________________
૨૯૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
પૂર્વપક્ષીનું વચન યુક્ત નથી; કેમ કે જિનવચન અનુસાર વિધિપૂર્વક જે મહાત્માઓ નદી ઊતરે છે તેઓના યોગથી થતી જીવવિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ આત્મક સ્વરૂપ જ વિદ્યમાન નથી, જેથી વર્જનાભિપ્રાય દ્વારા તે સ્વરૂપનો ત્યાગ કરાવી શકાય. જેમ સ્ફટિકમાં નિર્મલતા સ્વરૂપ વિદ્યમાન છે તેથી જપાકુસુમના સાંનિધ્યથી તેના નિર્મલતા સ્વરૂપનો ત્યાગ થાય છે તેમ યતનાપરાયણ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં વર્જનાભિપ્રાયથી જીવઘાતપરિણામજન્યત્વનો ત્યાગ થાય છે એમ કહી શકાય નહીં; કેમ કે ભગવાનની આજ્ઞાનુસાર સંયમવૃદ્ધિને અનુકૂળ ઉચિત યતનાના પરિણામથી નદી ઊતરવાની ક્રિયામાં વિરાધના થાય છે, તેથી તે વિરાધના જ સાક્ષાત્ નિર્જરાનું કારણ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટ વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે તેમ માનવામાં કોઈ દોષ નથી; પરંતુ નિર્જરા પ્રત્યે વર્જનાભિપ્રાયને પૃથક કારણરૂપે સ્વીકારવાની આવશ્યકતા રહેતી નથી, તેથી લાઘવ જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ કથન ઉચિત નથી; કેમ કે વર્જનાભિપ્રાય માત્ર આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનમાં પણ વિદ્યમાન હોવાથી વર્જનાભિપ્રાયને ઉત્તેજક કહી શકાય નહીં, પરંતુ આજ્ઞાશુદ્ધભાવને જ ઉત્તેજક કહેવું પડે. વળી, આજ્ઞાશુદ્ધ ભાવ વિશિષ્ટનિર્જરામાત્રમાં સ્વતંત્ર કારણ છે, તેથી આજ્ઞાશુદ્ધભાવવિશિષ્ટ વિરાધના નિર્જરાનો હેતુ છે, તેમ પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી. આશય એ છે કે વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટ વિરાધનાને નિર્જરા પ્રત્યે પ્રતિબંધક સ્વીકારવામાં આવે ત્યારે વર્જનાભિપ્રાય ઉત્તેજક બને છે અને જીવઘાતપરિણામ પ્રતિબંધક બને છે, તેથી જીવઘાતપરિણામવિશિષ્ટ વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે. અને તે પ્રતિબંધક એવી વિરાધનામાં જે જીવઘાતપરિણામ છે તેના કારણે તે વિરાધના નિર્જરા થવા દેતી નથી. અને તે જીવઘાતપરિણામને અવરોધ કરવા માટે ઉત્તેજકરૂપે વર્જનાભિપ્રાય પૂર્વપક્ષી સ્વીકારે છે તેથી ઉત્તેજક એવા વર્જનાભિપ્રાયથી વિશિષ્ટ એવી વિરાધના નિર્જરાની પ્રતિબંધક થઈ શકતી નથી, એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જેઓ ભગવાનના વચનાનુસાર અસંગભાવ તરફ જવા માટે લેશ પણ યત્ન કરતા નથી તેવા જીવો પણ સંયમના બળથી ભૌતિક સુખની પ્રાપ્તિના અર્થી હોય ત્યારે નદી ઊતરવા આદિની ક્રિયામાં વર્જનાભિપ્રાયવાળા હોય છે તેથી અધિક જીવોની હિંસા ન થાય તે રીતે યતનાપૂર્વક નદી ઊતરે છે. વર્જનાભિપ્રાયવાળી તેઓની આવી નદી ઊતરવાની ક્રિયાથી નિર્જરા થતી નથી, તેથી વર્જનાભિપ્રાયને ઉત્તેજક કહી શકાય નહીં, પરંતુ આજ્ઞાશુદ્ધભાવને જ ઉત્તેજક સ્વીકારવું પડે; કેમ કે આજ્ઞાશુદ્ધભાવથી યુક્ત જ વિરાધના નિર્જરાનો હેતુ છે. વળી પરમાર્થથી તો આજ્ઞાશુદ્ધભાવ જ સર્વ અનુષ્ઠાનોમાં સ્વતંત્રથી વિશિષ્ટ નિર્જરામાત્ર પ્રત્યે કારણ છે; કેમ કે ભગવાનની આજ્ઞાનુસાર જેઓ જે કોઈ અનુષ્ઠાન સેવે છે તે સર્વ અનુષ્ઠાન આત્મામાં અસંગભાવની જ વૃદ્ધિ કરે છે. તેથી જેટલો જેટલો અસંગભાવ આત્મામાં પ્રગટ થાય છે તેટલી તેટલી મોક્ષને અનુકૂળ વિશિષ્ટ નિર્જરા થાય છે. માટે આજ્ઞાશુદ્ધભાવને સર્વ અનુષ્ઠાનમાં સ્વતંત્ર કારણ સ્વીકારવું જોઈએ. પરંતુ આજ્ઞાશુદ્ધભાવ નિર્જરા પ્રત્યે ઉત્તેજક છે તેમ માનવું ઉચિત નથી. જેમ દંડાભાવવિશિષ્ટ ચક્રાદિ ઘટના