________________
૩૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
અહીં પૂર્વપક્ષી કહે કે સકામનિર્જરા તપથી થાય છે. મિથ્યાષ્ટિને પારમાર્થિક તપ નથી માટે સકામનિર્જરા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે માર્ગાનુસારી મિથ્યાષ્ટિ જીવો પણ ચાંદ્રાણ, કૃચ્છ આદિ તપો કરે છે એ પ્રમાણે યોગબિંદુમાં કહેલ છે. આથી માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિ તે તપો કરીને પણ મોક્ષને અનુકૂળ કંઈક ભાવો કરે છે માટે સકામનિર્જરા થાય છે. વળી, માત્ર તપથી જ સકામનિર્જરા થાય છે તેવું નથી. પરંતુ મોક્ષમાર્ગને અનુકૂળ એવા અનુષ્ઠાનમાત્રથી સકામનિર્જરા થાય છે. તેથી એ ફલિત થાય કે જે જે ઉચિતાનુષ્ઠાનો છે તે તે ઉચિતાનુષ્ઠાન સ્વ સ્વ ભૂમિકાના કષાયોનું તિરોધાન કરીને ઉત્તર ઉત્તર ભૂમિકાની પ્રાપ્તિનાં કારણો છે. તેથી તે અનુષ્ઠાનથી સકામનિર્જરા થાય છે. તપ પણ સ્વભૂમિકાને અનુરૂપ વિવેકપૂર્વક કરવામાં આવે તો ઉત્તરના યોગમાર્ગની ભૂમિકાનું કારણ બને છે.
વળી, સ્પષ્ટ મોક્ષાભિલાષવાળા પણ મિથ્યાદૃષ્ટિ જીવોને ભગવાનના વચનથી વિપરીત રુચિરૂપ અસદ્ગત પ્રબલ હોય તો તેઓ નિર્જરાની કામનાથી અત્યંત કષ્ટકારી સર્વાનુષ્ઠાનો જિનવચનાનુસાર કરતા હોય તોપણ તે અનુષ્ઠાનના ફળરૂપે સકામનિર્જરા થતી નથી; કેમ કે પ્રબલ અસદ્ગહ હોવાને કારણે તે અનુષ્ઠાનના બળથી પણ તેઓ મોક્ષને અનુકૂળ તેવો કોઈ માર્ગાનુસારીભાવ કરી શકતા નથી. વળી કોઈ પ્રકારનો મોક્ષનો અભિલાષ કે નિર્જરાનો અભિલાષ નહીં હોવા છતાં ભદ્રકપ્રકૃતિને કારણે સ્વાભાવિક અનુકંપાદિ ગુણવાળા મેઘકુમારના જીવ એવા હાથીને અનુકંપાના અધ્યવસાયના ફળરૂપે સકામનિર્જરાની પ્રાપ્તિ થઈ. આનાથી એ ફલિત થાય છે કે પાંચ પ્રકારનાં અનુષ્ઠાનમાં તદ્ધત અને અમૃત અનુષ્ઠાન બેથી સકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે માર્ગાનુસારી ભદ્રકપ્રકૃતિવાળા જીવો આલોકની આશંસાથી કે પરલોકની આશંસાથી ધર્માનુષ્ઠાન કરતા હોય છતાં તેઓની આલોક-પરલોકની આશંસા સામગ્રી પામીને નિવર્તન પામે તેવી હોય તો તેઓની આલોક-પરલોકની આશંસા પ્રબલ અસદુગ્રહથી દૂષિત નહીં હોવાને કારણે તદ્ધતુઅનુષ્ઠાન બને છે. તેથી આલોક-પરલોકની આશંસાવાળા અનુષ્ઠાનથી પણ તેઓ કંઈક અંશથી સકામનિર્જરા પ્રાપ્ત કરે છે અને તે સકામનિર્જરાના બળથી ઉત્તરના ઉચિત યોગમાર્ગને પ્રાપ્ત કરે છે. આથી જે જે અનુષ્ઠાન અનુચિત હોય તે અકામનિર્જરાનું અંગ છે તેમ કહેલું છે.
તેથી જેઓ ભગવાનના વચનનિરપેક્ષ સંયમની ક્રિયાઓ કરતા હોય અને અજ્ઞાનને કારણે તેઓની પ્રવૃત્તિ વિપરીત હોવા છતાં સામગ્રી મળે તો વિપરીત જ્ઞાન નિવર્તન પામે તેવા છે અને સ્વશક્તિ અનુસાર જિનવચનાનુસાર યત્ન કરે તેવા છે તેઓનું તે અનુષ્ઠાન ઉચિત હોવાથી સકામનિર્જરાનું અંગ છે. વળી, જેઓ જિનવચનથી વિપરીત લોકપ્રવૃત્તિ અનુસાર સંયમનાં અનુષ્ઠાન કરે છે અને પોતે જે પ્રમાણે કરે છે તેમાં જ સંતોષવાળા છે, વારંવાર જિનવચનાનુસાર કરવાનો અભિલાષ કરતા નથી કે સામગ્રી પામીને તેવા અભિલાષવાળા થાય તેવા નથી, તેઓનું અતિ કષ્ટકારી એવું પણ સંયમનું અનુષ્ઠાન અનુચિત અનુષ્ઠાન હોવાથી અકામનિર્જરાનું જ અંગ છે.
વળી, ધર્મબિંદુ પ્રકરણ અધ્યાય-૯, સૂત્ર-૧૫ની વૃત્તિના વચનાનુસાર જે બળદાદિ અભિલાષ વગર કષ્ટો વેઠે છે તેઓને જે નિર્જરા થાય છે તે અકામનિર્જરા છે. તે પ્રમાણે વિપર્યાસવાળા મોક્ષાભિલાષવાળા