________________
૨૭૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ હોવા છતાં લૌકિકપાતકત્વના વ્યવહારનું વિષયપણું તે વધમાં હોવાથી ત્યાં પણ સંયમની અશુદ્ધિની પ્રાપ્તિ સ્વીકારવી પડે. વાસ્તવમાં ‘યતનાથી અપવાદને સેવનારા મહાત્મા શુદ્ધ છે' તેમ બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે તેથી જે સાધુ ગીતાર્થ છે, કૃતયોગી છે તે અપવાદના પ્રસંગમાં યતનાથી વિપરીત સેવન કરે છે તે પણ નિર્દોષ છે. માટે આગમથી કહેવાયેલ યતનાથી જ અધ્યાત્મની શુદ્ધિ છે. આ અધ્યાત્મની શુદ્ધિ જ સંયમરક્ષાનો હેતુ છે; પરંતુ જીવવિષયક અનાભોગ સંયમરક્ષાનો હેતુ નથી. માટે પૂર્વપક્ષી કહે છે કે અનાભોગથી હિંસા થઈ હોય તો જ સંયમની શુદ્ધિ સંભવે, પરંતુ આભોગપૂર્વકની હિંસામાં સંયમની શુદ્ધિ સંભવે નહીં. આમ કહીને કેવલીના યોગથી હિંસાનો સ્વીકાર કરવામાં આભોગપૂર્વકની હિંસા હોવાથી કેવલીને ઘાતકચિત્તની પ્રાપ્તિ છે એમ જે પૂર્વપક્ષી કહે છે તે અસંગત છે. આથી જ વિરત કે અવિરત વ્યક્તિ જાણવા છતાં કે અજાણતાં જીવિરાધના કરે તેમાં યતના, અયતના નિમિત્તક અધ્યાત્મની શુદ્ધિ અને અધ્યાત્મની અશુદ્ધિનો ભેદ છે.
વિરત યતનાપરાયણ હોય તો કર્મનિર્જરાની પ્રાપ્તિ થાય છે અને અયતનાવાળા હોય તો કર્મબંધની પ્રાપ્તિ થાય છે તે કથન બૃહત્કલ્પભાષ્યની વૃત્તિમાં કહેલ છે એ વચનાનુસાર જે મહાત્મા વિરતિવાળા છે અને આ પ્રવૃત્તિમાં હિંસા છે તેમ જાણે છે તોપણ ગીતાર્થ હોવાને કારણે દ્રવ્ય-ક્ષેત્ર આદિ આગાઢ કારણોમાં પ્રલમ્બ આદિના ગ્રહણથી હિંસાને કરે છે છતાં પ્રમાદવાળા નથી તેઓને તેઓના અધ્યવસાય અનુસાર નિર્જરા થાય છે, પરંતુ લેશ પણ કર્મબંધ થતો નથી તેમ કેવલીના યોગથી પણ થતી હિંસામાં લેશ પણ કર્મબંધ નથી, માટે કેવલીને ઘાતકચિત્ત ન હોવા છતાં અશક્યપરિહારરૂપ હિંસા છે, એમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ.
ટીકા ઃ
यत्तु 'जीवघातवर्जनाभिप्रायवतां यतनया प्रवर्त्तमानानां छद्यस्थसंयतानामनाभोगजन्याशक्यपरिहारेण जायमानं जीवघातानृतभाषणादिकं संयमपरिणामानपायहेतुः, संयमपरिणामानपायहेतुत्वं हि वर्जनाभिप्रायोपाधिकमेव, जीवविराधनायाः संयमपरिणामापगमहेतोर्जीवघातपरिणामजन्यत्वलक्षणस्य निजस्वरूपस्य वर्जनाभिप्रायेण परित्याजनात्, अयं भावः - 'यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिः' इति नियमाद्, वर्जनाभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति, तेन संयमपरिणामानपायद्वारा वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवविराधनाया अपि प्रतिबन्धकाभावत्वेन कारणतापि । यदागमः
“जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स ।
सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ।। " ( ओ० नि० ७५९, पिं० नि० ७६०)
अत्र हि सुत्तविहिसमग्गस्सत्ति कृतसर्वसावद्यप्रत्याख्यानस्य वर्जनाभिप्रायवतः साधोरित्यर्थः तत्र