________________
૨૧૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ વળી, કોઈક સ્થાનમાં સાધુ કીડી આદિને જોઈને ઉપાડેલા પગને તેના રક્ષણ માટે યત્ન કરતા હોય તોપણ તે કીડી આદિ ઉપર પગ આવે ત્યારે રક્ષણના યત્નથી પણ તે કીડી આદિનો ઘાત થાય તે અનાભોગમૂલ આભોગપૂર્વકની હિંસા છે; કેમ કે હિંસા ક૨વાનો અધ્યવસાય ન હતો. માટે સાધુ યતનાપરાયણ હતા અને હિંસા થાય છે ત્યારે હિંસા પૂર્વે આ કીડી છે તેવું જ્ઞાન વિદ્યમાન છે અને રક્ષણ માટે યત્ન વર્તે છે છતાં રક્ષણ થતું નથી. તેથી આભોગપૂર્વક હિંસા છે. પરંતુ સાધુ ક્યારેય આભોગમૂલક હિંસા કરે નહીં, અનાભોગમૂલક જ હિંસા સાધુથી થાય. વળી અનાભોગમૂલક પણ સાધુથી થતી સ્થૂલત્રસ જીવોની વિરાધનાથી સાધુને કર્મબંધ ન થતો હોવા છતાં તેવી વિરાધના લોકનિંઘ જ છે; કેમ કે જોનારને તેવી જ પ્રતીતિ થાય છે કે આ સાધુથી હિંસા થઈ. ફક્ત સાધુનો જીવરક્ષાનો અધ્યવસાય હોવાથી અને જીવરક્ષાને અનુકૂળ સમ્યગ્ યત્ન હોવાથી કર્મબંધની પ્રાપ્તિ નથી.
વળી સાધુ નદી આદિ ઊતરે છે ત્યારે કેવલીના વચનથી નિશ્ચિત છે કે સૂક્ષ્મત્રસ જીવોની વિરાધના થશે અને સાધુ તે જીવોની હિંસા થાય છે તેવું શાસ્ત્રથી જાણવા છતાં સાક્ષાત્ જોઈ શકતા નથી અને અન્ય પણ છદ્મસ્થ જીવો તે હિંસા જોઈ શકતા નથી, તેથી આ સાધુએ હિંસા કરી છે એવો લોકમાં વ્યવહાર થતો નથી. માટે સાધુથી નદી ઊતરવામાં થતી હિંસા લોકનિંઘ બનતી નથી, પરંતુ સ્થૂલથી દેખાતી કીડી આદિની વિરાધના થાય ત્યારે તે વિરાધના લોકનિંદ્ય બને છે. તેથી તેવી લોકનિંઘ વિરાધના છદ્મસ્થ સાધુને સંભવે, પરંતુ કેવલીને સંભવે નહીં; કેમ કે કેવલી કેવલજ્ઞાનના ઉપયોગથી સર્વત્ર રહેલા સર્વ જીવોને સાક્ષાત્ જોઈ શકે છે અને ક્ષાયિકભાવના વીર્યવાળા હોવાથી અવશ્ય પોતાના યોગોથી થઈ શકે તેવી હિંસાનો કેવલી પરિહાર કરે છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
વળી સાધુને નદી ઊતરતી વખતે થતી જીવિરાધના કેવલીના વચનથી નિશ્ચિત હોવા છતાં અનાભોગપૂર્વકની જ છે. આથી લોકમાં ત્યાં હિંસકનો વ્યપદેશ થતો નથી તેને દૃઢ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે
કોઈ શ્રાવક અબ્રહ્મનું સેવન કરે છે ત્યારે લાખો પંચેન્દ્રિય જીવની વિરાધના થાય છે, છતાં તે દેશિવરતિધર શ્રાવક જીવવિરાધક કહેવાતો નથી અને એક કીડી આદિની અનાભોગથી પણ વિરાધના થાય ત્યારે વિરાધક કહેવાય છે, જ્યારે આભોગપૂર્વક કીડી આદિની વિરાધના કરે ત્યારે શ્રાવક જ કહેવાતો નથી. તેથી એ ફલિત થાય કે અબ્રહ્મની સેવનામાં કેવલીના વચનથી હિંસા નિશ્ચિત હોવા છતાં સાક્ષાત્ ત્યાં હિંસા દેખાતી નથી, માટે અનાભોગથી જ હિંસા થઈ છે, જ્યારે કીડી આદિમાં રક્ષણનો યત્ન હોવા છતાં લોકનિંઘ એવી હિંસા થઈ છે તેમ શ્રાવકને આશ્રયીને કહેવાય છે. તે રીતે સાધુને નદી ઊતરતાં હિંસા થાય છે ત્યાં જીવવિરાધકનો વ્યપદેશ થતો નથી; કેમ કે સાક્ષાત્ જીવહિંસા દેખાતી નથી અને સ્થૂલ કીડી આદિની વિરાધના સાધુથી થાય ત્યારે લોકનિંઘ વિરાધના થઈ છે તેમ કહેવાય છે; છતાં તે હિંસા સાધુ માટે અશક્યપરિહારરૂપ છે માટે અનાભોગથી જ થાય છે, જ્યારે કેવલી તો તે હિંસાનો અવશ્ય પરિહાર કરી શકે છે; છતાં કેવલી હિંસાનો પરિહાર ન કરે તો તેમને આભોગપૂર્વકની હિંસાની પ્રાપ્તિ થાય. આવું સ્વીકારીએ તો કેવલીને ઘાતકચિત્ત માનવાની આપત્તિ આવે એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે