________________
૨૯
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
આ સર્વ કલ્પનાજાળ પૂર્વના કથનથી અપાત થાય છે, કેમ કે સાધુને નદી ઊતરવા આદિમાં આભોગપૂર્વકની હિંસા છે તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું. તેથી સાધુને નદી ઊતરવામાં અનાભોગમૂલક જ હિંસા છે તે વચન ઉચિત નથી. કેમ ઉચિત નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
છદ્મસ્થ સાધુઓને નદી ઊતરવામાં જલજીવોની વિરાધનાનું આભોગમૂલપણું હોવા છતાં પણ આજ્ઞાથી શુદ્ધ સાધુની નદી ઊતરવાની પ્રવૃત્તિ હોવાને કારણે નદી ઊતરવામાં થતી હિંસા દુષ્ટ નથી. આશય એ છે કે છદ્મસ્થ સાધુ જિનવચનનું દઢ અવલંબન લઈને મોહના નાશ માટે અપ્રમાદથી યત્ન કરે છે. આ અપ્રમાદની વૃદ્ધિનો ઉપાય શાસ્ત્ર અધ્યયનની વિશિષ્ટ ક્રિયાઓ છે. તેથી કોઈ સાધુને જણાય કે નદીના સામે કાંઠે વસતા મહાત્મા પાસેથી શાસ્ત્રઅધ્યયન કરીને સૂક્ષ્મપદાર્થોની પ્રાપ્તિ થશે, જેનાથી સંવેગનો ઉત્કર્ષ થશે અને ફલતઃ વિશેષ પ્રકારનાં કર્મોનો નાશ થશે. આના માટે નદી ઊતર્યા સિવાય ત્યાં જવાનો અન્ય કોઈ માર્ગ નથી તે વખતે ભગવાનની આજ્ઞાનુસાર રત્નત્રયીની વૃદ્ધિના આશયથી તે સાધુ નદી ઊતરે ત્યારે તે નદી ઊતરવાની ક્રિયા આજ્ઞાશુદ્ધ હોવાને કારણે આભોગપૂર્વકની હિંસારૂપ હોવા છતાં સાધુને લેશ પણ કર્મબંધની પ્રાપ્તિ નથી, તેમ કેવલી પણ યોગ્ય જીવોના ઉપકારના પ્રયોજનથી ગમન કરતા હોય અને અશક્યપરિહારરૂપ આભોગથી હિંસા થાય તો પણ કેવલીને ઘાતક ચિત્તની પ્રાપ્તિ નથી.
વળી આભોગપૂર્વક હિંસા હોવા છતાં સંયમની વૃદ્ધિના પ્રયોજનથી સાધુ નદી ઊતરે છે તે પ્રવૃત્તિમાં સંયમનું દુરારાધપણું નથી; કેમ કે ક્યારેક તેવી પ્રવૃત્તિ હોય છે. સંયમની વૃદ્ધિનું શુદ્ધ આલંબન હોવાથી તે વિરાધનાથી સંયમનું દુરારાધપણું કહેવાય નહીં. વળી સાધુ જે વસતિમાં ઊતર્યા હોય ત્યાં કુંથુની ઉત્પત્તિમાત્ર હોય તોપણ સાર્વદિક યતનાના હેતુ એવા ઉપયોગનું દુર્લભપણું હોવાથી સંયમ દુરારાધ છે એમ કહેવાય છે અર્થાત્ સાધુ તેવી વસતિમાં રહે અને જીવરક્ષા માટે સતત ઉપયોગ રાખવા યત્ન કરે તો પણ તે અતિ દુષ્કર હોવાથી આ સ્થાનમાં સંયમની આરાધના શક્ય નથી, તેમ કહેવાય છે. આથી જ દશવૈકાલિકસૂત્રના અધ્યયનમાં કહ્યું છે કે તેવા પ્રકારના ક્ષેત્ર-કાલાદિના વશથી સૂક્ષ્મબીજ કે હરિત આદિનો પ્રાદુર્ભાવ થાય તો સતત તેની યતનાના હેતુ એવા ઉપયોગનું દુર્લભપણું હોવાથી સંયમનું દુરારાધપણું જ કહેવાયું છે. જેઓએ દશવૈકાલિકનાં તે અધ્યયનોનો સૂક્ષ્મ રીતે બોધ કર્યો છે અને પરિણત લોકોત્તર દયાવાળા છે તેઓને તે સ્થાનમાં સંયમ દુરારાધ પ્રતીત જ છે.
વળી પૂર્વપક્ષી કહે છે કે કેવલજ્ઞાન વગર સ્થાવર અને સૂક્ષ્મત્ર વિષયક અનાભોગ છમસ્થ જીવ પરિહાર કરી શકે નહીં, તે કથન દશવૈકાલિકના અષ્ટક વિષયક સૂક્ષ્મ યતનાને કહેનારા વચનથી જ બાધિત છે; કેમ કે અષ્ટકની સૂક્ષ્મ યતના જે સાધુને જ્ઞાત છે તેઓ સ્થાવર અને સૂક્ષ્મત્રસ વિષયક આભોગવાળા છે આથી જ તેના પરિવાર માટે યત્ન કરે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે છબસ્થ જીવોને સ્થાવર વિષયક અને સૂક્ષ્મ નહીં દેખાતા જીવો વિષયક આભોગ નથી પરંતુ અનાભોગ જ છે. સાધુ તેવી હિંસાના પરિહાર માટે જે પ્રયત્ન કરે છે તે પરિણામશુદ્ધિ માટે જ