Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 323
________________ ૩૦૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ અને જો અશક્યપરિહારવાળી વિરાધનાનો આભોગ સાધુના સખ્યત્વની ક્ષતિને કરનાર થાય તો ઓત્સગિક વિહાર આદિની ક્રિયાનો પરિત્યાગ જ થાય; કેમ કે ત્યાં પણ સાધુની ઉત્સર્ગથી વિહાર આદિની ક્રિયામાં પણ, યોગજવ્ય વિરાધનાનો નિશ્ચય છે. અને પ્રમાણમાંતરથી નિશ્ચિત હોતે છતે પણ સાધુની વિહારાદિની ક્રિયામાં આગમના વચનરૂપ પ્રમાણાત્તરથી બાહ્યવિરાધના નિશ્ચિત હોતે છતે પણ, સ્વઅદર્શનમાત્રથી=વાયુકાય આદિ જીવોમાં પોતાને ચેષ્ટાના અદર્શનમાત્રથી, અનાભોગ કહેવા માટે શક્ય નથી, એ પ્રમાણે કહેવાયું જ છે=ગ્રંથકારશ્રી વડે કહેવાયું જ છે – આ રીતે ત સ્વીકારવામાં આવે તો નિરંતરજીવાકુલ ભૂમિનો નિર્ણય કરીને પણ રાત્રિમાં ત્યાં જ સ્વેચ્છાથી ગમનમાં જીવ અપ્રત્યક્ષપણું હોવાને કારણે ત્યાં=રાત્રિમાં જીવાકુલ ભૂમિના ગમતમાં, તે જીવોની વિરાધના અનાભોગથી થનારી વક્તવ્ય થાય. અને તે રીતે આ ભૂમિ જીવાકુલ છે તેવો નિર્ણય હોવા છતાં રાત્રિમાં ત્યાં જવારા સાધુથી થતી વિરાધના અનાભોગથી છે એ પ્રકારે, કહેવામાં લોક અને શાસ્ત્રનો વિરોધ છે. વળી આ રીતે અબ્રહ્મની સેવામાં પણ કેવલીના વચનથી નિશ્ચીયમાન પણ ત્રસવિરાધનાનું અનાભોગપૂર્વકપણું હોતે છતે સાધુના પ્રથમ મહાવ્રતનો ભંગ ન થાય. અને પ્રકૃષ્ટ અવધિજ્ઞાનવાળા સાધુની પ્રત્યક્ષ યોગજન્ય વિરાધનામાં પ્રથમ મહાવ્રતભંગ થાય. એથી આ પૂર્વપક્ષીનું કથન અકિંચિત્કર છે. ii૫૪ના ભાવાર્થ : પૂર્વપક્ષી કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા નથી તેમ સ્થાપન કરવા અર્થે કહે છે કે કેવલીને કેવલજ્ઞાનથી જીવોનો સ્પષ્ટ બોધ છે; છતાં તેમના યોગથી જીવોનો ઘાત થાય તો અપવાદપદ નહીં હોવાને કારણે તેઓની હિંસાથી તેઓને સમ્યક્તનાશ આદિની પ્રાપ્તિ છે. વળી સાધુ અપવાદથી આભોગપૂર્વક પણ જીવવિરાધના કરે ત્યારે સમ્યક્વનાશ આદિ દૂષણની પ્રાપ્તિ નથી. આથી જ સુમંગલસાધુએ અપવાદથી સુસાધુના રક્ષણાર્થે સિંહને તમાચો મારેલ ત્યારે સમ્યક્તનો નાશ કે અવિરતિની પ્રાપ્તિ થઈ નહીં. ત્યાં ગ્રંથકારશ્રી કહે છે – અપવાદમાં આભોગપૂર્વકની હિંસામાં સુસાધુને સમ્યક્તનાશ આદિનું દૂષણ નથી એમ તારા વડે જે કહેવાય છે તેનું કારણ શું ? જો પૂર્વપક્ષી કહે કે (૧) મરનારા જીવોનો પ્રાણના ત્યાગનો અભાવ છે અથવા (૨) મરનારા જીવોને સદ્ગતિની પ્રાપ્તિ છે; તો એ બન્ને કથન આગમબાધિત છે. માટે સુસાધુથી અપવાદિક જીવવિરાધના થાય છે ત્યાં સંયમવૃદ્ધિનો શુદ્ધ આશય જ કારણ છે એ રીતે કેવલીથી થતી અશક્યપરિહારરૂપ જીવવિરાધનામાં પણ કેવલીનો શુદ્ધ આશય હોવાને કારણે દોષનો અભાવ છે અને સુસાધુ નદી ઊતરે છે ત્યાં પણ અશક્યપરિહારરૂપ જીવવિરાધનામાં સુસાધુનો સંયમવૃદ્ધિનો આશય શુદ્ધ હોવાથી દોષનો અભાવ છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ; પરંતુ નદી ઊતરવામાં જીવોનો અનાભોગ છે માટે સમ્યત્ત્વનાશ આદિની પ્રાપ્તિ નથી તેમ કહેવું ઉચિત નથી. પોતાના કથનની પુષ્ટિ અર્થે ગ્રંથકારશ્રી વિશેષાવશ્યકનું વચન બતાવે છે –

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326