________________
૨૫૭
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ च पनकसेवालादयो बादरनामकर्मोदये वर्तमाना अप्यत्यन्तसूक्ष्मावगाहनत्वाद् अतिप्रभूतपिण्डीभावाच्च सर्वत्र सन्तोऽपि न चक्षुषा ग्राह्याः, तथा चोक्तमनुयोगद्वारेषु - ‘ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जभागमेत्ता सुहुमपणगजीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा' इति, ततो यत्रापि नैते दृश्यन्ते तत्रापि ते सन्तीति प्रतिपत्तव्याः आह च मूलटीकाकारः - "इह 'सर्वबहवो वनस्पतयः' इति कृत्वा यत्र ते सन्ति तत्र बहुत्वं जीवानां, तेषां च बहुत्वं 'जत्थ आउकाओ तत्थ णियमा वणस्सइकाइआ' इति पणगसेवालहढाई बायरा वि होंति, सुहुमा आणागेज्झा, ण चक्खुणा त्ति ।" ટીકાર્ય :વિશ્વ .....ત્તિ | વળી આગમવચનથી પણ ત્યાં=નદીમાં, એનો અવયંભાવ=પતક-સેવાલના જીવોનો અવયંભાવ, નિશ્ચિત થાય છે. પ્રજ્ઞાપના તૃતીયપદની વૃત્તિમાં તે કહેવાયું છે –
‘બાદર તેઉકાયના જીવોથી અસંખ્યગુણા પ્રત્યેક શરીરવાળા બાદર વનસ્પતિકાયના જીવો છે. તેનાથી=પ્રત્યેક શરીરવાળા બાદર વનસ્પતિકાયથી, બાદરનિગોદના શરીર અસંખ્યગુણા છે; કેમ કે તેઓનું બાદરનિગોદના જીવોનું અત્યંત સૂક્ષ્મ અવગાહનપણું છે અને પાણીમાં સર્વત્ર પણ તેઓનો સદ્ભાવ છે=બાદરનિગોદના શરીરનો સદ્ભાવ છે. કિજે કારણથી, જલમાં પાક-સેવાલાદિ અવયંભાવી છે. અને તે=પનક-સેવાલાદિ બાદર અનંતકાયિક છે. અને બાદર જીવોમાં પણ સર્વથી વધારે વનસ્પતિકાય જીવો છે; કેમ કે અનંત સંખ્યાપણાથી તેઓનું પ્રાપ્યમાણપણું છે=બાદર વનસ્પતિકાય જીવોની પ્રાપ્તિ છે. તેથી જ્યાં તે ઘણા છે=બાદરવનસ્પતિકાય જીવો ઘણા છે, ત્યાં જીવોનું બહુત્વ છે. વળી જ્યાં અલ્પ પ્રમાણમાં છે ત્યાં જીવોનું અલ્પપણું છે. અને જ્યાં ઘણું પાણી છે ત્યાં ઘણી વનસ્પતિ હોય છે; કેમ કે “જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ છે” એ પ્રકારનું વચન છે. ત્યાં=જલમાં, પતક, સેવાલાદિતો અવશ્ય સદ્ભાવ છે. અને તે પતક, સેવાલાદિ બાદર-નામકર્મના ઉદયમાં વર્તતા પણ અત્યંત સૂક્ષ્મ અવગાહનાપણું હોવાથી અને અતિપ્રભૂત જીવોનો પિંડીભાવ હોવાથી સર્વત્ર હોવા છતાં પણ ચક્ષથી ગ્રાહ્ય નથી. અને તે રીતે પાણીમાં પત્રક અને સેવાલ અવય હોય છે તે રીતે અનુયોગદ્વારમાં કહેવાયું છે – “તે વાલાઝપલ્યોપમના માપ માટે જે વાળના અગ્રભાગોનું ગ્રહણ કરવામાં આવે છે તે વાતાગ્ર, દષ્ટ અવગાહનથી અસંખ્ય ભાગમાત્ર છે. અને સૂક્ષ્મ પનક જીવની અવગાહનાથી અસંખ્યગુણ છે.” તેથી જ્યાં પણ=જે પાણીમાં પણ, આ દેખાતા નથી= સૂક્ષ્માતકના જીવો દેખાતા નથી, ત્યાં પણ તેઓ છે, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. અને મૂલ ટીકાકારશ્રી કહે છે અનુયોગદ્વારના મૂલ ટીકાકારશ્રી કહે છે – “અહીં સંસારમાં સર્વથી વધારે વનસ્પતિ છે એથી કરીને જ્યાં તે છે=વનસ્પતિ છે ત્યાં જીવોનું બહુપણું છે, અને તેઓનું બહુપણું ‘જ્યાં અષ્કાયના જીવો છે ત્યાં નિયમા વનસ્પતિકાય જ છે' એથી પનક, સેવાલ, હઢાદિ બાદરો પણ હોય છે. સૂક્ષ્મ સૂક્ષ્મજીવો, આજ્ઞા ગ્રાહ્ય છે, ચક્ષુગ્રાહ્ય નથી.” ભાવાર્થ :પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિના વચન અનુસાર બાદર તેઉકાયથી અસંખ્યગુણા પ્રત્યેક શરીરવાળા બાદર