________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ સાધુ સંયમવૃદ્ધિના પ્રયોજનથી યતનાપૂર્વક નદી ઊતરે છે તેથી નદી ઊતરવામાં જે કોઈ સ્ખલના થઈ હોય તે પાપની શુદ્ધિ મિથ્યાદુષ્કૃત નામના પ્રાયશ્ચિત્તથી થાય છે અને પાણીમાં જીવો છે તેવું જાણીને પણ પાણી પીવાના અર્થ એવા સાધુ સંયમના પ્રયોજન વિષયક યતના નહીં હોવાને કારણે પ્રથમ મહાવ્રતની વિરાધના કરનાર હોવાથી મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે.
300
અહીં પૂર્વપક્ષી કહે કે આ પાણી સચિત્ત છે એમ જાણીને કોઈ સાધુ જલપાન કરે ત્યાં પણ જલજીવોનો આભોગ હોવાને કા૨ણે મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત નથી; પરંતુ નિઃશૂકતા હોવાને કારણે મૂલછેઘ પ્રાયશ્ચિત્ત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે
-
તો સ્થૂલત્રસની હિંસામાં આભોગથી પ્રાયશ્ચિત્ત નથી તેમ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે તેના વધમાં પણ નિઃશૂકતાવિશેષથી જ પાતક-વિશેષની પ્રાપ્તિ છે. આશય એ છે કે પૂર્વપક્ષીના મતાનુસાર સાધુ સચિત્તપાણી જાણીને વાપરે તેમાં પાણીના જીવો સાક્ષાત્ દેખાતા નથી; છતાં સાધુને મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ છે તે સચિત્તપાણી પીતી વખતે સાધુમાં નિઃશૂકતાનો પરિણામ છે તેને કારણે છે, એમ પૂર્વપક્ષી કહે તો સ્થૂલત્રસ જીવોની કોઈ સાધુ વિરાધના કરે તે સ્થાનમાં પણ નિઃશૂકતાવિશેષને કારણે જ પાપવિશેષની પ્રાપ્તિ છે તેમ પૂર્વપક્ષીને માનવું જોઈએ; પરંતુ આભોગને કારણે પાપવિશેષ પ્રાપ્ત થાય છે, તેમ સ્વીકારવાની આવશ્યકતા રહે નહીં.
વળી શાસ્ત્રમાં અકર્તવ્યત્વનું જ્ઞાન આભોગ અને અકર્તવ્યત્વના જ્ઞાનનો અભાવ અનાભોગ કહેવાયો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે સાધુને અકર્તવ્યત્વનું જ્ઞાન છે છતાં તે પ્રવૃત્તિ કરે છે તે સાધુની આભોગપૂર્વકની પાપપ્રવૃત્તિ છે. તેથી સાધુને સચિત્તપાણીનું પાન કરાય નહીં એ પ્રકારે અકર્તવ્યત્વનું જ્ઞાન હોવા છતાં જો સાધુ સચિત્તપાણીનું પાન કરે તો તે આભોગપૂર્વકની પાપપ્રવૃત્તિ છે. જે સાધુને આ સચિત્તપાણી છે માટે પિવાય નહીં એવા અકર્તવ્યત્વનું જ્ઞાન નથી, તેઓ સચિત્તપાણી પીવે તો અનાભોગપૂર્વકની પ્રવૃત્તિ છે તેમ પ્રાપ્ત થાય; પરંતુ સાધુને તો અવશ્ય સચિત્તપાણી પીવામાં અકર્તવ્યત્વનું જ્ઞાન હોવાથી આભોગપૂર્વકની સચિત્તપાણી પાનની પ્રવૃત્તિ છે, માટે મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ છે. નદી ઊતરવામાં પણ સાધુને નિષ્કારણ નદી ઊતરવી જોઈએ નહીં તેવા અકર્તવ્યત્વનું જ્ઞાન છે; તોપણ સંયમની વૃદ્ધિના પ્રયોજનથી સાધુ નદી ઊતરે છે ત્યારે જલજીવોની વિરાધનામાં સાધુને અકર્તવ્યત્વનું જ્ઞાન હોવાથી સાધુના નદી ઊતરણમાં આભોગપૂર્વકની વિરાધના છે; છતાં જેમ સાધુ નદી ઊતરતી વખતે આભોગપૂર્વકની જીવવિરાધના કરે છે, તોપણ દયાળુ સાધુના ચિત્તમાં ઘાતકપરિણામ નથી; પરંતુ જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય છે તેમ કેવલીના યોગથી આભોગપૂર્વકની જીવહિંસા થાય છે ત્યાં કેવલીને ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી; પરંતુ સામાયિકનો પરિણામ ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે તેથી સામાયિકના પરિણામથી જ ઉચિત પ્રવૃત્તિરૂપે ગમનાદિ ક્રિયા કેવલી કરે છે.
વળી અકર્તવ્યત્વનું જ્ઞાન આભોગ છે અને અકર્તવ્યત્વનું અજ્ઞાન અનાભોગ છે અને તેવી વિરાધના પૃથ્વીકાય આદિમાં પણ સંભવે છે અને ત્રસાદિમાં પણ સંભવે છે. આથી જ કોઈ સાધુ ઉપયુક્ત થઈને