________________
૨૯૧
ધર્મપરીક્ષા ભાગ- ૨ | ગાથા-પ૩ દોષની જ પ્રાપ્તિ છે. એથી આ=પૂર્વમાં આવેલ દોષતા નિવારણ માટે શબ્દોનો ફેરફાર કરીને તેનું તે કથન કરવું એ મુગ્ધશિષ્યના પ્રસારણ માત્ર છે અને જે ધર્મથી વિશિષ્ટ જે વસ્તુ પોતાનું સ્વરૂપ ત્યાગ કરે છે તે ધર્મ ત્યાં ઉપાધિ છે એ પ્રકારના નિયમથી વર્જનાભિપ્રાયવિશિષ્ટ જીવ વિરાધના જીવઘાતપરિણામજવ્યત્વ સંયમનાશના હેતુનો ત્યાગ કરે છે એ પ્રમાણે ભાવાર્થ પર્યાલોચનથી અનુપહિત વિરાધનાપણાથી વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત થયેલી ન હોય એવી અનુપહિત વિરાધનાપણાથી, પ્રતિબંધકપણું પ્રાપ્ત થશે. એથી ઉપહિત એવી તેનું વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત એવી વિરાધનાનું, પ્રતિબંધકાભાવપણું સ્વરૂપથી જ અક્ષત છે, એ પ્રમાણે પણ પૂર્વપક્ષી કહે તો યુક્ત નથી; કેમ કે પ્રકૃત વિરાધના વ્યક્તિમાં વિધિપૂર્વક સાધુની નદીઉત્તરણમાં થતી વિરાધના રૂપ વ્યક્તિમાં, જીવઘાતપરિણામજવ્યત્વનું અસત્વ હોવાને કારણે ત્યાગ કરવા માટે અશક્યપણું છે. આથી જ તત્ પ્રકારક પ્રમિતિના પ્રતિબંધકરૂપ પણ તદ્દાનની=વિરાધનાના હારવી, અનુપપત્તિ છે.
અથથી પૂર્વપક્ષી કહે છે – વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટવિરાધનાપણાથી=સાધુ નદી ઊતરે છે ત્યારે જીવહિંસાના વર્જનનો અભિપ્રાય છે અને જેઓને વર્જનાભિપ્રાય નથી તેઓની નદી ઊતરવામાં વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટ વિરાધનાપણું હોવાથી, પ્રતિબંધકપણું હોતે છતે તેઓની વિરાધનાનું નિર્જરા પ્રત્યે પ્રતિબંધકપણું હોતે છતે, કોઈ દોષ નથી=પ્રતિબંધકાભાવરૂપ હિંસાને કારણ સ્વીકારવામાં કોઈ દોષ નથી, ઊલટું વર્જનાભિપ્રાયના પૃથક કારણત્વની અકલ્પનાને કારણે લાઘવ જ છે. આ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું; કેમ કે વર્જનાભિપ્રાયમાત્રનું સાધુની નદી ઊતરવાની ક્રિયા માટે વર્જનાભિપ્રાયમાત્રનું આજ્ઞાબાહ્યઅનુષ્ઠાનમાં પણ સત્વ હોવાથી ઉત્તેજકપણું નથી=નિર્જરા પ્રત્યે પ્રતિબંધક એવી વિરાધનાનું વર્જનાભિપ્રાય ઉત્તેજક બનતું નથી એથી આજ્ઞાશુદ્ધભાવનું જ અહીં ઉત્તેજકપણું કહેવું જોઈએ અને તે આજ્ઞાશુદ્ધભાવ વિશિષ્ટ નિર્જરામાત્રમાં સ્વતંત્ર કારણ છે. એથી અહીં નિર્જરામાં, તેનું આજ્ઞાશુદ્ધભાવનું, ઉત્તેજકપણું ઘટતું નથી. અન્યથા આવું ન માનો તો, દંડાભાવવિશિષ્ટ ચક્રત્વ આદિથી પણ ઘટાદિમાં પ્રતિબંધકતા કલ્પનીય થાય. એવી આ=પૂર્વપક્ષીની કલ્પના અર્થ વગરની છે, તેથી આજ્ઞાશુદ્ધભાવ જ સર્વત્ર=સંયમની સર્વક્રિયામાં, સંયમ-રક્ષાનો હેતુ છે પરંતુ અનાભોગમાત્ર તહીં=નદી ઊતરવામાં જીવો ચેષ્ટારૂપ સાક્ષાત્ દેખાતા નહીં હોવાથી જીવહિંસા વિષયક સાધુને અનાભોગ છે તે અનાભોગમાત્ર સંયમરક્ષાનો હેતુ નથી, એથી તદીઉત્તરણમાં પણ સાધુઓનું તેનાથી જ=આજ્ઞાશુદ્ધ ભાવથી જ, અદુષ્ટપણું છે; પરંતુ પાણીના જીવોના અનાભોગને કારણે નહીં, એ પ્રમાણે સ્થિત છે. પIL ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સર્વજીવોની હિંસા કરવી જોઈએ નહીં તે વચન અવિધિથી થતી હિંસાનો જ નિષેધ કરે છે. એથી સાધુ વિધિપૂર્વક નદી ઊતરે તેમાં થતી સ્વરૂપ હિંસા સદનુષ્ઠાન રૂપ