________________
૧૯
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
અને ક્રિયાવાદી સામાન્યની અંતઃપુદગલપરાવર્તાવ્યંતર સંસારપણારૂપે નિયમથી જે શુક્લપાક્ષિકત્વની અનુપાતિ છે. તેનો ક્રિયારુચિરૂપ શુક્લપક્ષથી શુક્લપાક્ષિકત્વનું અવલંબન લઈને પરિહાર કરવો જોઈએ. આથી જ=ક્રિયારુચિરૂપ શુક્લપક્ષથી શુલપાક્ષિકપણાનું અવલંબન લીધું આથી જ, અક્રિયાવાદીનું પણ નિયમથી કૃષ્ણપાક્ષિકપણું સંગત થશે. વળી, ભગવતીમાં શુક્લપાક્ષિક અને કૃષ્ણપાક્ષિકનું કથન છે તે કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરે છે – “ક્રિયાનો પક્ષ જ શુક્લ છે=મોક્ષને અનુકૂળ એવી ઉચિત ક્રિયાનો પક્ષ સમ્યગ્દષ્ટિ સ્વીકારે છે તે જ શુક્લ છે, વળી, અક્રિયાનો પક્ષ કૃષ્ણ છે”. “તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. એથી અન્યથા–આ પ્રકારના સ્વીકારથી વિપરીત એવા, નિરવધારણપક્ષના આશ્રયણમાં=ક્રિયાપક્ષ જ શુક્લ છે, એ પ્રકારના એવકાર રહિત “ક્રિયાપક્ષ શુક્લ છે એ પ્રકારના સ્વીકારમાં ક્રિયાવાદીની જેમ અક્રિયાવાદી પણ સમ્યગ્દષ્ટિ થાય.
અથવાથી અન્ય પ્રકારે દશાશ્રુતસ્કંધચૂણિ અને ભગવતીસૂત્રના વચનના વિરોધનો પરિહાર કરે છે. દશાશ્રુતસ્કંધચૂણિમાં શુક્લપાક્ષિકપણું ઉત્કૃષ્ટથી, પુદ્ગલપરાવર્ત સંસારિજાતીયત્વ અને તેનાથી અધિક સંસારીજાતીયત્વ કૃષ્ણપાક્ષિકપણું વિવક્ષિત છે એથી અદોષ છે=ભગવતીસૂત્ર કરતાં અન્ય પ્રકારના દશાશ્રુતસ્કંધચૂણિના કથનમાં અવિરોધ છે, એ પ્રમાણે પ્રતિભાસ છે. વળી, તત્વ બહુશ્રુતો જાણે છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ભદ્રકપ્રકૃતિવાળા મિથ્યાદૃષ્ટિ જીવોના ગુણોની અનુમોદના થઈ શકે તે શાસ્ત્રવચનથી સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી મિથ્યાષ્ટિના ગુણોની અનુમોદના ન થઈ શકે તે બતાવવા અર્થે કહે છે – જેમ સંયમની ક્રિયા કે સમ્યક્તાદિ પુણ્યપ્રકૃતિના હેતુ છે તેમ સુધા, તૃષાનું સહન, ગળામાં ફાંસી નાંખીને મરણ પામવું, વિષભક્ષણાદિ પણ પુણ્યપ્રકૃતિના હેતુ છે. તેથી તે રીતે સુધા-તૃષાદિને વેઠીને કે અન્ય રીતે પુણ્યપ્રકૃતિ બાંધીને જીવો વ્યંતરાદિ ભવોમાં જાય છે. માટે પુણ્યપ્રકૃતિના હેતુને અનુમોદ્ય સ્વીકારીએ તો સુધાદિને પણ અનુમોદ્ય સ્વીકારવાની આપત્તિ આવે. વળી, પુણ્યપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત એવા ધર્મરૂપ આત્માના પરિણામને જ અનુમોદ્ય સ્વીકારવામાં આવે તો ચક્રવર્તી સ્ત્રીરત્નાદિની ઉપભોગ કરે છે, તે ઉપભોગનો પરિણામ પણ પુણ્યપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત એવો આત્માનો પરિણામ છે તેને અનુમોદ્ય સ્વીકારવું પડે. વળી, સમ્યક્તના નિમિત્તમાત્રને અનુમોદ્ય સ્વીકારીએ તો સમ્યક્તની પ્રાપ્તિમાં નિમિત્ત સુગુરુનો યોગ અને જિનપ્રતિમાદિ છે તેમ અકામનિર્જરા કે આપત્તિ આદિ પણ સમ્યક્તની પ્રાપ્તિમાં નિમિત્ત છે. માટે અનામનિર્જરા આદિને પણ અનુમોદ્ય સ્વીકારવાની આપત્તિ આવે. તેમાં પૂર્વપક્ષી આવશ્યકનિયુક્તિની સાક્ષી આપે છે.
તેનાથી એ પ્રાપ્ત થાય કે અનુકંપાથી પણ જીવની વિશુદ્ધિ પ્રાપ્ત થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે અને અકામનિર્જરાથી પણ તથા પ્રકારની જીવની વિશુદ્ધિ પ્રાપ્ત થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. વળી,