________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
૨૫૩ તારા વડે પણ સ્વીકારાય છે=સાધુ આ પ્રકારની યતના કરે એમ પૂર્વપક્ષી વડે પણ સ્વીકારાય છે, અને તે=યતના, જલજીવોનો અનાભોગ સ્વીકાર કરાયે છતે દુર્ઘટ છે. કેમ નદી ઊતરવામાં સાધુની યતના અનાભોગ સ્વીકારવામાં દુર્ઘટ બને ? તેમાં હેતુ કહે છે –
સ્વલ્પ જલ સચિત થશે, અને બહુ જલ અચિત થશે, એ પ્રમાણે વિપરીત પ્રવૃત્તિના હેતુ એવી શિકારૂપ પિશાચીના પ્રચારનું પણ દુર્વારપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે “ભગવાને કહેલી યતનાના ક્રમના પ્રામાયથી સાધુને આ પ્રકારની શંકા થશે નહીં આ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
તો પછી બહુતર અસત્ પ્રવૃત્તિની નિવૃત્તિરૂપ થતતાનું પણ વિવેકથી પરિજ્ઞાન ચૂનાધિક જલતા જીવોની વિરાધનાના આભોગને આધીન છે, એ પ્રકારના વ્યવહારસચિત્તપણાને કારણે જલજીવના આભોગના અભ્યપગમવું આવશ્યકપણું હોવાથી તારો વદતોવ્યાઘાત જ મહાલક્ઝાનું કારણ છે. ભાવાર્થ:
પૂર્વપક્ષીએ અવતરણિકામાં સ્થાપન કર્યું કે સાધુ નદી ઊતરે છે ત્યારે જે જીવોની વિરાધના થાય છે તે અનાભોગપૂર્વકની વિરાધના છે આભોગપૂર્વકની વિરાધના નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
સુસાધુ સંયમના પ્રયોજનથી નદી ઊતરે ત્યારે પણ શક્ય એટલી જીવોની વિરાધના ન થાય તેના માટે જ્યાં અલ્પ જલનો પ્રવાહ હોય ત્યાંથી નદી ઊતરે છે અને જીવહિંસા અલ્પ થાય તે પ્રમાણે યતનાપૂર્વક પાદનો નિક્ષેપ કરે છે. નદી ઊતર્યા પછી જલના જીવોની વિરાધના ઓછી થાય તે માટે અંતિમ પગ પૂર્ણ નીતરે નહીં ત્યાં સુધી નદી ઉપર ધારી રાખે છે, જેથી દેહ ઉપર લાગેલા પાણીના જીવો નદીમાં જ પડે અને બહાર પાડીને તેમનો વિનાશ થાય નહીં. વળી, કોઈક રીતે વસ્ત્ર ભીનું થયું હોય તો કાંઠા ઉપર આવ્યા પછી વસ્ત્ર સુકાય નહીં ત્યાં સુધી સ્થિર ઊભા રહીને તે પાણીના જીવોને દેહના ઘર્ષણથી વિરાધના ન થાય તે પ્રકારની યતના કરે છે. તેનાથી નક્કી થાય છે કે પાણીમાં જીવો છે તેના જ્ઞાનને કારણે જ સાધુ તેના રક્ષણાર્થે તેટલી યતના કરે છે. સાધુને નદીના જલમાં જીવ વિષયક અનાભોગ હોય તો, આવી યતના દુર્ઘટ છે. કેમ દુર્ઘટ છે ? તેમાં યુક્તિ બતાવે છે –
જો સાધુને નદીમાં જલના જીવ વિષયક અનાભોગ હોય તો સ્વલ્પ પાણી સચિત્ત હશે, ઘણું પાણી અચિત્ત હશે, એ પ્રકારની વિપરીત પ્રવૃત્તિના હેતુ એવી શંકારૂપ પિશાચીના પ્રચારનું દુર્વારપણું છે. તેથી અલ્પ જલનો પ્રવાહ હોય ત્યાંથી જ મારે ઊતરવું જોઈએ તેવો નિર્ણય સાધુ કરી શકે નહીં. શાસ્ત્રપરિણત સાધુ પ્રયોજનથી નદી ઊતરે છે ત્યારે અવશ્ય જ્યાં અલ્પ જલનો પ્રવાહ છે ત્યાંથી જ ઊતરે છે, એથી નક્કી થાય છે કે સાધુને તેવી શંકા નથી, પરંતુ શાસ્ત્રવચનથી નિર્ણય છે કે આ જલમાં જીવો છે. માટે તે જીવોના રક્ષણ માટે મારે ઉચિત યતના કરવી જોઈએ; કેમ કે જલના જીવો ક્વચિત્ ચ્યવી ગયા હોય તોપણ તે જલ