________________
૨૫૮
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પ૩ વનસ્પતિકાયના જીવો છે. તેથી તેઉકાયના જીવોની સંખ્યા કરતાં પ્રત્યેકશરીરવાળા બાદર વનસ્પતિકાયના જીવો ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેના કરતાં પણ બાદરનિગોદના શરીરો અસંખ્યાતગુણા છે.
અન્ય વનસ્પતિકાય કરતાં બાદરનિગોદનાં શરીરો અસંખ્યાતગુણાં કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – તેઓ અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળાં છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કંદમૂળાદિ જે બાદરનિગોદનાં શરીરો છે તે એક કંદમાં પણ ઘણી સૂક્ષ્મ અવગાહનાવાળું એક શરીર છે અને દેખાતો કંદ અસંખ્યાત શરીરના પિંડીભૂત છે. પાણીમાં સર્વત્ર બાદરનિગોદનાં શરીરો હોય છે. વળી, બાદરવનસ્પતિકાય કરતાં બાદરનિગોદનાં શરીરો અસંખ્યાતગુણાં છે. વળી તે સર્વ શરીરમાં અનંત સંખ્યાવાળા જીવો પ્રાપ્ત થાય છે અને પાણીમાં અનંતકાયવાળા પનકસેવાલના જીવો બાદરનામકર્મના ઉદયવાળા હોવા છતાં અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા છે અને ઘણાં શરીરના પિંડીભૂત થયેલાં તેમનાં શરીરો છે. તેઓ જલમાં સર્વત્ર હોવા છતાં ચક્ષુથી તેઓ ગ્રહણ થતા નથી. આ પ્રકારના આગમવચનથી સાધુને નિર્ણય છે કે પાણીમાં નક્કી પનક-સેવાલાદિના જીવો છે તેથી સાધુને નદી ઊતરતી વખતે આભોગપૂર્વકની હિંસાની પ્રાપ્તિ છે છતાં ઘાતકપણું નથી. તે રીતે કેવલીના યોગોથી પણ શાસ્ત્રવચનથી આભોગપૂર્વકની હિંસા સિદ્ધ થાય તેટલામાત્રથી કેવલીને ઘાતક સ્વીકારવાની પૂર્વપક્ષી જે આપત્તિ આપે છે તે યુક્ત નથી.
વળી અનુયોગદ્વારમાં પણ કહ્યું છે પલ્યોપમના માપાર્થે જે વાલાગ્ર ગ્રહણ કરવામાં આવે છે તે ચક્ષુથી દષ્ટ સૂક્ષ્મ અવગાહના કરતાં અસંખ્યાતભાગમાત્ર જ હોય છે, વળી સૂક્ષ્મ એવા પનકના શરીરની અવગાહનાથી આ વાવાઝની અવગાહના અસંખ્યાતગુણી હોય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે વાલાઝની અવગાહના અત્યંત સૂક્ષ્મ છે, માટે ચક્ષુગ્રાહ્ય નથી; તેના કરતાં પણ અસંખ્યાતભાગમાત્ર સૂક્ષ્મ પનકની અવગાહના છે તેથી પનકના જીવની અવગાહના ચક્ષુથી અગ્રાહ્ય જ છે. ઘણાં સૂક્ષ્મ પનકનાં શરીરો પિંડીભૂત થાય તો જ તે ચક્ષુથી ગ્રાહ્ય બને. તેથી જલમાં જે સ્થાને પનકના જીવો દેખાતા નથી ત્યાં પણ તેઓ છે જ તેમ સ્વીકારવું જોઈએ; કેમ કે ટીકાકારશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે “જ્યાં પાણીના જીવો છે ત્યાં નિયમા વનસ્પતિકાયના જીવો છે'. એથી પનક, સેવાલ, હઢાદિ બાદર જીવો છે તોપણ ચક્ષુગ્રાહ્ય નહીં હોવાથી સૂક્ષ્મ જાણવા અને ભગવાનની આજ્ઞાથી તેનો સ્વીકાર કરવો જોઈએ. માટે જિનવચનના પ્રામાણ્યને સ્વીકારનાર સાધુને સ્પષ્ટ ઉપસ્થિતિ છે કે નદીમાં પનક-સેવાલાદિ છે; છતાં સંયમવૃદ્ધિના પ્રયોજનાર્થે સાધુ નદી ઊતરે છે તેથી આભોગપૂર્વકની હિંસા હોવા છતાં સાધુ ઘાતક નથી. તે રીતે યોગ્ય જીવોના ઉપકારાર્થે વિચરતા કેવલીના યોગથી આભોગપૂર્વક હિંસા થાય એટલામાત્રથી કેવલીને ઘાતક સ્વીકારી શકાય નહીં. ટીકા :किञ्च नद्युत्तारादौ मण्डुकादित्रसविराधना 'तसा य पच्चक्खया चेवत्ति वचनादवश्यं जाय