________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
૨પપ ટીકાર્ય :વિશ્વ ... રૂસ્થાસિદ્ધાંત્વાન્ ! વળી નદી આદિ જલજીવોનું નિશ્ચયથી છદ્મસ્થોને સચિતત્વનું અપરિજ્ઞાન હોવા છતાં પણ ત્યાં જલમાં, રહેલા પનક, સેવાલ આદિનું નિશ્ચયથી સચિતપણું જણાય જ છે, તે ઘનિર્યુક્તિમાં કહેવાયું છે –
“નિશ્ચયનયના મતે સર્વ જ અનંતકાય સચિત્ત હોય છે. વ્યવહારનયથી શેષ પ્રમ્યાન રોટ્ટાદિ મિશ્ર હોય છે.” (ઓઘનિર્યુક્તિ ગાથા-૩૬૩, પિંડનિર્યુક્તિ ગાથા-૪૪)
આની વૃત્તિ કથા'થી બતાવે છે – “સર્વ જ અનંતવનસ્પતિકાય નિશ્ચયનયથી સચિત્ત છે. શેષ=પરીત વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિ, વ્યવહારનયના મતથી સચિત અને મિશ્ર છે. પ્રમ્યાન એવાં જે ફલો, પુષ્પો અને પર્યાદિ છે “રોટ્ટ, લોટ્ટ, તંદુલ કુટાયેલા મિશ્ર છે. ત્યાં કુટાયેલા તંદુલના મુખાદિ વિદ્યમાન છે તે કારણથી તે મિશ્ર કહેવાય છે.”
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે.
અને તે પતક-સેવાલાદિ જલમાં અવયંભાવી છે. એથી તવિષયક વિરાધના નિશ્ચયથી પણ આભોગથી સિદ્ધ થાય છે. એથી ત્યાં સાધુને નદી ઊતરવામાં, અનાભોગથી જ જીવવિરાધના છે એ દુર્વચન છે=પૂર્વપક્ષીનું કથન અસંબદ્ધ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે “તે પતગ સેવાલાદિના જીવો, ત્યાં=પાણીમાં, અમારાથી પ્રત્યક્ષથી દેખાતા નથી. આથી તેની વિરાધના=૫નકાદિની વિરાધના, અનાભોગથી જ છે", તેને ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું કેમ કે સ્વચ્છ થોડા જલવાળી નદી આદિમાં પત્રકાદિનું અમારા વડે પણ ઉપલભ્યમાતપણું હોવાથી અમારા વડે તે જીવો ત્યાં=નદીમાં, દેખાતા નથી એ પ્રકારે આનું પૂર્વપક્ષીના વચનનું, અસિદ્ધપણું છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે નદી ઊતરતી વખતે યતનાપરાયણ સાધુને નદીના જીવોની હિંસા વિષયક આભોગ વર્તે છે; છતાં સાધુ સંયમના પ્રયોજનથી નદી ઊતરે છે માટે સાધુનું ચિત્ત ઘાતક નથી. એ રીતે કેવલી પણ અશક્યપરિહારસ્થળમાં તે જીવોના ઘાત વિષયક આભોગવાળા હોવા છતાં તેઓનું ઘાતક ચિત્ત નથી.
હવે ‘ગ્નિ'થી સાધુને નદી ઊતરવાની ક્રિયામાં થતી વિરાધના વિષયક આભોગ છે તે સ્પષ્ટ કરવા અર્થે અન્ય યુક્તિ બતાવે છે –
નદી આદિ જલજીવોમાં છબસ્થ જીવોને નિશ્ચયથી અચિત્તત્વનું અપરિજ્ઞાન હોવા છતાં પણ નદીમાં રહેલ પનક વનસ્પતિ અને સેવાલ આદિનું નિશ્ચયથી પણ સચિત્તપણું સાધુને જણાય જ છે અર્થાતુ પાણીના જીવોમાં વ્યવહારથી સચિત્તપણું હોવા છતાં તાપાદિને કારણે કે અન્ય ક્ષારાદિના મિશ્રણને કારણે અચિત્તપણે