________________
૨૯૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩
ગાથાના પૂર્વાર્ધથી મહાવાક્યર્થને જ ઉપસંહાર કરતા દંપર્યયને કહે છે –
આ રીતે=વિધિથી યત્ન કરાય છતે, આ=અહિંસા, તત્ત્વથી પરમાર્થથી, કરાયેલી થાય છે, કેમ કે એ અનુબંધનો ભાવ છે. આ રીતે આજ્ઞા ધર્મનો સાર છે એ એદંપર્યય છે. ll૮૬૮
વ્યાખ્યા - આ રીતે=વિધિથી યત્ન કરાય છતે, આ=અહિંસા તત્ત્વથી=પરમાર્થથી, કરાયેલી થાય છે; કેમ કે અનુબંધનો ભાવ છે–ઉત્તરોત્તર અનુબંધ હોવાને કારણે મોક્ષપ્રાપ્તિમાં પર્યવસાનનું અનુસરણ છે–ઉત્તરોત્તર અહિંસા થવાને કારણે મોક્ષ પ્રાપ્તિરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે.
અહીં પ્રશ્ન થાય કે આજ્ઞાનુસાર કરાયેલી હિંસા મોક્ષપ્રાપ્તિમાં પર્યવસાન કેમ પામે છે? તેથી કહે છે – જિનાજ્ઞાનો મોક્ષને સંપાદન કર્યા વગર ઉપરમનો અભાવ છે. એથી અહીં કોઈ જીવની હિંસા ન કરવી જોઈએ એ વચનમાં, આ ઔદંપર્યય છે. જે દંપર્યયને યદુતથી બતાવે છે – ધર્મમાં આશા સાર છે. (ઉપદેશપદ ગાથા૮૬૫-૮૬૬-૮૬૭-૮૬૮).
ત્તિ' શબ્દ ઉદ્ધરણની પરિસમાપ્તિ માટે છે. પૂર્વમાં કહ્યું કે વિધિપૂર્વક સ્વરૂપહિંસા સદનુષ્ઠાન અંતર્ભત હોવાથી મોક્ષનું કારણ છે અને તેની પુષ્ટિ કરવા અર્થે ઉપદેશપદની સાક્ષી આપી. તેનાથી સિદ્ધ થયું કે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા સદનુષ્ઠાનરૂપ હોવાથી મોક્ષનું કારણ છે. હવે પૂર્વપક્ષી માને છે કે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનો હેતુ છે, તેમ સ્વીકારવામાં શું દોષ આવે ? તે બતાવતાં કહે છે –
વળી પ્રતિબંધકાભાવપણારૂપે ઉક્તહિંસાનું સદનુષ્ઠાનમાં થતી હિંસાનું, નિર્જરા હેતુપણું સ્વીકાર કરાયે છતે કેવલ એવી તેનો કેવલ એવી હિંસાનો, પ્રતિબંધકપણાનો અભાવ હોવાથી જીવઘાતપરિણામ વિશિષ્ટપણાથી પ્રતિબંધકપણું પ્રાપ્ત થયે છતે વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવનું શુદ્ધવિશેષરૂપપણું હોતે છતે વિશેષાભાવપ્રયુક્ત હિંસારૂપ વિશેષ્યાભાવપ્રયુક્ત, એવા તેના શુદ્ધવિશેષણરૂપનો પણ સંભવ હોવાથી જીવઘાતપરિણામ પણ દેવાનાપ્રિય મૂર્ખ, એવા પૂર્વપક્ષીને નિર્જરાનો હેતુ પ્રાપ્ત થશે એથી કોઈ અપૂર્વ આ તર્કંગમની ચાતુરી છે. વર્જનાભિપ્રાયથી વિરાધનાનો
જીવઘાતપરિણામજન્યત્વ લક્ષણ સ્વરૂપ જ ત્યાગ થાય છે. આથી આકવિરાધતા નહીં હોતે છતે પ્રતિબંધક નથી એ, પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
શું આ=જીવઘાતપરિણામ, વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત છે? અથવા વિરાધનાપદાર્થનું વિશેષણ છે ? આઘમાં=જીવઘાતપરિણામજવ્યત્વને વિરાધનાપદની પ્રવૃતિનિમિત્ત સ્વીકારવામાં, પદપ્રવૃત્તિલિમિત નથી=જીવઘાતના પદની પ્રવૃતિનિમિત એવું જીવઘાતપરિણામનવ્યવરૂપ ધર્મ નથી અને પદાર્થ સ્વીકારાય છે=વિરાધનારૂપ પદાર્થ સ્વીકારાય છે એ આ ઉન્મત્ત એવા પૂર્વપક્ષીનો પ્રલાપ છે. અને અત્ત્વ વિકલ્પમાં=જીવઘાતપરિણામજવ્યત્વ એ વિરાધનાપદાર્થનું વિશેષણ છે એ રૂપ બીજા વિકલ્પમાં, વિશિષ્ટ પ્રતિબંધકત્વના પર્યવસાનમાં=જીવઘાતપરિણામજચત્વરૂપ વિશેષણથી વિશિષ્ટ એવી વિરાધનાના પ્રતિબંધકત્વના પર્યવસાનમાં, પૂર્વમાં કહેલ દોષ તાદવથ્ય છે પૂર્વ બતાવેલ