________________
૨૭૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ છે, માટે નદી ઉત્તરણાદિ પ્રવૃત્તિમાં સાધુને અનાભોગથી જ હિંસા છે. આ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
શાસ્ત્રથી નિર્ણાત એવા સ્થાવર જીવોમાં અને ચક્ષુથી નહીં દેખાતા સૂક્ષ્મત્રસ જીવોમાં સાધુને આભોગ નથી' તેમ કહીને શાસ્ત્રવચનથી નિર્મીત જીવોના આભોગમાં આભોગનો અપલાપ કરવામાં આવે તો દેખાતા ત્રસ જીવોમાં પણ આભોગનો અપલાપ કરવાનો પ્રસંગ આવે. આશય એ છે કે સાધુ સ્થાવર જીવોમાં ચેષ્ટાથી જીવ છે એમ જાણતા નથી, પરંતુ ભગવાનના વચનના પ્રામાણ્યથી જીવ છે તેમ જાણે છે અને ચક્ષુથી નહીં દેખાતા એવા સૂક્ષ્મ પણ ત્રસ જીવો હોય છે તેમ ભગવાનના વચનથી જાણે છે. આથી જ તે જીવોની હિંસા ન થાય તદર્થે ચક્ષુથી જોયા પછી પણ પૂંજીને યતનાપૂર્વક વસ્તુ મૂકે છે, જેથી ચક્ષુથી અગોચર એવા સૂક્ષ્મ જીવોની હિંસા થાય નહીં. આ જીવો અહીં સંભવિત છે માટે તેના પરિવાર માટે સાધુ યતના કરે છે. જો સાધુ યતના ન કરે તો આભોગપૂર્વકની તે જીવોની હિંસા થઈ છે તેમ કહેવાય; કેમ કે શાસ્ત્રથી નિર્ણાત છે કે ચક્ષુથી જોયા પછી પણ કોઈક સૂક્ષ્મ જીવો તે સ્થાનમાં સંભવે છે. પરિણતલોકોત્તર દયાવાળા સાધુ તેના પરિવાર માટે પૂજીને વસ્ત્ર-પાત્ર આદિ મૂકવાનો પ્રયત્ન કરે છે; છતાં ‘ચક્ષુથી જીવો દેખાતા નથી' તેમ કહીને ત્યાં કેવલીને જ આભોગ હોઈ શકે છદ્મસ્થને નહીં એમ પૂર્વપક્ષી કહે તો જ્યાં સાક્ષાત્ જીવો દેખાય છે ત્યાં પણ આભોગ નથી તેમ કહેવાનો પ્રસંગ આવે. અહીં સ્થૂલ દેખાતા જીવોમાં ચેષ્ટા દ્વારા સ્કૂલત્રસ જીવોનો આભોગ વર્તે છે એમ પૂર્વપક્ષી કહે તો સુસાધુને પૃથ્વીકાય આદિ જીવોના વિષયમાં અને સૂક્ષ્મત્રસ જીવોના વિષયમાં ભગવાનના વચનમાં કહેવાયેલાં લિંગોથી અને ભગવાનની આજ્ઞાના પ્રામાણ્યથી આમાં જીવો છે, તેવો નિર્ણય થઈ શકે છે.
પૂર્વપક્ષી કહે કે વ્યક્ત ઇયત્તાથી=આટલા જીવો છે એ પ્રકારની સંખ્યાની મર્યાદાથી, પૃથ્વી આદિના જીવોમાં કે સૂક્ષ્મત્રસ જીવોમાં અનાભોગ છે જ્યારે કીડી આદિમાં વ્યક્ત ઇયતાથી આભોગ વર્તે છે એવો આભોગ સ્થાવર જીવોમાં અને સૂક્ષ્મત્રસ જીવોમાં નથી; કેમ કે સ્થાવર એવા પૃથ્વી-જલાદિ અસંખ્ય જીવોનો પિંડ છે, પરંતુ તે કેટલા છે? એ પ્રકારે સંખ્યાથી વ્યક્ત દેખાતા નથી. સૂક્ષ્મત્રસ જીવો પણ નહીં પૂંજેલા સ્થાનમાં વ્યક્ત કેટલા છે ? તે દેખાતા નથી. માટે તેઓની હિંસા થાય તે અનાભોગપૂર્વકની છે એમ પૂર્વપક્ષી કહે તો સૂક્ષ્મ સ્થૂલજીવના વિષયમાં પણ તેમ કહી શકાય છે, કેમ કે કાંઈક સ્પંદન કરતા કુંથુ આદિ રજકણથી ઘેરાયેલા પુંજમાં કેટલા છે તે કહી શકાતા નથી તોપણ તેઓના વિષયમાં સાધુને અનાભોગ નથી, પરંતુ આ જીવો છે એ પ્રકારનો સ્પષ્ટ આભોગ વર્તે છે; તેમ સ્થાવર જીવોમાં પણ અને સૂક્ષ્મત્રસ જીવોમાં પણ સાધુને સ્પષ્ટ આભોગ વર્તે છે; છતાં સંયમના પ્રયોજનથી નદી ઊતરે છે ત્યારે સાધુનું ઘાતક ચિત્ત નથી તેમ યોગ્ય જીવોના ઉપકાર અર્થે કેવલી ગમનાદિ કરતા હોય ત્યારે આભોગપૂર્વકની હિંસા હોવા છતાં કેવલીનું ઘાતક ચિત્ત નથી, એ પ્રમાણે પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ.
આનાથી એ ફલિત થાય કે યતના કરનારા સાધુઓને અશક્યપરિહારરૂપ જે હિંસા થાય તેમાં સૂક્ષ્મ કે સ્કૂલ જીવ વિષયક ભેદ હોવા છતાં પણ અશક્યપરિહારરૂપે સમાન જ છે. તેથી યતનાપરાયણ સાધુથી