________________
૨૬૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
એવા સાધુને જીવઘાતના અવસરમાં જીવવિરાધના આભોગનું વિદ્યમાનપણું હોવાથી બીજી છેઃ અનાભોગમૂલા આભોગપૂર્વિકા હિંસા છે. પરંતુ અનાભોગચૂલિકા પણ સંયતોની ચૂલત્રસ જીવોની વિરાધના તજવ્ય કર્મબંધનો અભાવ હોવા છતાં પણ=જીવહિંસાજવ્ય કર્મબંધનો અભાવ હોવા છતાં પણ, લોકનિંઘ થાય જ છે; કેમ કે તેના કર્તાની હિંસાના વ્યપદેશનું હેતુપણું છે. અને તેવો વ્યપદેશ સ્થૂલત્રસ જીવ સંબંધીપણાથી નિજ સાક્ષાત્કારનું વિષયપણું હોવાથી લોકનિંદિત છે એમ અવય છે. અને કેવલીના વચનથી નિશ્ચિત પણ=સાધુ નદી ઊતરે છે તે સ્થાનમાં પૂર્વમાં કહ્યું તે રીતે કેવલીના વચનથી નિશ્ચિત પણ, સૂક્ષ્મત્રસ જીવની વિરાધતા આવી નથી=પૂર્વમાં કહ્યું એવી લોકનિંઘ નથી; કેમ કે તેનો તે હિંસાનો, છઠસ્થ સાક્ષાત્કાર વિષયપણાનો અભાવ હોવાથી હિંસકના વ્યપદેશના હેતુત્વનો અભાવ છે. આથી જ=કદી ઊતરવા આદિમાં કેવલીના વચનથી નિશ્ચિત પણ હિંસા લોકનિંઘ નથી આથી જ, અબ્રહ્મની સેવામાં અનેક સેંકડો, હજારો પંચેન્દ્રિય જીવોનો વિરાધક દેશવિરતિ શ્રાવક જીવ વિરાધક છે એ પ્રમાણેનો વ્યપદેશનો વિષય થતો નથી. અને એક પણ પીપિલિકાના અનાભોગથી વિરાધનામાં જીવ “વિરાધક છે' એ પ્રમાણે વ્યપદેશ થાય છે. અને આભોગમાં સ્વજ્ઞાતિથી જ્ઞાત થયે છતે=આભોગપૂર્વક શ્રાવક પિપીલિકાદિની હિંસા કરે અને શ્રાવકોની જ્ઞાતિથી જ્ઞાત થયે છતે, અપાંક્તય પણ થાય-શ્રાવકો તેને શ્રાવકની પંક્તિમાં અસ્વીકાર કરે તેવો પણ થાય. તેથી તિજ સાક્ષાત્કારના વિષથીભૂત અવિષથીભૂત જીવઘાતનો મહાન ભેદ છે. અન્યથા–તેવું ન માનવામાં આવે તો, અબ્રહ્મસેવી શ્રાવક વ્યાધાદિથી= શિકારી આદિથી, પણ જીવઘાતકપણારૂપે અધિક વક્તવ્ય થાય=અધિક ઘાતક કહેવો પડે શ્રાવકને અધિક ઘાતક કહેવો પડે, ઈત્યાદિ પરની કલ્પનાજાલ અપાત છે; કેમ કે સંયતોને નદી ઉત્તારમાં જલજીવની વિરાધનાનું આભોગમૂલપણું હોવા છતાં પણ આજ્ઞાશુદ્ધપણાને કારણે જ અદુષ્ટપણું છે. ટીકા :
यच्च तया न संयमस्य दुराराधत्वं, तस्याः कादाचित्कत्वादालंबनशुद्धत्वाच्च यथा च कुन्थूत्पत्तिमात्रेण सार्वदिकयतनाहेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वं, तथा तथाविधक्षेत्रकालादिवशात् सूक्ष्मबीजहरितादिप्रादुर्भावेऽपि सार्वदिकतद्यतनाहेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वमेवेति तु दशवैकालिकाद्यध्ययनवतामपि सूक्ष्माष्टकविदां परिणतलोकोत्तरदयास्वरूपाणां प्रतीतमेव, 'स्थावरसूक्ष्मत्रसविषयकोऽनाभोगः केवलज्ञानं विना दुरत्ययः' इति तु सूक्ष्माष्टकयतनाविधानान्यथानुपपत्त्यैव बाधितम् । परिणामशुद्ध्यर्थं तद्, न तु तदाभोगार्थं - इत्येवं तदाभोगापलापे च स्थूलत्रसाभोगाभ्युपगमोऽप्युच्छिद्येत, तत्रापीत्थं वक्तुं शक्यत्वात्, - चेष्टालिङ्गाभिव्यक्तेः स्थूलत्रसाभोगोऽभिव्यक्त एव - इति चेत् ? पृथिव्यादिजीवाभोगोऽपि जिनवचनाभिहितलिङ्गादाज्ञाप्रामाण्याद्वा किं नाभिव्यक्तः ? व्यक्तीयत्तयाऽनाभोगस्तु मनाक्स्पन्दत्कुन्थुतदनुकारिरजस्त्रुटिपुञ्जेऽपि वक्तुं शक्यते,