Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 312
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ ૨૯૦ पादुका । द्वितीयेऽध्यक्षबाधा, नद्युत्तारादिषु षण्णामपि जीवानां विराधनासम्भवात्, 'जत्थ जलं तत्थ वणं' इत्यागमवचनात्, प्रतिक्रमणप्रतिलेखनादिषु च वायुजीवादीनामारम्भस्यागमप्रसिद्धत्वात्, एजनादिक्रियायुक्तस्यारम्भाद्यवश्यंभावात् । यदागमः “जाव णं एसजीवे एअइ वेयइ चलइ फंदइ” ત્યાદિ યાવત્ “આરંભે વટ્ટ” જ્ઞાતિ । ટીકાર્યઃ जलजीवाणा હત્યાવિ । નદી ઊતરવામાં જલજીવોનો અનાભોગ હોવાથી=સાધુ સંયમના પ્રયોજનથી નદી ઊતરે છે ત્યારે નદીના પાણીના જીવોના વિષયમાં અનાભોગ હોવાથી, જો તને દોષ નથી=પૂર્વપક્ષીના મતે સાધુને સંયમવિરાધનારૂપ દોષ નથી, તો તે જલના પાનમાં પણ તે=દોષ, મૂલછેઘ=મૂલપ્રાયશ્ચિત્તથી વિશોધ્ય એવો દોષ, ન થાય. =િજે કારણથી, નદી ઊતરતા સાધુને જલજીવોનો અનાભોગ છે અને તેના પાનમાં=નદીના સચિત્તપાણીના પાનમાં, તેનો આભોગ છે= નદીના જીવોનો આભોગ છે એ પ્રમાણે તારા વડે કહેવું શક્ય નથી; કેમ કે તેના અનાભોગનું= જલજીવોના અનાભોગનું, તારાથી કેવલજ્ઞાન નિવર્તનીયત્વનો અભ્યપગમ છે. અને તે રીતે ઉભયત્ર જ=નદી ઊતરણની ક્રિયામાં અને નદીના સચિત્તપાણીના પાનરૂપ ક્રિયામાં ઉભયત્ર જ, મિથ્યાદુષ્કૃતપ્રાયશ્ચિત્ત શોધ્ય જ પ્રાપ્ત થાય. પરંતુ જાણીને જલના પાનમાં પણ મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત થાય નહીં અને તે=જાણીને સચિત્તપાણીના પાનમાં મૂલછેઘ પ્રાયશ્ચિત્ત નથી તે, શ્રુતપરંપરા વિરુદ્ધ છે. એથી આભોગ વિષયતા પણ જલજીવોની અવશ્ય કહેવી જોઈએ. વળી પ્રાયશ્ચિત્તભેદ=નદી ઊતરવામાં મિથ્યાદુષ્કૃત પ્રાયશ્ચિત્ત છે અને સચિત્તપાણી પીવામાં મૂલપ્રાયશ્ચિત્ત છે એ પ્રકારનો પ્રાયશ્ચિત્તભેદ, વળી થતના-અયતના વિશેષથી છે=સાધુ સંયમના પ્રયોજનથી યતનાપૂર્વક નદી ઊતરે છે અને સચિત્તપાણીને જાણીને પણ અયતનાથી સચિત્તપાણી વાપરે છે તેને કારણે પ્રાયશ્ચિત્તભેદ છે, એમ કહેવાય છે. અને જો જાણીને જલપાનમાં જલજીવોનો આભોગ હોવાથી પ્રાયશ્ચિત્તવિશેષ નથી, પરંતુ નિઃશકપણાને કારણે છે એ પ્રમાણે પૂર્વપક્ષી વડે કહેવાય તો સ્થૂલત્રસનો આભોગ પણ ઉચ્છેદ પામે; કેમ કે તેના વધમાં પણ નિઃશૂકતાવિશેષથી પાતકવિશેષની ઉત્પત્તિ છે. વળી શાસ્ત્રમાં આભોગઅનાભોગ - અકર્તવ્યત્વજ્ઞાન અને તેના અભાવ રૂપ=અકર્તવ્યત્વજ્ઞાનના અભાવ રૂપ, કહેવાયા છે. તે=આભોગ-અનાભોગનું સ્વરૂપ પૂર્વમાં કહ્યું તે, પંચાશકવૃત્તિમાં કહેવાયું છે “ત્યાં આભોગ અકર્તવ્ય છે એ પ્રકારનું જ્ઞાન છે. વળી અનાભોગ અજ્ઞાન છે=અકર્તવ્ય છે એ પ્રકારના જ્ઞાનનો અભાવ છે.” ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને તે=આભોગ-અનાભોગ ઉભય, વિરાધનામાં પણ=નદી ઊતરવાની અને નદીના સચિત્ત પાણીના પાનરૂપ ઉભય વિરાધનામાં પણ, સંભવે જ છે. અને આભોગ-અનાભોગના ભેદથી

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326