________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
૨૮૫
વળી પૂર્વપક્ષીએ ‘ના નયમાનુસ્સ' ઇત્યાદિ ઓઘનિયુક્તિના વચનનો અર્થ કર્યો અને તેના દ્વારા અશક્યપરિહારરૂપ હિંસાને પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે તેમ કહ્યું તે ઓઘનિર્યુક્તિની વૃત્તિના અર્થના અજ્ઞાનથી વિચૂંભિત છે; કેમ કે ઘનિર્યુક્તિની વૃત્તિમાં અપવાદને આશ્રયીને કરાતી હિંસાનું જ વ્યાખ્યાન છે. તેથી જે સાધુ યતમાન હોય, સૂત્રોક્તવિધિથી યુક્ત હોય અને રાગ-દ્વેષથી પર થઈને સમભાવમાં ઉદ્યમવાળા હોય તેઓ અપવાદથી નદી ઊતરે છે ત્યારે તે નદી ઊતરવાની ક્રિયાથી જે અપવાદિક હિંસા થાય છે તે નદી ઊતરવાની ક્રિયારૂપ છે. આ નદી ઊતરવાની ક્રિયાથી તેઓને નિર્જરા થાય છે, માટે હિંસારૂપ નદી ઊતરવાની ક્રિયા જ નિર્જરા પ્રત્યે કારણ છે; પરંતુ નિર્જરા પ્રત્યે હિંસા પ્રતિબંધક છે અને વર્જનાભિપ્રાયથી તેના સ્વરૂપનો ત્યાગ થાય છે માટે પ્રતિબંધકાભાવરૂપે જ હિંસા નિર્જરા પ્રત્યે કારણ છે એમ જે પૂર્વપક્ષી કહે છે તે યુક્ત નથી.
વળી આ કથનની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે પિંડનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે કે યતનાપૂર્વક અપવાદને સેવનારા કૃતયોગી એવા ગીતાર્થ સાધુની જે વિરાધના છે તે નિર્જરાફલવાળી છે. તેથી એ પ્રાપ્ત થાય કે અપવાદથી કોઈક કારણે તે કૃત્ય કરવાથી ગુણવૃદ્ધિ થતી હોય તે વખતે ગીતાર્થ સાધુ જે વિરાધના કરે છે તે સ્થૂલથી બાહ્યરૂપે વિરાધનારૂપ છે; પરંતુ અંતરંગ રીતે તો સંયમના કંડકની વૃદ્ધિનો ઉપાય છે તેથી વ્યવહારથી કરાતી તે વિરાધના અધ્યવસાયની વિશુદ્ધિ દ્વારા નિર્જરારૂપ ફળને જ ઉત્પન્ન કરનારી છે. વળી આ વિરાધના પૂર્વપક્ષી કહે છે તેમ અનાભોગજન્ય નથી અથવા વિરાધનાના વર્જનના અભિપ્રાયવાળી પણ નથી; પરંતુ જ્ઞાનપૂર્વકની છે. તેથી ઋજુસૂત્રનયના મતથી કર્મબંધના કારણભૂત હિંસાથી વિલક્ષણ જ એવી આ હિંસા છે. તેથી સામાન્ય રીતે બંધહેતુ ગણાતી એવી પણ હિંસા નિર્જરાનો હેતુ બને છે અને વ્યવહારનયના મતથી વિલક્ષણ કારણથી સહકૃત છતી તે હિંસા બંધનો હેતુ હોવા છતાં નિર્જરાનો હેતુ બને છે.
દંડ ઘટની નિષ્પત્તિનું કારણ હોવા છતાં ઘટના નાશના અભિપ્રાયથી ગ્રહણ કરવામાં આવે તો તે જ દંડ ઘટના નાશનો હેતુ બને છે. આશય એ છે કે પૂર્વપક્ષી કહે છે કે સાધુને નદીના જીવો વિષયક અનાભોગ છે તેથી અનાભોગજન્ય હિંસા છે. વળી સાધુ જીવહિંસાના વર્જનના અભિપ્રાયવાળા છે માટે તે અનાભોગ-જન્ય હિંસા પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનું કારણ છે. કેવલીને જો વર્જના અભિપ્રાય હોય તો કેવલી અનાભોગવાળા નથી, માટે કેવલી પોતાના યોગોથી હિંસા થાય તેવું કૃત્ય કરે નહીં. જો કેવલી પોતાના યોગોથી હિંસા થશે તેમ જાણીને ગમનાદિ કરે તો કેવલીને ઘાતકચિત્ત માનવાની આપત્તિ આવે, જ્યારે સુસાધુ તો પાણીમાં જીવો છે તેવું સાક્ષાત્ જોતા નથી અને જીવહિંસાના વર્જનના પરિણામવાળા છે તેથી તેઓની થતી હિંસા કર્મબંધનું કારણ બનતી નથી. અને વર્જનાભિપ્રાયથી જે નિર્જરા થાય છે તેના પ્રત્યે તે હિંસા પ્રતિબંધક નહીં થતી હોવાને કારણે કારણ કહેવાય છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - સાધુને નદી ઊતરતી વખતે નદીમાં જલના જીવો છે, ત્રસાદિ જીવો છે એવું શાસ્ત્રવચનથી નિર્ણત છે,