________________
૨૮૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ છે; કેમ કે સંયમપરિણામના અપગમનો હેતુ એવી જીવવિરાધનાના જીવઘાતપરિણામજન્યત્વ લક્ષણ તિજ સ્વરૂપનું જીવવિરાધનાના પોતાના સ્વરૂપનું, વર્જનાભિપ્રાયથી પરિત્યાજત છે. આ ભાવ છે – જે ધર્મવિશિષ્ટ=વર્જનાભિપ્રાયરૂપ ધર્મથી વિશિષ્ટ, જે વસ્તુ જીવવિરાધનારૂપ વસ્તુ, પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે=જીવહિંસાના કાર્યરૂપ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે, તે ધર્મ વર્જનાભિપ્રાયરૂપ ધર્મ, ત્યાં=જીવવિરાધનામાં, ઉપાધિ છે એ પ્રકારનો નિયમ હોવાથી વર્જનાભિપ્રાયવિશિષ્ટ જીવવિરાધના જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશના હેતુનો ત્યાગ કરે છે. તેથી સંયમપરિણામના અપાય દ્વારા વર્જનાભિપ્રાયજન્ય નિર્જરા પ્રત્યે જીવવિરાધનાની પણ પ્રતિબંધકાભાવપણાથી કારણતા પણ છે. જે કારણથી આગમ છે –
“યતમાન સૂવિધિ સમગ્ર, અધ્યવસાય વિશુદ્ધિથી યુક્ત સાધુની જે વિરાધના થાય તે વિરાધના નિર્જરાલવાળી થાય છે.” (ઓઘનિર્યુક્તિ ગાથા-૭૫૯, પિંડનિયુક્તિ ગાથા-૭૬૦)
અહીં=ઓઘનિર્યુક્તિના ઉદ્ધરણમાં, સૂત્રવિધિ સમગ્ર એ પ્રમાણે. કૃતસર્વસાવધપ્રત્યાખ્યાનવાળા વર્જનાભિપ્રાયવાળા સાધુ છે, ત્યાં=સૂત્રવિધિસમગ્ર સાધુમાં, થનારી નિર્જરાતી પ્રતિબંધિકા જીવવિરાધના થતી નથી; કેમ કે જીવઘાતપરિણામજવ્યત્વનો અભાવ હોવાને કારણે વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિની અપેક્ષાએ દુર્બલપણું છે. આના દ્વારા=સૂત્રવિધિ સમગ્ર સાધુને નિર્જરા પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધક તથી એના દ્વારા, પરની આશંકા અપાત છે, એમ અવય છે.
પરની આશંકા શું છે ? તે પૂર્વપક્ષી બતાવે છે –
જીવવિરાધના પણ જો નિર્જરા પ્રત્યે કારણભૂત હોય તો તેવા પ્રકારની વિરાધના તપ-સંયમ આદિની જેમ ઘણી કરવી શ્રેયકારી છે; કેમ કે ઘણી નિર્જરાનો હેતુ છે, આ પ્રકારની પરની આશંકા પણ પરાસ્ત છે; કેમ કે સ્વરૂપથી કારણભૂત એવી વિરાધનાનું તે પ્રકારે કહેવું અશક્યપણું છેeતપસંયમની જેમ તેવી વિરાધના પણ ઘણી કરવી જોઈએ તે પ્રકારે કહેવા માટે અશક્યપણું છે. અને આ રીતે-પૂર્વમાં કહ્યું કે જીવવિરાધના નિર્જરા પ્રત્યે સ્વરૂપથી કારણ છે એ રીતે, જીવવિરાધના તેવી નથી-તપ-સંયમ જેવી નથી; કેમ કે તેનું જીવવિરાધનાનું, સંયમના પરિણામના અપગમત દ્વારા સ્વરૂપથી નિર્જરાનું પ્રતિબંધકપણું છે અને પ્રતિબંધક જીવવિરાધના રૂપ પ્રતિબંધક, જે જે પ્રકારે અલ્પ અને અસમર્થ હોય તે તે પ્રકારે શ્રેય છે. તે કારણથી તેનું જીવવિરાધનાનું, કારણપણું નિર્જરા પ્રત્યે કારણપણું, પ્રતિબંધકાભાવપણાથી છે. અને પ્રતિબંધકાભાવનું ભૂયપણું અતિશયપણું, પ્રતિબંધકોના જીવવિરાધના રૂપ પ્રતિબંધકોના, અલ્પત્વથી થાય. અન્યથા–તેવું ન માનવામાં આવે તો, તેના અભાવની કારણતા=પ્રતિબંધકાભાવતી કારણતા, ન થાય ઈત્યાદિ ફૂટકલ્પના રસિક એવા પર વડે જે કહેવાયું તે અસત્ છે; કેમ કે નિશ્ચયથી સર્વત્ર=સર્વ પ્રવૃત્તિઓમાં, સંયમ પ્રત્યે નિર્જરારૂપ કાર્યમાં અધ્યાત્મની શુદ્ધિરૂપ ભાવતું જ હેતુપણું છે. અને તેના અંગભૂત-અધ્યાત્મશુદ્ધિરૂપ ભાવના