાં કહે છે – (૧) પ્રશમ :
તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલ હોવાથી સ્વભાવથી જ કેટલાક જીવોમાં ક્રોધાદિ ક્રૂર કષાયોનો નિરોધ થાય છે. વળી, કેટલાક જીવોમાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ્યા પછી તે જીવો વારંવાર ક્રોધાદિ ક્રૂર કષાયોના કટુ ફળનું અવલોકન કરે છે તેના કારણે તેવા કષાયો નિમિત્તને પામીને પણ સમ્યગ્દષ્ટિ જીવમાં ઉદ્ભવ પામતા નથી.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોને અનંતાનુબંધી કષાયોનો ઉપશમ વર્તે છે, તેથી તેઓમાં નિમિત્તને પામીને રાગાદિ ભાવો ઉસ્થિત થતા હોય, તોપણ તીવ્ર સંક્લેશ કરાવે તેવા રાગાદિ થતા નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો નિર્મળ પ્રજ્ઞાને કારણે સદા વિચારે છે કે જ્યારે જ્યારે રાગાદિ ભાવો જીવમાં વર્તે છે ત્યારે તેના વિકારને કારણે તત્કાલ જ ક્લેશરૂપી ફળ મળે છે. વળી, તે વિકારોને કારણે દેહમાં પણ શારીરિક પ્રક્રિયાની વિકૃતિ થવાથી રોગાદિ ઉત્પન્ન થાય છે. વળી, કષાયોના ક્લેશના કારણે કર્મબંધ અને દુર્ગતિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે ચિંતવન કરીને સમ્યગ્દષ્ટિ જીવો સદા કષાયોના નિરોધ માટે ઉદ્યમ કરનારા હોય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવોમાં અનંત સંસારનું કારણ બને તેવા અનંતાનુબંધી કષાયો સદા નિરોધને પામેલા હોય છે. (૨) સંવેગ -
વળી, સમ્યગ્દષ્ટિ જીવોમાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલી હોવાથી સર્વકર્મરહિત આત્માની અવસ્થા તેને સુંદર જણાય છે, તેથી સંસારના નાશના અભિલાષરૂપ નિર્વાણનો અભિલાષ સમ્યગ્દષ્ટિ જીવોમાં સદા વર્તે છે જે સંવેગનો પરિણામ છે. (૩) નિર્વેદ - વળી, સમ્યગ્દષ્ટિ જીવો નિર્મળ દૃષ્ટિવાળા હોવાથી શાસ્ત્રવચન અનુસાર અનાદિકાળથી પોતાનો