________________
૨૫૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ થયેલું હોય તો જલના જીવોમાં નિશ્ચયનયથી જીવ નથી. માટે નિશ્ચયથી આ જલમાં જીવો છે કે નથી ? એવું પરિજ્ઞાન છદ્મસ્થ સાધુને સંભવે નહીં; પરંતુ પાણીમાં રહેલ પનક નામની વનસ્પતિ અને જે સ્થાને નદીમાં પગ મૂકવામાં આવે છે તે સ્થાનમાં કાંઈક સૂક્ષ્મ સેવાલ વગેરે છે તે નિશ્ચયથી પણ સચિત્ત છે તેનું સાધુને પરિજ્ઞાન છે; કેમ કે ઓનિર્યુક્તિમાં કહ્યું છે કે સર્વ જ અનંતવનસ્પતિકાયના જીવો નિશ્ચયનયથી સચિત્ત હોય છે અને પ્રત્યેકવનસ્પતિકાયના જીવો વ્યવહારનયના મતે સચિત્ત અને મિશ્ર હોય છે. જે ફળો કે પુષ્પો કે પાંદડાંઓ કંઈક મ્લાન થયેલાં હોય તે મિશ્ર છે, જે મ્લાન થયેલાં નથી તે સચિત્ત છે. વળી રોટ્ટ, લોટ્ટ અને કુટાયેલા તંદુલ મિશ્ર હોય છે; કેમ કે તેવા તંદુલમાં=ચોખામાં, મુખનો ભાગ ૨હે છે તે કારણથી તે મિશ્ર કહેવાય છે.
આ વચનાનુસાર પનક, સેવાલમાં નિશ્ચયનયથી ચિત્તપણું છે. જલમાં પનક, સેવાલ અવશ્ય હોય છે; કેમ કે પાણીમાં જમીનના સ્થાને અત્યંત સેવાલ ન દેખાતી હોય તોપણ અલ્પમાત્રામાં સૂક્ષ્મ સેવાલ અવશ્ય હોય છે અર્થાત્ જમીન સાથે પાણીનો સંયોગ રહેવાથી ત્યાં સેવાલ થવાનો પ્રારંભ થાય છે તેથી અવશ્ય જમીનના સ્થાનમાં કોઈક સેવાલના જીવોની ઉત્પત્તિ હોય છે અને પનક વનસ્પતિની પણ અવશ્ય ઉત્પત્તિ હોય છે. એથી સાધુ યતનાપૂર્વક નદી ઊતરે તોપણ નિશ્ચયથી આભોગપૂર્વક તે જીવોની વિરાધના થાય છે માટે નદી ઊતરવામાં સાધુને અનાભોગથી જ જીવવિરાધના છે તેમ કહેવું એ મૃષાવચન છે.
અહીં પૂર્વપક્ષી કહે કે નદી ઊતરનાર સાધુને પનક-સેવાલાદિ પ્રત્યક્ષથી દેખાતાં નથી તેથી તેની વિરાધના અનાભોગથી જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે
=
કોઈક નદીઓમાં સ્વચ્છ અને થોડુ જલ હોય અને સાધુ યતનાપૂર્વક તે નદી ઊતરતા હોય ત્યારે પોતે જાણી શકે છે કે નીચે સેવાલ છે અને ક્યાંક ક્યાંક વનસ્પતિ પણ પ્રાપ્ત થાય છે. તેથી તેવા સ્થાનમાં વનસ્પતિના જીવો કે સેવાલના જીવોનો અનાભોગ છે એમ કહી શકાય નહીં. અને કોઈક સાધુ જિનવચન અનુસાર કોઈક તેવા સ્થાનમાં નદી ઊતરતા હોય ત્યારે આભોગપૂર્વકની હિંસા થાય છે છતાં સાધુ ઘાતક કહેવાતા નથી તેમ કેવલીના યોગથી પણ આભોગપૂર્વક હિંસા થાય એટલામાત્રથી કેવલીને ઘાતક સ્વીકારવાનો પ્રસંગ જે પૂર્વપક્ષી આપે છે, તે ઉચિત નથી.
ટીકા ઃ
किञ्च आगमवचनादपि तत्र तदवश्यंभावो निश्चीयते, तदुक्तं प्रज्ञापनातृतीयपदवृत्तौ - 'बादरतेजस्कायिकेभ्योऽसङ्ख्येयगुणाः प्रत्येकशरीरबादरवनस्पतिकायिकाः, तेभ्यो बादरनिगोदा असङ्ख्येयगुणाः, तेषामत्यन्तसूक्ष्मावगाहनत्वाद्, जलेषु सर्वत्रापि च भावात् । पनकसेवालादयो हि जलेऽवश्यंभाविनः, ते च बादरानन्तकायिका इति ।' तथा बादरेष्वपि मध्ये सर्वबहवो वनस्पतिकायिकाः, अनंतसंख्याकतया तेषां प्राप्यमाणत्वात्, ततो यत्र ते बहवस्तत्र बहुत्वं जीवानां यत्र त्वल्पे तत्राल्पत्वम् वनस्पतयश्च बहवो यत्र प्रभूता आप:, ' जत्थ जलं तत्थ वणं' इति वचनात् तत्रावश्यं पनकसेवालादीनां भावात् ते