________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
૨૮૯
ટીકાર્ય -
તકુમુરેશ સ્થિતમ્ ઉપદેશપદના સૂત્ર અને વૃત્તિમાં તે વિધિપૂર્વક સ્વરૂપ-હિંસા સદનુષ્ઠાનરૂપ હોવાથી મોક્ષનું કારણ છે એમ પૂર્વમાં કહ્યું તેવું કહેવાયું છે – હવે સાક્ષાત્ કેટલાંક સૂત્રોને આશ્રયીને પદાર્થાદિ વ્યાખ્યાન અંગોને બતાવતાં કહે છે –
જીવોની હિંસા કરવી જોઈએ નહીં. અહીં=સૂત્રમાં, પદાર્થ પ્રસિદ્ધ છે. મન આદિથી સર્વ જીવોની જ પીડા કરવી જોઈએ નહીં. l૮૬પા”
વ્યાખ્યા :- ભૂતોની=પૃથ્વી આદિ જીવોની, હિંસા કરવી જોઈએ નહીં જ એ પ્રકારના સૂત્રમાં પદાર્થ પ્રસિદ્ધ જ છે. તેને જ બતાવે છે=સૂત્રમાં પદાર્થ પ્રસિદ્ધ જ છે તેને જ બતાવે છે – મન-વચન-કાયા વડે સર્વ જ જીવોને પીડા કરવી જોઈએ નહીં. ૮૬પા
અને
“આરંભી એવા ગૃહસ્થોને અને પ્રમત્ત એવા સાધુઓને આનાથી પૂર્વગાથામાં કહેલ પદાર્થથી, ચૈત્યઘર અને લોચકરણ આદિ તત્કરણ જ છે-પૂર્વમાં નિષિદ્ધ એવી હિંસાનું કરણ જ છે; કેમ કે તે પ્રકારનો અનુબંધ છે-તે પ્રકારની પરપીડાનું અનુસરણ છે, એ વાક્યર્થ છે. ૫૮૬૬i"
વ્યાખ્યા :- આરંભ=પૃથ્વી આદિ ઉપમર્દ, તે વિદ્યમાન છે જેઓને તે આરંભિક ગૃહસ્થો છે અને નિદ્રા-વિકથા આદિ પ્રમાદોથી સર્વ સાવઘયોગની વિરતિ પણ હોતે છતે જેઓ પ્રમાદ કરે છે તેઓ પ્રમત્તયતિવિશેષો છે. આરંભી એવા અને પ્રમત્ત એવા એ આરંભી પ્રમત્ત છે તેઓને, આનાથી ગાથા-૮૬૫માં કહેલ પદાર્થથી, ચૈત્યગૃહ લોચકરણ આદિ, તકરણ જ પરપીડાનું કરણ જ, છે=પૂર્વમાં નિષિદ્ધ હિંસા આદિનું કરણ જ પ્રાપ્ત છે. ચૈત્યગૃહ અરિહંત ભગવાનના બિબનું આશ્રયણ, અને લોચકરણ કેશ ઉત્પાદનરૂપ છે. આદિ શબ્દથી તે તે અપવાદપદના આશ્રયણથી તે તે પ્રકારના પ્રવચનના દુષ્ટના નિગ્રહ આદિ પરપીડાનું ગ્રહણ છે. કેમ હિંસા આદિ કરણ પ્રાપ્ત છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે - કેમ કે તે પ્રકારનો અનુબંધ છે તે પ્રકારની પરપીડાનું અનુસરણ છે, આ ચાલનારૂપ વાક્યર્થ છે. I૮૬૬
“આમના=ચૈત્યગૃહ આદિ અને લોચકરણ આદિના, અવિધિના કરણમાં આજ્ઞાવિરાધના હોવાથી દુષ્ટ છે. તે કારણથી વિધિપૂર્વક યત્ન કરવો જોઈએ, એ વળી મહાવાક્યર્થ છે. ૮૬ળા”
વ્યાખ્યા :- અવિધિના કરણમાં-ચૈત્યગૃહ-લોચાદિ અર્થના અનીતિથી વિધાનમાં, આજ્ઞાનું વિરાધન હોવાથી= ભગવાનના વચનનો વિલોપ હોવાથી, આ ચૈત્યગૃહાદિનું કરણ દુષ્ટ જ છે. ત્યાં=ચૈત્યગૃહ કરણના વિષયમાં, આ આજ્ઞા છે – જિનભવનની કારણની વિધિ – શુદ્ધભૂમિ, શુદ્ધદલ-કાષ્ઠ આદિ, ભૂતકોનું કામ કરનારા માણસોનું, અનતિસંધાન અને સ્વાશયની વૃદ્ધિ સમાસથી વિધિ છે. લોચકર્મવિધિ વળી જિનોને ધ્રુવલોચ, સ્થવિરોને વર્ષાવાસમાં છે અને તરુણોને ચાર માસમાં અને વૃદ્ધોને છ માસમાં છે, ઈત્યાદિ.. ઈત્યાદિ શબ્દથી વિધિના અન્ય શ્લોકોનો સંગ્રહ કરવો. તે કારણથી વિધિથી=જિનોપદેશથી, યત્ન કરવો જોઈએ=ચૈત્યગૃહાદિમાં યત્ન કરવો જોઈએ. આ પ્રકારે વળી મહાવાક્યર્થનું પૂર્વમાં ચાલન કરાયેલના પ્રત્યવસ્થાનરૂપ મહાવાક્યર્થનું, રૂપ છે=સ્વભાવ છે. ૧૮૬૭ના