________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
૨પ૧
ભાવાર્થ :
ગાથા-પરમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કેવલીને આભોગપૂર્વક અશક્યપરિહારરૂપ હિંસા સ્વીકારવાથી ઘાતકપણું પ્રાપ્ત થાય છે, એમ જો પૂર્વપક્ષી કહે તો અપવાદથી નદી ઊતરનારા સાધુઓથી પણ આભોગપૂર્વકની હિંસા થતી હોવાથી તેમને પણ ઘાતક સ્વીકારવાની આપત્તિ આવે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે –
નદીના જલમાં રહેલા જીવો અપ્રત્યક્ષ છે, તેથી નદી ઊતરનાર સાધુથી થતી હિંસા આભોગપૂર્વકની નથી. કેમ નદીના જીવો પ્રત્યક્ષ નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – પાણીના શરીરમાં જીવો છે તે ચેષ્ટાથી પ્રત્યક્ષ નથી તેથી તે શરીરમાં રહેલા પ્રતિયોગી એવા જીવો અપ્રત્યક્ષ હોવાથી તે જીવોના આધારરૂપ શરીર પણ તે જીવોથી યુક્ત છે તે સ્વરૂપે અપ્રત્યક્ષ છે. જલના જીવો અપ્રત્યક્ષ છે તેમાં પૂર્વપક્ષી સ્થાનાંગના સૂત્ર-૭૮ની સાક્ષી આપે છે – “બે પ્રકારના પૃથ્વીકાય આદિ જીવો કહ્યા છે.” આ વચન અનુસાર અષ્કાયના જીવો પણ બે પ્રકારના છે. પરિણત અને અપરિણત. પરિણત અર્થાત્ અચિત્ત થયેલા. જીવોનું અચિત્તીભવન પણ સ્વકાયશસ્ત્ર અને પરકાયશસ્ત્ર આદિથી થાય છે.
જેમ નદીમાં રહેલા પાણીના જ જીવો પાણીના અન્ય જીવોથી અચિત્ત થાય છે, અથવા તે પાણીમાં ફરતા માછલાદિની કાયાથી કે અગ્નિના તાપથી કે ક્ષાર આદિ અન્ય કોઈ દ્રવ્યોથી અચિત્ત થાય છે. તેથી સાધુને નદીના જીવો સચિત્ત જ છે તેવો નિર્ણય નથી. સાધુને પાણીના શરીરમાં જીવો હોઈ શકે અને ન પણ હોઈ શકે તેવો બોધ છે તેથી સાધુની નદી ઊતરવાની ક્રિયા જીવ વિષયક અનાભોગવાળી હોવાથી આભોગપૂર્વકની હિંસાવાળી નથી, માટે સાધુને ઘાતક સ્વીકારી શકાય નહીં.
જ્યારે કેવલી તો કેવળજ્ઞાનથી સર્વ જીવોને પ્રત્યક્ષ જુએ છે. કેવલી કેવળજ્ઞાનથી જાણે છે કે મારી ગમનક્રિયાથી આ જીવોનો ઘાત થશે; છતાં કેવલી ગમન કરે અને તેમના યોગથી જીવો નાશ પામે તો કેવલીની હિંસા આભોગપૂર્વક થયેલી હોવાથી કેવલીને ઘાતક માનવા પડે. તેથી કેવલી જીવોની વિરાધના થાય તે રીતે ગમન કરે છે તેમ સ્વીકારી શકાય નહીં. માટે કેવલીના યોગથી હિંસા થતી નથી તેમ સ્વીકારવું જોઈએ એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. આ પ્રકારની પૂર્વપક્ષીની આશંકાના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા -
वज्जतो अ अणिटुं जलजीवविराहणं तहिं सक्खं । जलजीवाणाभोगं जंपतो किं ण लज्जेसि ? ।।५३।।