________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
૨૧૭ સ્થાનનો ત્યાગ કરે છે. તો પછી કેવલીને તો સ્પષ્ટ જ્ઞાન છે કે મારા યોગથી તે સ્થાનમાં ગમનને કારણે જીવવિરાધના થશે. માટે આભોગપૂર્વકની હિંસાના પરિવાર અર્થે કેવલી અવશ્ય તે સ્થાનનું વર્જન કરે માટે કેવલીને અશક્યપરિહારરૂપ હિંસા છે એમ કહેવું ઉચિત નથી. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. વળી, વસતિમાં કુંથુ આદિની ઉત્પત્તિ થાય છે ત્યાં સાધુથી હિંસા થાય કે નદી ઊતરવાથી હિંસા થાય તે સર્વ સ્થાનમાં સાધુને અનાભોગ જ છે. તે સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે સંયત જીવોને નદી ઊતરવામાં કે વસતિમાં કુંથુ આદિ થયા હોય ત્યાં જીવવિરાધના અનાભોગથી જ થાય છે. તોપણ સ્થાવર, સૂક્ષ્મ ત્રસજીવ વિષયક અનાભોગ સર્વાશથી સર્વકાલ છદ્મસ્થ સાધુ ઘણા પ્રયત્નો કરે તો પણ તેનો અપગમ કરી શકતા નથી. પરંતુ કોઈક સ્થાનમાં ક્યારેક કરી શકે છે; કેમ કે સંપૂર્ણ હિંસાનો પરિહાર કેવલજ્ઞાનથી જ સાધ્ય છે અર્થાત્ કેવલીને સૂક્ષ્મ કે સ્થૂલ સર્વ જીવો કેવલજ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાય છે અને તેના પરિવારનો ઉપાય પોતાનો પ્રયત્ન છે અને તે પ્રયત્ન કરવામાં બાધક વીર્યાતરાય કર્મ નથી. માટે કેવલી અવશ્ય સમ્યક વિર્ય પ્રવર્તાવીને તે હિંસાનો પરિહાર કરી શકે, પરંતુ છદ્મસ્થ સાધુને તો ઇન્દ્રિયગોચર ન હોય તેવા જીવોનું જ્ઞાન થતું નથી, ઇન્દ્રિયગોચર પણ જીવો ક્યારેક જોવા યત્ન કરવા છતાં સહસા પગ નીચે આવી જાય છે. તેનો પરિહાર કરવાના અર્થસાધુ પણ તે હિંસાનો પરિહાર કરી શકતા નથી. અને પોતાની વસતિના
સ્થાનમાં કુંથુ આદિ થયા હોય ત્યારે કુંથુ આદિ સ્થૂલત્રસ જીવ વિષયક અનાભોગનો પરિહાર અત્યંત નિરીક્ષણથી થઈ શકે છે. પરંતુ તેવા પ્રકારનું અત્યંત નિરીક્ષણ સાધુ માટે દુષ્કર છે. તેથી કુંથુ આદિ સ્થાનોમાં સંયમ દુરારાધ છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, કેમ કે તે સ્થાનમાં વસવાથી સમ્યફ યતનાપરાયણ સાધુથી પણ ક્યારેક કુંથુ આદિ સ્થૂલત્રસ જીવોની વિરાધના થઈ શકે છે તેથી તેના સ્થાનનું વર્જન સાધુ કરે છે તે બતાવવા માટે જ કહે છે કે તે સ્થાનમાં સાધુ રહે તો કુંથુ આદિ જીવોની વિરાધના પ્રાયઃ અસંભવી સંભવ હોવાના કારણે અર્થાત્ જેનો પરિહાર પ્રાયઃ અસંભવી છે એવી વિરાધનાનો સંભવ હોવાને કારણે અવશ્યભાવિ છે–તે વિરાધનાના પરિવારનો અસંભવ હોવાને કારણે અવયંભાવી છે; કેમ કે શક્યપરિહાર જીવ વિષયક પ્રયત્નવાળા પણ સાધુથી તેના પરિહરણના ઉપાયનું અપરિજ્ઞાન છે. તેથી તેવી વસતિનો સાધુ ત્યાગ કરે છે.
આ રીતે યતનાપરાયણ સાધુને સર્વત્ર અનાભોગથી જ હિંસા થાય છે તેમ બતાવ્યા પછી અવયંભાવી હિંસા કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
અવશ્યભાવિ વિરાધના બે પ્રકારની છે : (૧) અનાભોગમૂલ અનાભોગપૂર્વક અને (૨) અનાભોગમૂલ આભોગપૂર્વક. આ બે પ્રકારની વિરાધના છદ્મસ્થ સાધુથી સંભવી શકે છે. જે સાધુ યતનાપરાયણ છે છતાં જીવઘાત થયે છતે પોતાનાથી કોઈ હિંસા થઈ છે તેવું જ્ઞાન હિંસા થયા પછી થાય ત્યારે તે વિરાધના અનાભોગમૂલ અનાભોગપૂર્વક છે; કેમ કે યતનાપરાયણ હોવાથી સાધુને હિંસા કરવાનો આભોગ ન હતો અર્થાત્ ઉપયોગ ન હતો માટે અનાભોગમૂલ હતી અને હિંસા થાય છે ત્યારે પણ અનાભોગ વર્તે છે, ફક્ત હિંસા થયા પછી જ્ઞાન થાય છે કે મારાથી હિંસા થઈ તેથી અનાભોગપૂર્વક હિંસા થયેલ છે.