________________
૩૦૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪ વળી જિનકલ્પીઓને પણ નદી ઉત્તરણ છે, તે બતાવવા કહે છે –
જ્યાં સૂર્યનો અસ્ત થાય...' ઇત્યાદિ કહેનારા પ્રવચનના વચનમાં દિવસના ત્રીજા પ્રહોરનો અતિક્રમ થયે છતે નદીને ઊતરતા જિનકલ્પીઓ જલથી પગમાત્રનો પણ બહાર નિક્ષેપ કરતા નથી; પરંતુ ત્યાં જ રહે છે.. ઇત્યાદિ કથન દ્વારા જિનકલ્પીઓને નદી ઉત્તરણની પ્રવૃત્તિ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જિનકલ્પીઓ પણ નદી ઊતરીને તે ક્ષેત્રમાં જાય અને જિનકલ્પીના દર્શનથી ઘણા યોગ્ય જીવોને સંવેગની પ્રાપ્તિ આદિ થવાની હોય તો જિનકલ્પી નદી ઊતરીને પણ જતા હોય અને ત્રીજા પ્રહરનો અતિક્રમ થાય તો જિનકલ્પની મર્યાદાનુસાર ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિર થાય છે; પરંતુ નદી ઊતરીને બહાર જવા માટે યત્ન કરતા નથી. તેથી જિનકલ્પીને પણ નદી ઊતરવાનો પ્રસંગ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. જિનકલ્પી અપવાદપદના અનધિકારી છે. તેથી ફલિત થાય છે કે અપવાદ વગર પણ જીવો છે એમ જાણીને જિનકલ્પીની પ્રવૃત્તિથી જીવઘાત થતો હોવા છતાં જિનવચનથી નિયંત્રિત સ્વભૂમિકાને અનુરૂપ ઉચિત યત્ન કરનારા જિનકલ્પી હોવાથી સંયત જ છે, અસંયત નથી. તેમ કેવલી પણ અપવાદ વગર જાણીને ગમનાદિ કરે અને તેમના યોગથી જીવોનો વધ થાય તોપણ તેઓને અસંયમની પ્રાપ્તિ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે જિનકલ્પી નદી ઊતરે છે તે પ્રવૃત્તિ અથવા સુસાધુ પણ નદી ઊતરે છે તે પ્રવૃત્તિ અપવાદિક જ છે. જેમ શરીરાદિ બલના અભાવને કારણે સેવાતા અપવાદના અનધિકારી એવા વીર ભગવાને તાપસોની અપ્રીતિના પરિવાર અર્થે ચાતુર્માસમાં અપવાદથી વિહાર કર્યો તેમ જિનકલ્પી પણ કોઈક લાભના પ્રયોજનથી નદી ઊતરે કે સુસાધુ પણ કોઈક લાભના પ્રયોજનથી નદી ઊતરે તે અપવાદિક જ છે, તો ગ્રંથકારશ્રી કહે છે –
આહાર, વિહાર આદિ ઔત્સર્ગિક ક્રિયાઓમાં કાયયોગના વ્યાપારથી ઉત્પન્ન થયેલી જીવવિરાધનાનો જિનકલ્પીઓને પણ સંભવ હોવા છતાં જિનકલ્પી આહાર, વિહાર આદિ ક્રિયાઓ કરે છે, તેથી પૂર્વપક્ષના મતે તેઓને અસંયત માનવાનો પ્રસંગ આવે. માટે ઔત્સર્ગિક પ્રવૃત્તિઓમાં જેમ જિનકલ્પીઓને આ જીવવિરાધના છે તેમ જાણ્યા પછી પણ અશક્યપરિહારરૂપે જીવહિંસા થાય છે એ પ્રમાણે પૂર્વપક્ષીએ પણ અવશ્ય સ્વીકારવું પડે તેમ કેવલીના યોગથી પણ અશક્યપરિહારરૂપે જીવહિંસા થાય છે એમ પૂર્વપક્ષીએ અવશ્ય સ્વીકારવું જોઈએ; અને જો પૂર્વપક્ષી તેમ સ્વીકારે તો જેમ જિનકલ્પી અસંયત નથી તેમ કેવલી પણ અસંયત નથી એમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ.
વળી જિનકલ્પી આદિને કાયયોગની સાથે અવિનાભાવી જીવવિરાધના છે તેમ પ્રવચનથી નિશ્ચિત થાય છે અને કેવલીના કાયયોગથી હિંસા નહીં સ્વીકારનાર પૂર્વપક્ષી દ્વારા પણ આ સ્વીકાર કરાયેલું છે.
ક્યાં સ્વીકાર કરાયેલું છે ? એથી કહે છે – લંપાકના બે પક્ષના દૂષણ માટે પૂર્વપક્ષીએ લંપાકના મતને સામે રાખીને કહ્યું કે જે અનુષ્ઠાનમાં આરંભ છે તે અનુષ્ઠાનનો ભગવાન વડે પ્રતિષેધ કરાયો છે અથવા ભગવાને કહેલી ક્રિયાઓમાં આરંભ સંભવતો નથી આ પ્રકારે લુપાક કહે તે ઉચિત નથી અર્થાત્ “સ્થાનકવાસી કહે કે જે અનુષ્ઠાનમાં આરંભ છે તે