________________
૨૮૬
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પ૩ માટે નદી ઊતરવામાં થતી હિંસા અનાભોગજન્ય નથી; પરંતુ આભોગજન્ય છે. વળી સાધુને નદીના જીવોની હિંસામાં વર્જનાનો અભિપ્રાય નથી, જો વર્જનાનો અભિપ્રાય હોય તો સાધુ નદી ઊતરે નહીં; પરંતુ સાધુને જ્ઞાન છે કે નદી ઊતરવાની ક્રિયા સંયમની વૃદ્ધિનો ઉપાય છે આથી જ સાધુ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે નદી ઊતરે છે. તેથી ઋજુસૂત્રનયના મતથી સાધુ દ્વારા નદી ઊતરવામાં થતી હિંસા કર્મબંધના કારણભૂત હિંસાથી વિલક્ષણ જ છે. સંસારી જીવો દ્વારા સંસારની પ્રવૃત્તિમાં કરાતી હિંસા કરતાં ભગવાનની પૂજાકાળમાં કરાતી વિવેકી શ્રાવકની હિંસા વિલક્ષણ જ છે. આથી જ સંસારની ક્રિયામાં કરાતી હિંસાથી મોહધારાની વૃદ્ધિ દ્વારા કર્મબંધની પ્રાપ્તિ છે અને વિવેકી શ્રાવક દ્વારા પૂજાકાળમાં કરાતી હિંસાથી વીતરાગ પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ દ્વારા નિર્જરાની જ પ્રાપ્તિ થાય છે. તેથી જિનપૂજાકાળમાં પુષ્પ આદિ જીવોની થતી હિંસા જેમ વિલક્ષણ છે તેમ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા જ્ઞાનપૂર્વક હોવાને કારણે વિલક્ષણ જ છે, માટે નિર્જરાનો હેતુ છે. વ્યવહારનયના મતથી બાહ્યહિંસારૂપે સંસારની ક્રિયા કે સાધુની નદી ઊતરવાની ક્રિયા સમાન છે તોપણ સંસારી જીવોની સંસારની ક્રિયા બાહ્ય પદાર્થોના રાગના પરિણામથી સહકૃત હોય છે તેનાથી વિલક્ષણ એવા વીતરાગ પ્રત્યેના રાગના કારણથી સહકૃત વીતરાગતાના ઉપાય
સ્વરૂપ સાધુની નદી ઊતરવાની ક્રિયા છે, તેથી બંધના હેતુ એવી પણ તે હિંસા વ્યવહારનયના મતથી નિર્જરાનો હેતુ થાય છે. જેમ દંડ ઘટનું કારણ છે તોપણ ઘટને તોડવાના અભિપ્રાયથી ગ્રહણ કરાયેલો દંડ ઘટ ઉપર પ્રહાર કરીને ઘટના ભંગનું કારણ બને છે તેમ બાહ્ય જીવોની હિંસા કર્મબંધનું કારણ હોવા છતાં ગુણવૃદ્ધિના ઉપાયરૂપે સ્વીકારાયેલી નદી ઊતરવાની ક્રિયા અધ્યવસાય વિશુદ્ધિયુક્ત, શાસ્ત્રવિધિથી સમગ્ર યતનાપરાયણ સાધુ દ્વારા લેવાતી હોવાથી નિર્જરાનો હેતુ બને છે. આથી જ આ પ્રકારની વિલક્ષણ હિંસા અનુબંધથી અહિંસારૂપ જ છે; કેમ કે તે પ્રવૃત્તિ કરીને મહાત્મા અંતરંગ રીતે જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરીને અસંગભાવની શક્તિનો સંચય કરે છે. નદીઊતરણમાં આપાતદષ્ટિથી હિંસા હોવા છતાં સંવરભાવની વૃદ્ધિ કરીને નદીઊતરણની ક્રિયા અહિંસાનું જ કારણ બને છે, તેથી “કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં' તે વચનના ઐપર્યનું પર્યાલોચન કરીએ તો તેના દ્વારા જે હિંસાનો નિષેધ કરાયો છે તે નિષેધલેશનો પણ સ્પર્શ વિવેકપૂર્વકની નદી ઊતરવા આદિની ક્રિયામાં થયેલ હિંસાને પ્રાપ્ત થતો નથી; કેમ કે અવિધિપૂર્વકની હિંસાનો જ સર્વ જીવોને હણવા જોઈએ નહીં એ વચનથી નિષેધ છે. વળી વિધિપૂર્વકની સ્વરૂપહિંસા સદનુષ્ઠાન અંતર્ભત હોવાથી પરમાર્થથી મોક્ષનું જ કારણ છે.
જેમ સાધુને જ્ઞાન છે કે મારા યોગથી નદી ઊતરવામાં હિંસા થશે, તોપણ મોક્ષને અનુકૂળ ઉત્તમભાવની વૃદ્ધિ થતી હોવાથી સાધુની નદી ઊતરવાની ક્રિયાથી થતી હિંસામાં સંયમનો નાશ નથી તેમ કેવલી પણ યોગ્ય જીવોના ઉપકાર અર્થે વિહાર આદિ કરે અને તેમના યોગોથી આભોગપૂર્વકની અશક્યપરિહારરૂપ હિંસા થાય તેનાથી કેવલીને ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી. જેમ દ્રોપદીના જીવે પૂર્વભવમાં મહાત્માને કડવી તુંબડી વહોરાવી, જેને ગુર્વાજ્ઞા અનુસાર પરઠવવા જતી વખતે તે કડવી તુંબડીના રસના એક ટીપાથી થયેલ જીવોના સંહારને જોઈને દયાળુ પરિણામવાળા તે મહાત્માએ જિનવચનના ઉપયોગપૂર્વક તે તુંબડી સ્વયં વાપરી, જેનાથી પોતાના જ આત્માની હિંસા થઈ; છતાં તે હિંસા મોહના ઉન્મેલનનું કારણ હોવાથી નિર્જરા