________________
૨૭૧
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ સૂક્ષ્મજીવોની હિંસા થાય તોપણ કર્મબંધની પ્રાપ્તિ નથી અને સ્કૂલ જીવોની હિંસા થાય તોપણ કર્મબંધની પ્રાપ્તિ નથી. ફક્ત વ્યવહારથી વિષયભેદના કારણે તેનો ભેદ છે અર્થાત્ આ સાધુથી સૂક્ષ્મ જીવો મર્યા છે, સ્થૂલ મર્યા નથી અને આ સાધુથી સ્થૂલ જીવો મર્યા છે તે પ્રકારનો વ્યવહારનો ભેદ છે. આથી જ અબ્રહ્મ સેવનાર પણ દેશવિરતિ શ્રાવકને કરાયેલા સંકલ્પમૂલક સ્કૂલજીવની હિંસાના પ્રત્યાખ્યાનનો અભંગ હોવાથી શિકારીની જેમ દુષ્ટપણું નથી.
આશય એ છે કે કોઈ સાધુ યતના કરતા હોય અને અશક્યપરિહારરૂપ સૂક્ષ્મ જીવોની હિંસા થાય કે સ્થૂલ જીવોની હિંસા થાય તોપણ સાધુને તે હિંસાકૃત કર્મબંધની પ્રાપ્તિ નથી; કેમ કે યતનાપરાયણ હોવા છતાં તે હિંસા થયેલ છે અને સાધુ જો યતનાપરાયણ ન હોય તો કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ફક્ત તે હિંસા વિષયક પ્રાયશ્ચિત્તાદિનો વ્યવહાર કરતી વખતે આ સૂક્ષ્મ જીવોની હિંસા થઈ છે કે આ પૂલ જીવોની હિંસા થઈ છે એ પ્રકારનો ભેદ પ્રાપ્ત થાય છે. જેમ યતનાપરાયણ સાધુને અશક્યપરિહાર એવી હિંસાથી કર્મબંધ નથી તેમ દેશવિરતિધર શ્રાવકકૃત સંકલ્પમૂલક જીવહિંસાનું પ્રત્યાખ્યાન કરેલ હોવા છતાં અબ્રહ્મની સેવામાં તેના વ્રતનો ભંગ થતો નથી, આથી શિકારી આદિની જેમ તે દુષ્ટ કહેવાતા નથી. વસ્તુતઃ જેમ શિકારી ત્રસ જીવોની હિંસા કરે છે તેમ અબ્રહ્મની સેવામાં ઘણા ત્રસ જીવોની હિંસા થાય છે તોપણ કામને પરવશ શ્રાવક માટે તે હિંસાનો પરિહાર અશક્ય છે. આથી જ જ્યાં પોતાના પ્રયત્નથી હિંસાનો પરિહાર શક્ય છે તેવા સ્થૂલત્રસ જીવોની હિંસાનું પચ્ચખાણ કરીને તેના પરિવાર માટે શ્રાવક યત્ન કરે છે. તેથી જ અબ્રહ્મની સેવામાં સાક્ષાત્ હિંસા હોવા છતાં શિકારી જેવું ઘાતકચિત્ત શ્રાવકનું નથી તેમ સુસાધુ પણ યતનાપરાયણ હોવાથી ઘાતકચિત્તવાળા નથી અને તેની જેમ જ કેવલી પણ યતનાપરાયણ હોવાથી અશક્યપરિહારરૂપ હિંસા થાય છે, ત્યાં કેવલીને ઘાતકચિત્ત નથી. ટીકાઃ
न चैवं देशविरतस्येव साधोरप्याभोगेन पृथिव्यादिवधे न दुष्टत्वं, इति साधोः प्रत्याख्यानभङ्गदोषविशेषसमर्थनार्थं पृथिव्यादिजीवाभोगोऽप्यवश्यमभ्युपेयः यदि च स्थूलत्रसविषयक एवाभोगोऽभ्युपगम्येत तदा तद्विषयैव हिंसैकान्ततो दुष्टा स्यात्, न चैवं जैनप्रक्रियाविदो वदन्ति, तैः क्षुद्रमहत्सत्त्ववधसादृश्यवैसदृश्ययोरनेकान्तस्यैवाभ्युपगमात् । तदुक्तं सूत्रकृताङ्गे (श्रु. २ अ. ५, सू० ૬-૭) –
जे केइ खुद्दगा पाणा अदुवा संति महालया । सरिसं तेहिं वेरं ति असरिसं ति य णो वए ।। एतेहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ।। त्ति ।