________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩, ૫૪
૨૫ પ્રતિબંધક છે અને દંડવિશિષ્ટ ચક્રાદિ ઘટની નિષ્પત્તિના ઉત્તેજક છે તેવું કહેવાતું નથી, તેમ દંડસ્થાનીય આજ્ઞાશુદ્ધભાવના અભાવથી વિશિષ્ટ વિરાધના પ્રતિબંધક છે અને આજ્ઞાશુદ્ધભાવવિશિષ્ટ વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે તેમ કહી શકાય નહીં, પરંતુ જેમ દંડ જ ચક્રભ્રમણ દ્વારા ઘટ પ્રત્યે કારણ છે તેમ આજ્ઞાશુદ્ધભાવ જ નદી ઊતરવાની ક્રિયારૂપ વિરાધના દ્વારા નિર્જરા પ્રત્યે કારણ છે.
આનાથી શું ફલિત થાય છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
આજ્ઞાશુદ્ધભાવ જ સર્વત્ર સંયમરક્ષાનો હેતુ છે; પરંતુ અનાભોગમાત્ર નહીં અર્થાત્ પૂર્વપક્ષી કહે છે કે સાધુને નદી ઊતરવામાં જીવો વિષયક અનાભોગ છે માટે નદી ઊતરવાની ક્રિયા દુષ્ટ નથી તે બરાબર નથી; પરંતુ સાધુને આજ્ઞાશુદ્ધભાવ વર્તે છે માટે જ નદી ઊતરવાની ક્રિયા અદુષ્ટ છે. જેમ સાધુને નદી ઊતરવામાં જીવોની હિંસા છે તેવું જ્ઞાન હોવા છતાં ભગવાનની આજ્ઞાનુસાર સંયમની વૃદ્ધિના પ્રયોજનથી સાધુ નદી ઊતરે છે તેમાં સાધુને દોષની પ્રાપ્તિ નથી તેમ કેવલી પણ કેવલજ્ઞાનથી જાણે છે કે પોતાની ગમનક્રિયાથી જીવનો વધ થશે તોપણ યોગ્ય જીવોના ઉપકાર અર્થે ગમન કરતા હોય ત્યારે અશક્યપરિહારરૂપ હિંસા થવાથી કેવલીને પૂર્વપક્ષી કહે છે તેની જેમ ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી. પરા અવતરણિકા -
अथ तत्र जलजीवानाभोगे व्यक्तं दूषणमाह - અવતરણિયાર્થ:
હવે ત્યાં=સાધુની નદી ઊતરવાની ક્રિયામાં, જલજીવતા અનાભોગમાં=જલજીવોની વિરાધના અનાભોગથી થાય છે એ પ્રકારના સ્વીકારમાં, વ્યક્ત દૂષણ આપે છેeગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને દૂષણ આપે છે –
ગાથા -
जलजीवाणाभोगा णइउत्तारंमि जइ ण तुह दोसो । पाणेवि तस्स ता सो मूलच्छेज्जो ण हुज्जाहि ।।५४।।
છાયા :
जलजीवानाभोगानधुत्तारे यदि न तव दोषः ।
पानेऽपि तस्य तर्हि स मूलच्छेद्यो न भवेद् ।।५४।। અન્વયાર્થ:
v=ો, નાનીવા મોr=જલજીવોના અનાભોગને કારણે, ફકત્તામિકનદી ઊતરવામાં, સુદ રોસો ન=તને દોષ નથી તારા મતે સાધુને દોષ નથી, તા=તો, ત પાળોવિ=તેના પાનમાં પણ =સાધુને