________________
૨૬૩
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પ૩ પૂર્વપક્ષીની કલ્પનાજાલ છે ? તે બતાવે છે –
અપરાધ વગર આભોગમૂલવાળી અને આભોગપૂર્વક જીવવિરાધના મિથ્યાષ્ટિઓને પણ પ્રાયઃ અનાર્યજનને જ થાય છે. અને તે=આભોગપૂર્વકની જીવવિરાધના, અવયંભાવી નથી; કેમ કે પ્રાયઃ સંભવીનો સંભવ છે તેવા ઘાતકી જીવોથી પણ તેવી હિંસા કરવાનું શક્ય હોય ત્યારે જ તેવી હિંસાનો સંભવ છે. વળી સંયતોને અનાભોગમૂલ જ તે છે જીવવિરાધના છે, પરંતુ આભોગમૂલ નથી. આથી જ=સાધુને આભોગમૂલ જીવહિંસા નથી આથી જ, નદીઉત્તારાદિમાં જલજીવની વિરાધના હોતે છતે પણ સંયમ દુરારાધ કહેવાયો નથી. અને કુંથુ ઉત્પત્તિમાત્રથી પણ=પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થાનમાં કુંથુ ઉત્પત્તિમાત્રથી પણ, કહેવાયો છે=સંયમ દુરારાધ કહેવાયો છે.
કેમ નદી ઊતરવામાં સંયમ દુરારાધ કહેવાયો નથી? અને કુંથુ ઉત્પત્તિમાત્રથી દુરારાધ છે ? તેમાં યુક્તિ આપે છે –
ત્યાં નિદાન આભોગ અને અનાભોગ જ છે=સાધુ જ્યાં ઊતરેલા હોય ત્યાં કુંથુ આદિની ઉત્પત્તિને કારણે સંયમ દુરારાધ છે તેમાં કારણ આભોગ જ છે અને સાધુ નદી ઊતરતા હોય તે પ્રસંગમાં કારણ અનાભોગ જ છે. ત્યાં જો કે સંયમીઓને ઉભયત્ર પણ નદી ઉત્તરણાદિમાં અને કુંથુ આદિના ઉત્પત્તિવાળા સ્થાનરૂપ બન્નેમાં પણ, જીવવિરાધના અનાભોગથી જ છે, તોપણ સ્થાવર અને સૂક્ષ્મત્રસ જીવવિષયક અનાભોગ સર્વાશથી સર્વકાલીન છે, પરંતુ કોઈક સ્થાનમાં અને કોઈક કાળમાં નથી. અને તેનો અપગમ=સ્થાવર, સૂક્ષ્મત્રસ જીવવિષયક અનાભોગનો અપગમ, હજારો પ્રયત્નથી પણ અશક્ય છે; કેમ કે કેવલજ્ઞાનથી સાધ્યપણું છે=સર્વ જીવવિષયક આભોગ કેવલજ્ઞાનથી જ સાધ્ય છે. અને કુંથ આદિ સ્થૂલત્રસ જીવવિષયક અનાભોગનો વારંવાર નિરીક્ષણાદિ દ્વારા (પરિહાર) શક્ય છે. અને તેવા પ્રકારનું નિરીક્ષણ દુઃસાધ્ય છેઃઉપાશ્રયાદિમાં કુંથુ આદિ થતા હોય ત્યારે તે જીવો વિષયક અનાભોગના પરિહારાર્થે તેવા પ્રકારનું નિરીક્ષણ સાધના માટે દુષ્કર છે એથી સંયમ દુરારાધ કહેવાયું છે કુંથુ આદિ ઉત્પત્તિવાળા સ્થળમાં સંયમ દુરારાધ કહેવાયું છે. આ રીતે સમ્યફ યતનાપરાયણ સાધુઓને પણ ક્યારેક કુંથુ આદિ સ્થૂલત્રસ જીવોની વિરાધના થાય છે અને તે પ્રાયઃ અસંભવીના સંભવ વડે અવશ્યભાવી છે કુંથુ આદિ જીવોની વિરાધના પ્રાયઃ યતનાથી પરિહારના અસંભવીના સંભવને કારણે અવસ્થંભાવી છે, એ પ્રમાણે કહેવું જોઈએ; કેમ કે શક્યપરિહાર જીવવિષયક પ્રયત્ન-વાળા પણ સાધુને તેના પરિહરણના ઉપાયનું અપરિજ્ઞાન છે=તે જીવોની હિંસાના પરિહરણના ઉપાયનું અપરિજ્ઞાન છે. તે પણ અવશ્યભાવિની વિરાધના બે પ્રકારની છે: (૧) અનાભોગમૂલ અનાભોગપૂર્વિકા અને (૨) અનાભોગમૂલ આભોગપૂર્વિકા. ત્યાં= બે પ્રકારની વિરાધનામાં, જીવઘાત થયે છતે જ તેના પરિજ્ઞાનથી પ્રથમ=પ્રથમ વિરાધના, છેઃ અનાભોગમૂલા અનાભોગપૂર્વિકા હિંસા છે. વળી નિમ્નપ્રદેશાદિમાં પીપિલિકાદિને નહીં જોવાથી ઉત્પાદિત પાદ હોતે છતે જોઈને પણ કીડી આદિને જોઈને પણ, પગને અટકાવવા માટે અસમર્થ