________________
૨૪૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પર
અદષ્ટ અદ્વારકત્વ વિશેષણ દેવું જોઈએ. એથી અદષ્ટ અદ્વારક મરણ ઉદ્દેશક મરણાનુકૂલ વ્યાપારવત્વ જ હિંસા ન્યાયશાસ્ત્રસિદ્ધ છે.
વળી ત્રીજો પક્ષ અવશેષ રહે છે પ્રથમ બે પક્ષ પ્રમાણે કેવલીમાં આભોગને કારણે ઘાતકત્વ સંગત થતું નથી એમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તેથી હવે સ્વમતિવિકલ્પિતવ્યવહારરૂપ ત્રીજો પક્ષ જ અવશેષ રહે છે. વળી, તે ત્રીજો વિકલ્પ, સ્વમતિથી વિકલ્પિતપણું હોવાને કારણે જ સ્વશાસ્ત્રની પ્રતિજ્ઞાની બાધા હોવાથી જૈનદર્શનના વચનાનુસાર કહેવાની પ્રતિજ્ઞાની બાધા હોવાથી મહાદોષાવહ છે, એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે. ભાવાર્થ -
પૂર્વપક્ષી કહે છે કે કેવલીના યોગથી અવયંભાવી હિંસા છે તેમ માનીને કેવલીના યોગને પામીને પણ અશક્યપરિહારરૂપ હિંસા તમે સ્વીકારશો તો કેવલી જાણતા હોવા છતાં ગમનાદિ પ્રવૃત્તિ કરે તો આભોગપૂર્વકની હિંસા હોવાને કારણે ભગવાનને ઘાતકત્વની પ્રાપ્તિ છે અર્થાત્ ભગવાનમાં જીવોને ઘાત કરવાનો પરિણામ છે તેમ માનવાની આપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
કેવલીના યોગથી અવયંભાવી જીવ વિરાધનામાં આવ્યોગ હોવાને કારણે તમે ભગવાનને જે ઘાતકત્વ છે તેમ આપાદન કરો છો તે (૧) લોકોત્તર વ્યવહારથી છે? (૨) લૌકિક વ્યવહારથી છે ? કે (૩) સ્વમતિવિકલ્પિત વ્યવહારથી છે? આ ત્રણ વિકલ્પથી અન્ય કોઈ વિકલ્પ કેવલીને ઘાતત્વ સ્વીકારવામાં સંભવતો નથી.
આ ત્રણ વિકલ્પમાંથી લોકોત્તર વ્યવહારથી કેવલીનું ઘાતકપણું પ્રાપ્ત થાય છે એમ પૂર્વપક્ષી કહે તો તે સંગત નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
લોકોત્તર ઘાતકત્વના વ્યવહારમાં આભોગથી જીવવિરાધનામાત્રનું અકારણપણું છે.
આશય એ છે કે સંયમની વૃદ્ધિ અર્થે કોઈ મહાત્મા નદી ઊતરે છે ત્યારે આભોગપૂર્વક જીવવિરાધના થાય છે; છતાં લોકોત્તર વ્યવહારને સ્વીકારનારું ભગવાનનું શાસન નદી ઊતરનાર સાધુ પાણીના જીવોનો ઘાતક છે તેમ કહેતું નથી. માટે આભોગથી જીવવિરાધના થાય એટલામાત્રથી કેવલીને લોકોત્તર વ્યવહારથી ઘાતક કહી શકાય નહીં.
કેમ, લોકોત્તર વ્યવહારથી આભોગપૂર્વકની હિંસામાં ઘાતકપણું નથી? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી બીજો હેતુ આપે છે –
આભોગપૂર્વકની થતી હિંસામાં પણ અપવાદથી પ્રતિસેવના કરનાર સાધુને લોકોત્તર વ્યવહારથી અઘાતક કહેવાય છે. આથી જ ભગવાનના વચનના વિધિના સ્મરણપૂર્વક સંયમવૃદ્ધિના પ્રયોજનથી સાધુ નદી ઊતરે છે ત્યારે આભોગપૂર્વક હિંસા થવા છતાં સાધુ જીવોના ઘાતક છે તેમ વ્યવહાર થતો નથી. વળી અનાભોગથી કે આભોગથી હિંસા થતી હોય અને પ્રમાદી સાધુ હોય તો લોકોત્તર વ્યવહારથી ઘાતક કહેવાય છે. પ્રમાદને